Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૪ ગોલ્ડ સાથે મેડલ ટેબલમાં જર્મની મોખરે

- વિન્ટર ઓલિમ્પિક્સ : રશિયાની ૧૫ વર્ષીય એલિનાને સિલ્વર મેડલ

- રશિયન સ્કેટર વિન્ટર ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારી બીજા ક્રમની સૌથી યુવા મેડાલિસ્ટ

પ્યોંગચેંગ, તા. ૧૨ ફેબ્રુઆરી 2018, સોમવાર

દક્ષિણ કોરિયાના પ્યોંગચેંગ ખાતે યોજાઇ રહેલી વિન્ટર ઓલિમ્પિક્સના ચોથા દિવસે રશિયાની ૧૫ વર્ષીય ફિગર સ્કેટર એલિના ઝેગિટોવા છવાઇ હતી. ઝેગિટોવાને ભલે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હોય પણ તેણે તેના શાનદાર પ્રદર્શથી પ્રભાવ પાડયો હતો. વિન્ટર ઓલિમ્પિક્સની લેડિઝ ફ્રી ટીમ ઇવેન્ટ સાથે ઝેગિટોવાએ ઓલિમ્પિક્સમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં રશિયાને સિલ્વર જ્યારે કેનેડાને ગોલ્ડ અને અમેરિકાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ૨૦૦૨માં જન્મેલી ઝેગિટોવા હવે વિમેન્સ ઇન્ડિવિડયુઅલ ઇવેન્ટમાં પણ ભાગ લેવાની છે. ગત મહિને તેણે યુરોપિયન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. જોકે, વિન્ટર ઓલિમ્પિક્સમાં સૌથી નાની વયે મેડલ જીતવાનો રેકોર્ડ કોરિયાની કિમ યુનને નામે છે. તેણે માત્ર ૧૩ વર્ષ ૮૫ દિવસની ઉંમરે વિન્ટર ઓલિમ્પિક્સમાં મેડલ  જીત્યો હતો. સૌથી યુવા વયે વિન્ટર ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનો રેકોર્ડ લિયુ લુયાંગને નામે છે. ચીનની લુયાંગે ૧૯૮૮માં વિન્ટર ઓલિમ્પિક્સમાં ભાગ લીધો ત્યારે તેની ઉંમર ૧૧ વર્ષ ૨૫૬ દિવસ હતી.

૧૭૭ નોરોવાયરસના  કેસ નોંધાયા
ઓલિમ્પિક્સની આયોજન સમિતિએ પુષ્ટિ કરી છે કે વિન્ટર ઓલિમ્પિક્સમાં ૧૭૭ નોરોવાયરસના કેસ નોંધાયા છે. અલબત્ત, કોઇ પણ એથ્લિટ કે તેમના પ્રતિનિધિ મંડળના સભ્ય આ વાયરસની ઝપેટમાં આવ્યા નથી. નોરોવાયરસથી વોમિટિંગ અને ડાયેરિયા થતો હોય છે. અત્યારસુધી નોંધાયેલા ૧૭૭ કેસમાંથી ૬૮ હવે આ વાયરસમાંથી સંપૂર્ણ મુક્ત થઇ ચૂક્યા છે. શુક્રવારે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આ વાયરસ વકર્યો હતો. આ વાયરસ પાણીથી વધારે ફેલાતો હોય છે.

મેડલ ટેબલ

રેન્ક

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રોન્ઝ

જર્મની

૦૪

૦૧

૦૨

નેધરલેન્ડ્સ

૦૩

૦૨

૦૨

નોર્વે

૦૨

૦૪

૦૩

કેનેડા

૦૨

૦૪

૦૧

અમેરિકા

૦૨

૦૧

૦૧



વિન્ટર ઓલિમ્પિક્સથી દ.કોરિયા દેવાના ડુંગર હેઠળ આવશે
દક્ષિણ કોરિયા વિન્ટર ઓલિમ્પિક્સની યજમાની કરી રહ્યું છે ત્યારે ત્યાંના મોટાભાગના અર્થશાસ્ત્રીઓમાં તેની સામે નારાજગી જોવા મળી રહી છે. અર્થશાસ્ત્રી એન્ડ્રુ ઝિમ્બાલિસ્ટે જણાવ્યું હતું કે, 'વિન્ટર ઓલિમ્પિક્સનો ખર્ચ ૧૩ બિલિયન ડોલરને વટાવી ચૂક્યો છે. વિન્ટર ઓલિમ્પિક્સ યોજવાથી દક્ષિણ કોરિયાને કમસેકમ ૧૦ બિલિયન ડોલરનું નુકસાન થશે. વિન્ટર ઓલિમ્પિક્સ છતાં ટૂરિઝમ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં હજુ સુધી ખાસ વધારો થયો નથી. '

Post Comments