Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દવિન્દર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાલા ફેંકની ફાઈનલમાં ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય

- ત્રીજા અને આખરી થ્રોમાં ૮૪.૨૨ મીટર દૂર થ્રો કરીને નિર્ણાયક મુકાબલામાં એન્ટ્રી મેળવી

- જુનિયર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર-ચેમ્પિયન નીરજ ચોપરા ફાઈનલમાં પ્રવેશી ન શક્યો

લંડન, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

લંડનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટ્કિસ ચેમ્પિયનશીપમાં ભારતના દવેન્દર સિંઘ કાંગે જેવલીન થ્રો (ભાલા ફેંક) ઈવેન્ટની ફાઈનલમાં ક્વોલિફાય થઈને ઈતિહાસ રચી દીધો હતો. દવિન્દરે તેના ત્રીજા અને આખરી થ્રોમાં જેવલીનને ૮૪.૨૨ મીટર દૂર ફેંકતા ફાઈનલ માટે ક્વોલિફાય થવા જરુરી ૮૩ મીટરના ક્વોલિફાઈંગ માર્કને પાર કર્યો હતો. આ સાથે તે ભારતનો એવો પહેલો જેવલીન થ્રોઅર બની ગયો હતો, જે વર્લ્ડ એથ્લેટિક્સની ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો. ભારતનો જુનિયર લેવલનો વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરા ફાઈનલમાં પણ ક્વોલિફાય કરી શક્યો નહતો અને તેનો શ્રેષ્ઠ દેખાવ ૮૨.૨૬ મીટરનો રહ્યો હતો.

મેન્સ જેવલીન થ્રોના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં નીરજ ચોપરાના બીજા થ્રોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે દવિન્દર કાંગે બી ગુ્રપમાં શાનદાર દેખાવ કરતાં પાંચમા ક્રમના એથ્લીટ તરીકે ક્વોલિફાય કર્યું હતુ. દવિન્દરે શરૃઆતના બે થ્રોમાં અનુક્રમે ૮૨.૨૨ મીટર અને ૮૨.૧૪ મીટરનું અંતર હાસંલ કર્યું હતુ. જે પછી આખરી અને નિર્ણાયક થ્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં ૮૪.૨૨ મીટરના અંતર સાથે ઈતિહાસ રચ્યો હતો.

શ્રીલંકાનો હરિફ દવિન્દર માટે ફિઝીયો બન્યો
ભારતના દવિન્દર સિંઘ કાંગે વર્લ્ડ એથ્લેટિક્સની જેવલીન થ્રોની ફાઈનલમાં પ્રવેશનારા ભારતીય ખેલાડી તરીકેની સિદ્ધિ મેળવી તેનો શ્રેય તેના શ્રીલંકન હરિફ વારુના રાન્કોથ પેડીગેને જાય છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સાથે હોવાના કારણે કાંગ અને વારુના એકબીજાના દોસ્ત બની ગયા છે. દવિન્દર શરૃઆતની બે તકમાં પ્રભાવ પાડી શક્યો નહતો. હવે તેની પાસે છેલ્લો અને કરો યા મરો થ્રો હતો. જ્યારે વારુના સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયો હતો. દવિન્દરના ખભામાં સોજો આવી ગયો હતો. તેણે વારુના પાસે જઈને તેનો ખભો દબાવી આપવા જણાવ્યું હતુ. વારુનાએ ખેલદિલીપૂર્વક તેના મિત્રની મદદ કરી હતી અને આ પછી દવિન્દર તેના આખરી થ્રોમાં ૮૪.૨૨ મીટરનું અંતર હાંસલ કરીને ફાઈનલમાં ક્વોલિફાય થયો હતો અને આ પછી તે સીધો વારુના પાસે ગયો હતો અને તેનો આભાર માન્યો હતો.

ભારતના જેવલીન થ્રોઅર્સ પાંચ મહિનાથી કોચ વિના જ પ્રેક્ટિસ કરે છે!
ભારતના નીરજ ચોપરાને જેવલીન થ્રોમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયન તેમજ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બનાવવામાં ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી ખેલાડી ગેરી કાલ્વેર્ટની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી. ભારતીય જેવલીન થ્રોઓર્સને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવનારા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કોચ ગેરીએ ચાલુ વર્ષે જ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવીને ૨૦૨૦ સુધીનો કરવા તેમજ તેમને અન્ય કેટલીક સુવિધા આપવા રજુઆત કરી હતી. જોકે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ગેરી કાલ્વેર્ટની વારંવારની રજુઆતો તરફ ધ્યાન ન આપતાં આખરે તેઓ ૯ એપ્રિલ, ૨૦૧૭ના રોજ રાજીનામું આપી દીધું હતુ. તેમના રાજીનામાના પત્રનો જવાબ આપવા સુદ્ધાંનો વિવેક સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા કે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ દાખવ્યો નહતો. આ પછી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ તેમને અનપ્રોફેશનલ ગણાવ્યા હતા. એપ્રિલમાં તેમની વિદાય બાદ ભારતીય જેવલીન થ્રોઅર્સ પાસે કોચ જ નથી. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ફાઈનલમાં પણ ન પહોંચી શકેલા આશાસ્પદ એથ્લીટ નીરજ ચોપરાએ બળાપો ઠાલવતા કહ્યું હતુ કે, આશા રાખું છું કે, અમને જલ્દી કોચ મળશે અને અમે તેમની સાથે બેસીને અમારી નબળાઈ દૂર કરી શકીશું.

Post Comments