Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેડમિંટનમાં ભારતનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજય

એલોર સેતાર (મલેશિયા ),તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

એશિયન ટીમ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમને ક્વાર્ટર ફાઈનલમાં આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે ભારતના પડકારનો અંત આવી ગયો છે. આજે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ભારતની મેન્સ ટીમને ચીને ૧-૩થી પરાજય આપ્યો હતો. જ્યારે ભારતની વિમેન્સ ટીમને ઈન્ડોનેશિયા સામે ૧-૩થી જ હાર સહન કરવી પડી હતી. નોંધપાત્ર છે કે, ઈજામાંથી રિકવર થઈ રહેલી સાયના નેહવાલ એશિયન ટીમ ચેમ્પિયનશીપમાં રમવા ઉતરી નહતી.

વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ઈન્ડોનેશિયા સામે સિંધુએ ભારતને વિજયી શરૃઆત અપાવી હતી. સિંધુએ ઈન્ડોનેશિયાની ફાનેટ્રીને ૨૧-૧૩, ૨૪-૨૨થી પરાજય આપ્યો હતો. જોકે આ પછી ભારત ત્રણેય મેચ હારી ગયું હતુ. ભારતની મેન્સ ટીમ પણ ખાસ પ્રભાવ પાડી શકી નહતી. ભારતના કિદામ્બી શ્રીકાંતે પ્રથમ સિંગલ્સમાં શાનદાર દેખાવ કરતાં ૧૪-૨૧, ૨૧-૧૬, ૨૧-૭થી શી યુકીને હરાવ્યો હતો. જોકે ચીનના હે જિટિંગ અને તાન કીએંગની જોડી સામે ભારતના સાત્વિકસાઈરાજ અને ચિરાગનો ૨૧-૧૭, ૨૧-૧૮થી પરાજય થયો હતો.આ પછી કીઓ બીન સામે ભારતના સાઈ પ્રણિતને ૨૧-૯, ૧૧-૨૧, ૧૭-૧૨થી હારનો સામનો કરવો પડયો હતો. આખરે હાન ચેંગ્કી અને ઝોઉની જોડીએ ૨૧-૧૪, ૧૯-૨૧, ૧૪-૨૧થી મનુ અત્રી અને સુમિત રેડ્ડીને પરાજય આપતાં ભારત બહાર ફેંકાયું હતુ.

Post Comments