Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધોની-શ્રીનિવાસનના ઈશારે મારી ચીફ સિલેક્ટર તરીકે હકાલપટ્ટી થઈ હતી

- ભૂતપૂર્વ કેપ્ટન વેંગસરકરનો સનસનાટીભર્યો આક્ષેપ

- ૨૦૦૮માં કોહલીની તરફેણ કરી તે ધોની-શ્રીનિવાસનને ગમ્યું નહતું

- ધોની-શ્રીનિવાસનનું જૂથ કોહલીના સ્થાને ચેન્નાઈના બદ્રીનાથને પ્રમોટ કરવા ઈચ્છતું હતુ

નવી દિલ્હી , તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

વર્ષ ૨૦૦૮માં મેં ચેન્નાઈના બદ્રીનાથના સ્થાને ભારતીય ટીમમાં કોહલીને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેનાથી તે સમયનો કેપ્ટન ધોની અને બોર્ડના સેક્રેટરી એન.શ્રીનિવાસન ખુશ નહતા. આ કારણે આગળ જતાં ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર તરીકે મારી હકાલપટ્ટી કરવામાં આવી હતી. વેંગસરકરે એમ પણ જણાવ્યું છે કે, તેઓ એસ.બદ્રીનાથને પ્રમોટ કરવા ઈચ્છતાં હતા. જ્યારે મારો ભરોસો કોહલીમાં હતો. વેંગસરકરે ૨૦૦૮ના શ્રીલંકા પ્રવાસ માટેની ટેસ્ટ-વન ડે ટીમની પસંદગી કરી ત્યારે તેઓ ઈચ્છતા હતા કે, કોહલીને વન ડેમાં તક આપવામાં આવે. જોકે તે સમયના કેપ્ટન ધોની અને કોચ ગેરી કર્સ્ટનને આ વિચાર ગળે ઉતર્યો નહતો.

ધોનીને કેપ્ટન તરીકે દૂર કરવાની ભલામણ કરવા બદલ મોહિન્દર અમરનાથને શ્રીનિવાસને સિલેક્ટશન પેનલમાંથી કાઢી મૂક્યા હતા. હવે વેંગસકરને જણાવ્યું છે કે, કોહલીને પ્રમોટ કરવા બદલ મારે પણ ચીફ સિલેક્ટર તરીકેનું સ્થાન ગુમાવવું પડયું હતુ. મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં વેંગસરકરે કહ્યું કે, ભારતને અંડર-૧૯ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવનારા કોહલીને ૨૦૦૮માં શ્રીલંકા પ્રવાસ ખેડનારી ભારતીય ટીમમાં સામેલ કરવાનો મારો સતત આગ્રહ હતો. જોકે આ કારણે આગળ જતાં મારે ચીફ સિલેક્ટરનું સ્થાન ગુમાવવું પડયું હતુ. હું ઈચ્છતો હતો કે, કોહલીને વન ડેમાં તક મળી જાય પણ મારા વિચારને કેપ્ટન ધોની કે કોચ કર્સ્ટને સ્વીકાર્યો નહતો.

બદ્રીનાથને બદલે કોહલીની પસંદગી થતાં શ્રીનિવાસન અકળાઈ ઉઠયા

વેંગસરકરે કહ્યું કે, ૨૦૦૮માં ચીફ સિલેક્ટર તરીકે મને લાગ્યું કે આ સમય કોહલીને ટીમમાં સમાવવા માટે યોગ્ય છે. મારા નિર્ણયની સાથે ચારેય સિલેક્ટરો સહમત હતા, પણ કેપ્ટન ધોની અને કોચ કર્સ્ટનનો મત અમારાથી તદ્દન વિપરિત હતો. આ પછી મેં ભારપૂર્વક કહ્યું કે, કોહલીને હું રમતા જોઈ ચૂક્યો છું અને આપણે તેને ટીમમાં સામેલ કરવો જ જોઈએ. હું અંદરખાને જાણતો હતો કે, તેઓ ટીમમાં એસ. બદ્રિનાથને જાળવી રાખવા ઈચ્છતા હતા, કારણ કે તે ચેન્નાઈ સુપર કિંગ્સનો ખેલાડી હતો.

જો કોહલીનો સમાવેશ થાય તો કોહલીને પડતો મૂકવો પડે. તે સમયે શ્રીનિવાસન બીસીસીઆઇના ટ્રેઝરર હતા. બદ્રીનાથને પડતો મૂકવામાં આવતા શ્રીનિવાસન અકળાઈ ઊઠયા હતા,કારણ કે તે તેમનો (ચેન્નાઈનો) ખેલાડી હતો. વેંગસરકરના સ્થાને શ્રીકાંતને ચીફ સિલેક્ટર બનાવાયો હતો.

બદ્રીનાથના મામલે શ્રીનિવાસને મારી પાસે ખુલાસો માંગ્યો

વેંગસકરે ઉમેર્યું કે, જ્યારે અમે બદ્રીનાથને પડતો મૂક્યો ત્યારે શ્રીનિવાસને મારી પાસે ખુલાસો માગતા કહ્યું કે, બદ્રીનાથને શા માટે પડતો મૂકવામાં આવ્યો હતો. મેં જવાબ આપ્યો કે, ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ઈમર્જિંગ પ્લેયર્સની ટુર્નામેન્ટમાં મેં કોહલીને રમતા જોયો છે. તે ખરેખર વિશિષ્ટ ખેલાડી છે, જેના કારણે તેને ટીમમાં સમાવવામાં આવ્યો છે. જવાબમાં શ્રીનિવાસને કહ્યું કે, બદ્રીનાથે તમિલનાડુ માટે ૮૦૦થી વધુ રન ફટકાર્યા છે. તેમની દલીલ સામે મેં કહ્યુ કે, બદ્રીનાથને પણ તેની તક મળશે.

શ્રીનિવાસને ફરી કહ્યું કે, બદ્રીનાથની ઉંમર ૨૯ વર્ષની થઈ ગઈ છે. તેને ક્યારે તક મળશે ? જેના જવાબમાં મેં કહ્યું કે, તેને ક્યારેય તક મળશે તે હું હાલ તો ન કહી શકું.આ પછી બીજા જ દિવસે શ્રીનિવાસન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીકાંતને લઈને બોર્ડના પ્રમુખ શ્રીનિવાસન પાસે પહોંચી ગયા અને આ રીતે ચીફ સિલેક્ટર તરીકેના મારા કાર્યકાળનો અંત આવ્યો.

કારકિર્દીના પ્રારંભમાં કોહલી અને બદ્રીનાથનું પર્ફોમન્સ

શ્રીનિવાસનના દબાણને કારણે આખરે ૨૦૦૮ના શ્રીલંકા પ્રવાસ માટેની ટીમમાં કોહલી અને બદ્રીનાથને સામેલ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં બદ્રીનાથને બીજી વન ડેમાં તક આપવામાં આવી હતી. તે ત્રણ મેચો રમ્યો હતો, જેમાં તેણે અનુક્રમે અણનમ ૨૭, ૬ અને ૬ સ્કોર કર્યો હતો. જ્યારે કોહલીને તે પ્રવાસની પહેલી જ વન ડેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રવેશ મળ્યો હતો અને તેણે પાંચેય મેચમાં અનુક્રમે ૧૨, ૩૭, ૨૫, ૫૪ અને ૩૧ રન કર્યા હતા.

Post Comments