Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતનું હાલનું બોલિંગ આક્રમણ છેલ્લા ૭૦ વર્ષમાં શ્રેષ્ઠતમ : પ્રસન્ના

- 'સાઉથ આફ્રિકામાં પાંચ બોલરો સાથે રમવું જોઈએ'

- પ્રસન્નાને ઐતિહાસિક શ્રેણી વિજયની આશા

નવી દિલ્હી,તા.૩ જાન્યુઆરી 2018, બુધવાર

ભારતનું હાલનું બોલિંગ આક્રમણ છેલ્લા ૭૦ વર્ષના ટીમ ઈન્ડિયાના બોલિંગ આક્રમણોમાં સર્વશ્રેષ્ઠ છે તેમ લેજન્ડરી સ્પિનર ઈરાપલ્લી પ્રસન્ના માની રહ્યા છે. પ્રસન્નાએ જણાવ્યું કે, વિશ્વ ક્રિકેટમાં હાલ જે શ્રેષ્ઠ બોલરો છે, તેમાં ભારતીય બોલરોનો પણ સમાવેશ થાય છે. મને નથી લાગતું કે, ભૂતકાળમાં ક્યારેય ભારત પાસે હાલના જેવું બોલિંગ આક્રમણ હતું. મને લાગે છે કે ત્યાં સુધી છેલ્લા ૬૦-૭૦ વર્ષમાં મેં જોયેલા ભારતીય બોલિંગ આક્રમણોમાં હાલનું બોલિંગ યુનિટ શ્રેષ્ઠ છે.

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટીમમાં ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, અને જસપ્રીત બુમરાહ જેવા ફાસ્ટ બોલરોને ટીમમાં સમાવ્યા છે, જેમાં ચાર બોલરો તો નિયમિત રીતે૧૪૦ કિમીની ઝડપે બોલ નાંખવામાં નિષ્ણાત છે. જ્યારે સ્પિનર તરીકેની ભૂમિકા જાડેજા અને અશ્વિનને સોંપવામાં આવી છે. દ્રવિડ બાદ પ્રસન્નાએ પણ એવો આશાવાદ વ્યક્ત કર્યો કે કોહલીની આગેવાની હેઠળની ટીમ સાઉથ આફ્રિકાની ભૂમિ પર સૌપ્રથમ શ્રેણી જીતનારી ભારતીય ટીમ બની શકે તેમ છે.

પ્રસન્નાએ કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં પાંચ બોલરોને સમાવવા જ જોઈએ. જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ત્રણ ફાસ્ટ બોલરો અને એક સ્પિનર સાથે રમવા ઉતરશે. જ્યારે એક વધારાના બેટ્સમેનને ટીમમાં સામેલ કરવામાં આવશે. લેજન્ડરી સ્પિનર પ્રસન્નાએ ઊમેર્યું કે, જો છ બેટ્સમેન સાથે રમવામાં આવે તો એવી પણ શક્યતા છે કે ટોચના પાંચેય બેટ્સમેન અને ત્યાર બાદ છઠ્ઠો બેટ્સમેન પણ નિષ્ફળ જાય. જો પાંચ બોલરોને ટીમમાં સમાવાય તો એકાદ-બે બોલરો ના ચાલે તેવું પણ બને. જોકે બાકીના ત્રણ બોલરો ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Post Comments