Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉથ આફ્રિકામાં હાર્દિક પંડયા ટ્રમ્પ કાર્ડ સાબિત થશે : તેંડુલકર

- ભારતીય ટીમના અનુભવ અને સંતુલતની કસોટી થશે

- કોહલી ફોર્મ મેળવશે તો ટીમની સફળતાને કોઈ અટકાવી નહી શકે

મુંબઈ,તા.૩ જાન્યુઆરી 2018, બુધવાર

ભારતના લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકર માને છે કે, સાઉથ આફ્રિકા પ્રવાસમાં બરોડાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. તેંડુલકરે કહ્યું કે, પંડયાની હાજરીને કારણે ટીમ ઈન્ડિયાને જબરજસ્ત સંતુલન મળ્યું છે. એક સમયે કપિલ દેવની ટીમમાં જે પ્રકારે એક ઓલરાઉન્ડરની કમી દેખાતી હતી, તે કમીને હાલની ટીમમાં પુરવાનું કામ હાર્દિક પંડયા કરશે.

એક અખબાર સાથેની વાતચીતમાં સચિન તેંડુલકરે જણાવ્યું કે, સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલરો માટેની પીચ પર રમવું પડકારજનક હોય છે. ત્યાંની પરિસ્થિતિમાં ભારતીય ટીમના અનુભવ અને સંતુલનની કસોટી થશે. જોકે મને લાગે છે કે, ટીમ ઈન્ડિયા આ પડકારનો સામનો કરવા માટે સજ્જ છે. તેંડુલકરે એમ પણ કહ્યું કે, સાઉથ આફ્રિકામાં જો કોહલી સેટ થઈને સ્કોર કરવાનુ શરુ કરશે તો ટીમ ઈન્ડિયાની સફળતાને કોઈ અટકાવી નહિ શકે. કોહલીએ વધુ કંઈ નવું કરવાનું નથી. માત્ર તેની કુદરતી ગેમ રમવાની છે અને બેઝિક્સનું ધ્યાન રાખવાનું છે. જો ભારત મોટો સ્કોર કરશે તો ચોક્કસ સાઉથ આફ્રિકાને ભીંસમા મુકી શકશે.

હાલની ટીમના ભારોભાર વખાણ કરતાં સચિને કહ્યું કે, મારી ૨૪ વર્ષની કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા આટલી સંતુલિત ક્યારેય નહતી. ભારતીય ટીમમાં આ પ્રકારનું સંતુલન હાર્દિક પંડયાના કારણે આવ્યું છે. પંડયા એવો ખેલાડી છે કે, જે ૧૭-૧૮ ઓવર નાંખી શકે છે અને સાતમા કે આઠમા ક્રમે ઉતરીને ઉપયોગી બેટીંગ કરી શકે છે. આ સિરિઝ પંડયાની કારકિર્દી માટે ઘણી મહત્વની છે અને કોહલીનો મદાર તેના પર રહેશે.

Post Comments