Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર

- ગત વર્લ્ડ કપનું ફાઈનલ્સ ભારત વિજયી પ્રારંભ કરવા આતુર

- સવારે ૫.૩૦થી મેચ શરૃ થશે

માઉન્ટ માઉન્ગની,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

ન્યુઝીલેન્ડમાં શરૃ થયેલા અંડર-૧૯ વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત તેની પ્રથમ ગુ્રપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. દ્રવિડ જેવા અનુભવી કોચ તેમજ કેપ્ટન પૃથ્વી શૉ તેમજ વાઈસ કેપ્ટન શુભમ ગીલ જેવા ખેલાડીઓની હાજરીને કારણે ટીમ ઈન્ડિયાને વિજયી પ્રારંભની આશા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ગત વર્લ્ડકપમાંથી સિક્યોરીટીના કારણોસર ખસી જવાનો નિર્ણય લીધો હતો, જે પછી તેઓ જુનિયર ક્રિકેટની મેગા ઈવેન્ટમાં પ્રભાવ પાડવાની તૈયારી કરી રહ્યા છે. ભારતીય સમય પ્રમાણે સવારે ૫.૩૦થી મેચનો પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે ભારતીય મૂળનો જેસન સાંઘા છે, જે પણ પોતાની પ્રતિભા દેખાડવા માટે ઉત્સુક છે. સ્ટીવ વૉનો પુત્ર ઓસ્ટીન અને ઓસ્ટ્રેલિયન બોર્ડના સીઈઓ જેમ્સ સધરલેન્ડનો પુત્ર વિલ પણ સ્પર્ધામાં ઉતરવા માટે થનગની રહ્યો છે.

ભારતીય ટીમમાં સૌરાષ્ટ્રના હરવિક દેસાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમનો મદાર હિમાંશુ રાણા, અનુકુલ રોય, અભિષેક શર્મા જેવા બેટસમેનો તેમજ ઈશાન પોરેલ, શિવમ માવી, સહિતના બોલરો પર રહેશે. ભારત ત્રણ વખત અંડર-૧૯ વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે અને ભારતે છેલ્લે આ સિદ્ધિ ૨૦૧૪માં મેળવી હતી. જ્યારે ૨૦૧૬માં રમાયેલા વર્લ્ડ કપમાં ભારતનો ફાઈનલમાં પરાજય થયો હતો.  ભારતની ટીમ : પૃથ્વી શૉ (કેપ્ટન), શુભમ ગીલ (વાઈસ કેપ્ટન), અર્યન જુયલ, અભિષેક શર્મા, આર્ષદીપ સિંઘ, હરવિક દેસાઈ , મનોજ કાલરા, કમલેશ નગરકોટી, પંકજ યાદવ, રીયાન પરાગ, ઈશાન પોરલ, હિમાંશુ રાણા, અનુકુલ રોય, શિવમ માવી, શિવા સિંઘ.

Post Comments