Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોપ્સીટર્વી - અજિત પોપટ

દાખલો ખોટો બેસે છે, બોસ...!

વાત બહુ જૂની નથી. ૨૦૧૬ના ડિસેંબર-જાન્યુઆરીમાં સરહદી રાજ્ય જમ્મુ કશ્મીરમાં ભીષણ પૂર આવ્યાં હતાં. રાજ્ય સરકાર પૂરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવામાં સરિયામ નિષ્ફળ નીવડી હતી. પાકિસ્તાનનાં બગલબચ્ચાં જેવી વિભાજનવાદી યાસીન મલિક એન્ડ કંપની સ્તબ્ધ બનીને સિનારિયો જોઇ રહી હતી.

એવા વિકટ સમયે દિવસ-રાત કે સાંબેલાધાર વરસાદની ચિંતા કર્યા વિના ભારતીય લશ્કરના જવાનો કશ્મીરી પ્રજાની વહારે ચડયા હતા. દુનિયા આખીએ વિવિધ ટીવી ચેનલો પર ભારતીય લશ્કરની આ મૂગી સેવા નિહાળી અને મુક્ત મને બિરદાવી હતી.

જમ્મુ કશ્મીરની પ્રજા માટે લશ્કરી જવાનોની હાજરી નવી નથી. લગભગ છેલ્લા એક દોઢ દાયકાથી ભારતીય લશ્કર કશ્મીરમાં છે અને આતંકવાદીઓના હાથવાટકા જેવા બની રહેલા યુવાનોને ફરી સાચા માર્ગ પર લાવવા કટિબદ્ધ છે.

ક્યારેક કોઇ અટકચાળો યુવાન જવાનો કે પોલીસના ગોળીબારમાં માર્યો જાય ત્યારે કશ્મીરી મિડિયા ભારતીય લશ્કર પર માછલાં ધૂએ છે. સતત અન્ય પોલિટિકલ પાર્ટીની સહાયથી રાજ્યમાં સત્તા ભોગવતી મહેબૂબા મુફ્તીની સરકારે બેશક, પાકિસ્તાનના ઇશારે ભારતીય લશ્કરના જવાનો સામે કાયદેસરનો કેસ કર્યો છે. એ વિશે વધુ વાત કરીએ એ પહેલાં એક મુદ્દો સ્પષ્ટ થવો ઘટે છે.

દુનિયાભરના દેશોમાં લશ્કરનું કામ સીમાડા સાચવવાનું અને કુદરતી આપત્તિ ટાણે જે તે સરકારને રાહતકાર્યમાં મદદ કરવાનું છે. ભારતીય લશ્કર પર બીજી કેટલીક ફરજો સત્તાલાલચુ નેતાલોગે ઠોકી બેસાડી છે. હવે  ઠોકી બેસાડેલી ફરજો લગભગ રોજની થઇ પડી છે.

ભારતના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અત્યંત શિસ્તબદ્ધ અને ફરજપરસ્ત હોવાથી ના પાડતા નથી. ચૂંટણી ટાણે સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવવી અને કોમી હુલ્લડ જેવા પ્રસંગોએ પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળ ન થાય ત્યારે અશાંત વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરીને ધાક બેસાડવી જેવી ફરજો લશ્કરના જવાનો માટે ફરજિયાત હોઇ શકે નહીં.

જમ્મુ કશ્મીરમાં ૧૯૮૦ના દાયકાની આખરથી અશાંતિ છે. પાકિસ્તાનના પીઠ્ઠુ જેવા ગૂમરાહ બેકાર જુવાનો પાંચ પચીસ રૃપિયા માટે પોલીસ અને જવાનો પર પથ્થરમારો કરે છે. સિક્યોરિટી દળો સ્વબચાવમાં ક્યારેક વળતો ગોળીબાર કરે ત્યારે બે ચાર યુવાનો ઢળી પડે. તરત કહેવાતા સેક્યુલરો અને પાકિસ્તાનના પગારદાર વિભાજનવાદીઓ માનવ અધિકારની જમાના જૂની રેકર્ડ વગાડવા માંડે. હવે તો લશ્કરી જવાનો સામે કાયદેસરનો કેસ દાખલ કર્યો છે.

લશ્કરના જવાનોનો કોઇ માનવ અધિકાર નહીં ? રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા આતંકવાદીઓને ખાળવામાં નિષ્ફળ ગઇ છે માટે લશ્કરની સહાય લેવાની ફરજ પડી છે. એ હકીકત પ્રત્યે આંખ આડા કાન કરીને હવે લશ્કરના જવાનોને હેરાન કરવાનો કારસો રચાયો છે.

એ તો ભારત ભાગ્યશાળી છે. સદ્ગત ફિલ્ડ માર્શલ સામ બહાદૂર (માણેકશા)એ કહેલું કે ભારતીય લશ્કરમાં વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ છે એટલે એ કદી બળવો નહીં કરે... ઇસ્લામી દેશો કે અમેરિકા યૂરોપ જેવા દેશોમાં આવું પગલું ભરાય તો બધા જવાનો મુસ્લિમ કે ઇસાઇ હોવાથી લશ્કરમાં બળવો થવા જેવી પરિસ્થિતિ સર્જાઇ જાય.

કેન્દ્ર સરકારે આ મુદ્દે અત્યંત કડક થવાની અને જરૃર પડયે ભાજપે સત્તાની ભાગીદારી ગુમાવવાની તૈયારી સાથે મહેબૂબાને આવું આત્મઘાતી પગલું લેતાં રોકવી જોઇએ. આમેય ભારતીય લશ્કરના જવાનો સાવ ટાંચાં સાધનો અને મામુલી સગવડો સાથે દિવસરાત ફરજ બજાવતા રહ્યા છે. એમને છંછેડવામાં મજા નહીં રહે એ હકીકત દરેક પોલિટિકલ પાર્ટી અને કહેવાતા નેતાઓએ સમજી લેવાની ખાસ જરૃર છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments