Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુલદીપની સફળતાનો શ્રેય ભૂતપૂર્વ કોચ કુમ્બલેને મળવો જોઈએ : રૈના

- કુમ્બલેએ આઇપીએલમાં પણ કુલદીપને માર્ગદર્શન આપ્યું છે

મુંબઈ,તા.૧૨ ગુરુવાર ઓક્ટોબર 2017

છેલ્લા કેટલાક સમયથી ભારતીય પસંદગીકારોની ઉપેક્ષા સહન કરી રહેલા ટ્વેન્ટી-૨૦ના સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન સુરેશ રૈનાએ કહ્યું છે કે, ભારતીય સ્પિનર કુલદીપ યાદવની સફળતાનો શ્રેય ભૂતપૂર્વ કોચ અનિલ કુમ્બલેને મળવો જોઈએ. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોમાં ભય સર્જનારા ભારતના ચાઈનામેન સ્પિનરને તૈયાર કરવામાં અનિલભાઈએ અંગત રસ લઈને કામ કર્યું હતુ અને તેમની મહેનત હવે રંગ લાવી રહી છે.

કુમ્બલેને કેપ્ટન કોહલી સાથેના મતભેદો બાદ કોચ તરીકે રાજીનામું આપવું પડયું હતુ. જે પછી નવા કોચ શાસ્ત્રી તેમજ કેપ્ટન કોહલીએ ભૂતપૂર્વ કોચ કુમ્બલેના યોગદાન તેમજ તેના કાર્યકાળની સફળતાને હાઈલાઈટ કરીને તેના કામની સરાહના કરવાનો પ્રયાસ સુદ્ધા કર્યો નથી. ૨૨ વર્ષના ચાઈનામેન સ્પિનર કુલદીપે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમા હેટ્રિક ઝડપી હતી અને તે કપિલદેવ બાદ વન ડેમાં હેટ્રિક ઝડપનારો સૌપ્રથમ ભારતીય બોલર બન્યો હતો.  રૈનાએ કહ્યું કે, મારી આઈપીએલ દરમિયાન કુલદીપ સાથે વાત થતી તો તે કહેતો કે તે નિયમિત રીતે અનિલભાઈના સંપર્કમાં રહે છે અને તેમની પાસેથી ટીપ્સ પણ મેળવે છે. તેને ખરેખર તો અનિલભાઈએ તૈયાર કર્યો છે. તેણે આઇપીએલમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર બ્રેડ હોગની સાથે અસરકારક દેખાવ કરી બતાવ્યો હતો. તેણે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બધુ જ બદલી નાંખ્યું હતુ.

કોહલી-કુમ્બલેના વિવાદના મૂળમાં કુલદીપ ?

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ કોહલી અને કુમ્બલેમાં ટકરાવના અહેવાલ વહેતા થયા હતા. જોકે આ બધાના મૂળમાં કુલદીપ યાદવ હોવાનું મનાય છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલુ વર્ષના પ્રારંભે રમાયેલી ટેસ્ટ શ્રેણીની ચોથી અને આખરી ટેસ્ટમાં કોહલી ઈજાના કારણે રમ્યો નહતો અને તે ટેસ્ટ કુલદીપની પ્રથમ ટેસ્ટ બની હતી. ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, કુમ્બલેએ ટીમમાં કુલદીપને સમાવવાનો નિર્ણય લીધો તે અંગે કોહલી અજાણ હતો અને આ જ બાબત વિવાદનું કેન્દ્ર બની હતી. જોકે કુમ્બલેનો નિર્ણય ભારતીય ક્રિકેટના હિતમાં હતો અને કુલદીપે પ્રથમ ઈનિંગમાં ૬૮ રનમાં ચાર વિકેટ ઝડપતાં ભારત આખરે ૮ વિકેટથી ટેસ્ટ જીત્યું હતુ. આ ટેસ્ટમાં રહાણે કેપ્ટન હતો અને ભારત આ ટેસ્ટ જીતતા ૨-૧થી શ્રેણી વિજેતા બન્યું હતુ.

યો યો ટેસ્ટમાં નિષ્ફળ રહેવા અંગે રૈનાનું મૌન

ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માટે તમામ ખેલાડીઓએ ફિટનેસ માટેનો વિશિષ્ટ 'યો યો' ટેસ્ટ પાસ કરવો ફરજીયાત બની ગયો છે. અશ્વિને જાહેરાત કરી હતી કે, તેણે બેંગ્લોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમીમાં આ ટેસ્ટ પસાર કરી લીધો છે. જોકે રૈના આ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હોવાની અટકળો ચાલી રહી છે. રૈનાએ જ્યારે પુછવામાં આવ્યું કે શું તે ફિટનેસ માટેના 'યો યો' ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો છે ? ત્યારે તેણે જવાબમાં કહ્યું કે, આ સવાલ તમે ભારતીય ક્રિકેટ બોર્ડને પુછી શકો છો.

Post Comments