Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાર્દિકને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ

- હાર્દિક જુનથી અત્યાર સુધી ૩ ટેસ્ટ, ૨૨ વન ડે અને ૫ ટી-૨૦ રમી ચૂક્યો છે

નવી દિલ્હી,તા.૧૦ નવેમ્બર શુક્રવાર 2017

ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામે આવતા સપ્તાહથી શરૃ થઈ રહેલી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં બરોડાના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને આરામ આપવાનો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે, અમે ભારતીય ટીમ મેનેજમેન્ટની સાથેની ચર્ચા-વિચારણા બાદ હાર્દિક પંડયાને આગામી શ્રેણીમાં આરામ આપવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને હાર્દિક પર છેલ્લા કેટલાક સમયથી વર્કલોડ વધ્યો છે અને સતત રમતાં રહેવાના કારણે તેને ઈજા થઈ શકે છે, જેના કારણે અમે આ નિર્ણય લીધો છે.

હાર્દિક પંડયા ભારતીય ટીમનો નિયમિત સભ્ય બની ચૂક્યો છે. તે જુનથી લઈને અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ, ૨૨ વન ડે અને પાંચ ટ્વેન્ટી-૨૦ મેચ રમી ચૂક્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ ઉપરાંત સ્પષ્ટતા કરી છે કે, આ સમય દરમિયાન હાર્દિક પંડયા બેંગાલુરુ ખાતેના નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે સ્ટ્રેન્થ કન્ડિંશનિંગની ટ્રેનિંગ મેળવશે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૃ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી પંડયા ભારત તરફથી ૩૦ મેચ રમી ચૂક્યો છે. તેણે વન ડે ક્રિકેટમાં ૧૪૭.૨ ઓવર નાંખી છે, જેટલી બીજા કોઈએ નાંખી નથી.

ભારતને શ્રીલંકા સામે ત્રણ વનડે અને ત્રણ ટ્વેન્ટી-૨૦ મેચ પણ રમવાની છે. આ પછી ભારત આવતા વર્ષના પ્રારંભે સાઉથ આફ્રિકા પ્રવાસે જવાનું છે, જ્યાં હાર્દિક પંડયા જેવો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ઉપયોગી સાબિત થઈ શકે છે અને આ જ કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેને આરામ આપવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે.

Post Comments