Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આદિત્ય વાઘમોડેના ૧૩૮ : મુંબઈના ૧૭૧ સામે બરોડાના ૪ વિકેટે ૩૭૬

- દીપક હૂડાના ૭૫, સ્વપ્નિલ સિંઘના ૬૩* અને વિષ્ણુ સોલંકીના ૫૪

- મુંબઈની ૫૦૦મી મેચમાં બરોડાની ૨૦૫ રનની સરસાઈ

મુંબઈ,તા.૧૦ નવેમ્બર શુક્રવાર 2017

અતીત શેઠ અને લુકમાન મેરીવાલાની પાંચ-પાંચ વિકેટ બાદ આદિત્ય વાઘમોડેએ ૧૩૮ રનની મેરેથોન ઈનિંગ રમતાં બરોડાએ મુંબઈની ૫૦૦મી મેચમાં પ્રથમ ઈનિંગમાં ૨૦૫ રનની સરસાઈ મેળવી લીધી હતી અને હજુ તેમની છ વિકેટ સલામત પણ છે. વાનખેડેમાં શરૃ થયેલી રણજી મેચમાં બરોડાએ અસાધારણ દેખાવ કરતાં મુંબઈ પર રીતસર પ્રભુત્વ સ્થાપિત કરી દીધું છે. આદિત્ય વાઘમોડેનો સાથ આપતાં કેપ્ટન દીપક હૂડાએ ૭૫, સ્વપ્નિલ સિંઘે ૬૩* અને વિષ્ણુ સોલંકીએ ૫૪ રન ફટકાર્યા હતા. મુંબઈના પ્રથમ ઈનિંગના ૧૭૧ના સ્કોર સામે બરોડાએ બીજા દિવસની રમતના અંતે પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટે ૩૭૬ રન ફટકાર્યા હતા. આદિત્ય વાઘમોડેએ ગઈકાલના ૧૫ના સ્કોરથી આજે બીજા દિવસે તેની ઈનિંગને આગળ ધપાવી હતી. શરૃઆતની ધીમી રમત બાદ આદિત્યએ ધીરે ધીરે સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતુ. આદિત્યએ ૪૩૨ મિનિટ બેટીંગ કરતાં ૩૦૯ બોલનો સામનો કર્યો હતો અને ૧૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૩૮ રન ફટકાર્યા હતા. વિષ્ણુ સોલંકીએ ૮૬ બોલમાં ૯ ચોગ્ગા સાથે૫૪ રન કર્યા હતા અને તે શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. આદિત્ય વાઘમોડે અને કેપ્ટન દીપક હૂડાની જોડીએ ૧૪૦ રન જોડયા હતા.હૂડાએ ૧૧૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૫ છગ્ગા સાથે ૭૫ રન ફટકાર્યા હતા. આ પછી વાઘમોડે અને સ્વપ્નિલ સિંઘની જોડીએ ૧૦૫ રનની ભાગીદારી ચોથી વિકેટમાં કરી હતી. વાઘમોડેની ક્લાસિક ઈનિંગનો અંત આખરે શ્રેયસ ઐયરે આણ્યો હતો. જોકે સ્વપ્નિલ સિંઘે લડત જારી રાખતાં ૧૩૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે નોટઆઉટ ૬૩ રન ફટકાર્યા હતા, તેની સાથે અભિજીત કારામ્બેલ્કર ૮ રને નોટઆઉટ હતો.

Post Comments