Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બરોડાએ હરિયાણાને હરાવ્યું, પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પરાજય

- વિજય હઝારે ટ્રોફી વન ડે

હૈદરાબાદ/બેંગાલુરુ,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

વિજય હઝારે ટ્રોફી વન ડે ટુર્નામેન્ટની મેચમાં ગઈકાલે બરોડાએ હરિયાણાને ૫૧ રનથી પરાજય આપ્યો હતો. આ સાથે બરોડા ગુ્રપ એમાં બે મેચમાંથી એક જીત અને એક હાર સાથે ચાર પોઈન્ટ મેળવીને સંયુક્તપણે પંજાબની સાથે બીજા ક્રમે છે. હવે આવતીકાલે તેમની અને પંજાબ વચ્ચે મુકાબલો ખેલાવાનો છે. જોકે ગુજરાતને ગઈકાલે રમાયેલ મેચમાં મધ્યપ્રદેશ સામે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે સૌરાષ્ટ્રને ગઈકાલે જમ્મુ-કાશ્મીર સામે અને આજે હૈદરાબાદ સામે પરાજય સહન કરવો પડયો હતો.

પ્રેરક માંકડની સતત બે મેચમાં અડધી સદી
સૌરાષ્ટ્રને હૈદરાબાદ સામે ૪ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. આ મેચમાં પ્રેરક માંકડે ૬૨ (૬૩ બોલ, ૫ ચોગ્ગા, ૨ છગ્ગા) તેમજ સમર્થ વ્યાસે ૫૭ (૬૮ બોલ,૫ ચોગ્ગા, ૩ છગ્ગા) અને અર્પિત વસાવડાએ ૪૯ રન કરતાં સૌરાષ્ટ્રે ૭ વિકેટે ૨૭૭ રન કર્યા હતા. સિરાજે ૩ વિકેટ ઝડપી હતી. હૈદરાબાદે પી.રેડ્ડીએ ૯૪, કેપ્ટન રાયડુએ ૭૬ની મદદથી ૪૯.૩ ઓવરમાં ૨૭૮ રન કરતાં મેચ જીતી હતી. સૌરાષ્ટ્ર તરફથી શૌર્ય સાણંદિયા-ધર્મેન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી.ગઈકાલે રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રને જમ્મુ-કાશ્મીરે ૬ વિકેટથી હરાવ્યું હતુ. અર્પિત વસાવડાના ૬ છગ્ગા અને ૧ ચોગ્ગા સાથે ૫૦ બોલમાં અણનમ ૮૫ તેમજ પ્રેરક માંકડના ૪૮ બોલમાં ૫ ચોગ્ગા અને બે છગ્ગા સાથેના ૬૭ની મદદથી સૌરાષ્ટ્રે ૬ વિકેટે ૨૬૭ રન કર્યા હતા. જવાબમાં જમ્મુ-કાશ્મીરે પરવેઝ રસૂલના અણનમ ૬૭, બાન્ડીના ૬૫ની મદદથી ૪૯ ઓવરમાં ૪ વિકેટે ૨૬૯ રન કરતાં મેચ જીતી લીધી હતી.

વિષ્ણુ સોલંકીના ૬૭, સ્વપ્નિલ સિંઘની ૩ વિકેટ
બરોડાની હરિયાણા સામેની જીતમાં વિષ્ણુ સોલંકી અને સ્વપ્નિલ સિંઘે અસરકારક દેખાવ કર્યો હતો. બરોડાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૫૦ રન કર્યા હતા. જેમાં વિષ્ણુ સોલંકીના ૭૦ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેના ૬૭ રન મુખ્ય હતા. કેપ્ટન દીપક હૂડાએ ૪૪ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૪૬ રન તેમજ અતીત શેઠ અને આદિત્ય વાઘમોડેએ ૩૧-૩૧ રન કર્યા હતા. અમિત મિશ્રાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં સ્વપ્નિલ સિંઘે ૪૨ રનમાં ત્રણ તેમજ લુકમાન મેરીવાલા અને દીપક હૂડાએ ૨-૨ વિકેટ ઝડપતાં હરિયાણા ૧૯૯માં ખખડયું હતુ, જેમાં રોહીલાના ૬૧ અને જે.યાદવના ૫૫ રન મુખ્ય હતા.

પ્રિયાંક, રુજુલ અને ધુ્રવની અડધી સદી જીતાડી ન શકી
ગુજરાતને ગઈકાલે રમાયેલી મેચમાં ૪ વિકેટથી મધ્ય પ્રદેશે હરાવ્યું હતુ. ગુજરાત તરફથી કેપ્ટન પ્રિયાંક પંચાલે ૭૫ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૬૫, રુજુલ ભટ્ટે ૫૬ તેમજ ધુ્રવ રાવલે ૫૧ રન કર્યા હતા, પણ મીડલ- લો ઓર્ડરના ધબડકા બાદ ટીમ ૨૪૮માં ખખડી ગઈ હતી. મધ્યપ્રદેશે હરપ્રીત સિંઘના ૭૬, રમીઝના ૭૫ની મદદથી ૪૫ ઓવરમાં ૬ વિકેટે ૨૫૩ રન કર્યા હતા. ચાવલાએ ત્રણ અને ચિંતન ગજાએ બે વિકેટ ઝડપી હતી.

Post Comments