Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતે બાંગ્લાદેશને હરાવીને ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ જંગમાં જીતનું ખાતું ખોલાવ્યું

- ઉનડકટની ૩૮ રનમાં ૩ વિકેટ : ધવનના ૫૫ રન : બાંગ્લાદેશના ૧૩૯/૮ : ભારતના ૧૮.૪ ઓવરમાં ૧૪૦/૪

કોલંબો, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

જયદેવ ઉનડકટની ત્રણ તેમજ વિજય શંકરની બે વિકેટની મદદથી ભારતે બાંગ્લાદેશને ૮ વિકેટે ૧૩૯ સુધી સિમિત રાખ્યા બાદ છ  વિકેટથી હરાવ્યું હતુ. આ સાથે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ત્રિકોણીય ટી-૨૦ જંગમાં જીતનું ખાતું ખોલાવ્યું હતુ. બાંગ્લાદેશ નિર્ધારિત ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૩૯ રન કરી શકતાં ભારતની જીત નિશ્ચિત બની હતી. રોહિત શર્મા (૧૭) અને રિષભ પંત (૭) સસ્તામાં આઉટ થયા હતા, જોકે ત્યાર બાદ ધવનના ૫પ રનની મદદથી ભારતે ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટે ૧૪૦ રન કરીને મેચ જીતી લીધી હતી.

ત્રિકોણીય જંગમાં શ્રીલંકા સામેની પ્રથમ મેચ હાર્યા બાદ ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦માં  ભારે આત્મવિશ્વાસ સાથે જીત મેળવી હતી. હવે ત્રિકોણીય ટી-૨૦ જંગમાં તારીક ૧૦ માર્ચને શનિવારના રોજ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો ખેલાશે. જ્યારે ભારત તેની હવે પછીની મેચ તારીખ ૧૨ માર્ચના રોજ શ્રીલંકા સામે રમશે.

ભારતીય બોલરોનું પ્રભુત્વ : બાંગ્લાદેશને નિયંત્રણમાં રાખ્યું

શ્રીલંકા સામેની ભુલોને સુધારતા ભારતીય બોલરોએ બાંગ્લાદેશ સામેના મુકાબલામાં અસરકારક દેખાવ કર્યો હતો. સૌરાષ્ટ્રના યુવા ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ૩૮ બોલમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે વિજય શંકરે ૩૨ રન આપીને બે બેટ્મસેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. શાર્દૂલ ઠાકુર અને યઝવેન્દ્ર ચહલે એક-એક  વિકેટ મેળવી હતી. વોશિંગ્ટન સુંદરે તેની ચાર ઓવરમાં માત્ર ૨૩ રન આપતાં શ્રીલંકાના બેટ્સમેનો પર લગામ કસી હતી.

ધવનની સતત બીજી ઈનિંગમાં અડધી સદી

શ્રીલંકા સામેની મેચમાં ૬ છગ્ગા અને ૬ ચોગ્ગા સાથે ૪૯ બોલમાં ૯૦ રન ફટકારનારા ધવને સતત બીજી ટી-૨૦માં અડધી સદી ફટકારી હતી. જીતવા માટેના ૧૪૦ રનના આસાન પડકારનો પીછો કરતાં ભારતે શરૃઆતમાં બે વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા ૧૭ અને પંત ૭ રને આઉટ થયા હતા. જોકે આ પછી ધવને બાજી સંભાળતાં ૪૩ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૫ રન ફટકાર્યા હતા. તેણે અને રૈના (૨૮)એ ૬૮ રનની ભાગીદારી કરતાં ટીમને જીતને આરે પહોંચાડી દીધી હતી. જોકે તેઓ જીત સુધી ટકી શક્યા નહતા.

લિટોન દાસના ૩૪, શબ્બીરે ૩૦ રન કર્યા

ટોસ ગુમાવ્યા બાદ બેટીંગ કરતાં બાંગ્લાદેશના બેટ્સમેનો નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા હતા. જયદેવ ઉનડકટે ૧૪ રને રમતાં સૌમ્ય સરકારને અને ત્યાર બાદ શાર્દૂલ ઠાકુરે તમીમ ઈકબાલને આઉટ કરતાં બાંગ્લાદેશનો સ્કોર ૩૫ રનમાં બે વિકેટ થઈ ગયો હતો. આ પછી શ્રીલંકા તરફથી લડત આપવાનો પ્રયાસ કરતાં લિટોન દાસે ૩૦ બોલમાં ત્રણ ચોગ્ગા સાથે ૩૪ રન ફટકાર્યા હતા. જ્યારે શબ્બીર રહમાને ૨૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૦ રન નોંધાવ્યા હતા.

બાંગ્લાદેશ

-

રન

બોલ

તમીમ કો.ઉનડકટ બો.ઠાકુર

૧૫

૧૬

સરકાર કો.ચહલ બો.ઉનડકટ

૧૪

૧૨

દાસ કો.રૈના બો.ચહલ

૩૪

૩૦

રહીમ કો.કાર્તિક બો.શંકર

૧૮

૧૪

મહમુદુલ્લાહ કો.ઠાકુર બો.શંકર

શબ્બીર કો.કાર્તિક બો.ઉનડકટ

૩૦

૨૬

મિરાઝ કો.પાંડે બો.ઉનડકટ

તસ્કીન અણનમ

આર.હોસૈન રનઆઉટ

રહમાન અણનમ

વધારાના (નોબોલ ૨, વાઈડ ૧૧,લેગબાય ૨)

૧૫

 

 

 


કુલ ૨૦ ઓવરમાં ૮ વિકેટે    ૧૩૯
વિકેટનો ક્રમ:  ૧-૨૦ (સરકાર, ૨.૪), ૨-૩૫ (તમીમ, ૪.૬), ૩-૬૬ (રહીમ, ૮.૫), ૪-૭૨ (મહમુદુલ્લાહ, ૧૦.૫), ૫-૧૦૭ (દાસ, ૧૫.૧), ૬-૧૧૮ (મિરાઝ, ૧૬.૪), ૭-૧૩૪ (શબ્બીર, ૧૮.૫), ૮-૧૩૫ (આર.હોસૈન, ૧૯.૨) બોલિંગ : ઉનડકટ  ૪-૦-૩૮-૩, સુંદર ૪-૦-૨૩-૦, શાર્દૂલ ઠાકુર ૪-૦-૨૫-૧, ચહલ ૪-૦-૧૯-૧, શંકર ૪-૦-૩૨-૨.

ભારત

-

રન

બોલ

રોહિત શર્મા બો.રહમાન

૧૭

૧૩

ધવન કો.દાસ બો.તસ્કીન

૫૫

૪૩

પંત બો.રૃબેલ

રૈના કો.મિરાઝ બો.રૃબેલ

૨૮

૨૭

પાંડે અણનમ

૨૭

૧૯

કાર્તિક અણનમ

વધારાના (બાય ૧, વાઈડ ૨,લેગબાય ૧)

 

 

 


કુલ ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટે    ૧૪૦
વિકેટનો ક્રમ:  ૧-૨૮ (રોહિત, ૩.૩), ૨-૪૦ (પંત, ૫.૧), ૩-૧૦૮ (રૈના, ૧૪.૧), ૪-૧૨૩ (ધવન, ૧૬.૪) બોલિંગ : રહમાન ૪-૦-૩૧-૧, તસ્કીન ૩-૦-૨૮-૧, રૃબેલ ૩.૪-૦-૨૪-૨   , મિરાઝ ૪-૦-૨૧-૦, સરકાર ૧-૦-૮-૦, મહમુદુલ્લાહ ૧-૦-૧૧-૦, નઝમુલ ઈસ્લામ ૨-૦-૧૫-૦.

Post Comments