Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શબ્દસંહિતા - પરેશ વ્યાસ

ગંગ હો : ફતેહ છે આગે....

ચીની ભાષામાં 'હો' એટલે સાથે અને 'ગંગ' એટલે કામ કરવું. ગંગ હો એટલે એકસાથે કામ કરવું. એકરાગિતા અને એકવાક્યતાથી સાથે મળીને કામ કરવું.

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગેત
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળેેત
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળેેત
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.યા હોમ..
                                                                                         
- વીર નર્મદ

કવિ શ્રી મકરંદ દવેનાં શબ્દોમાં, જયારે ખૂલે વિરાટ ગૃહ કેરી નભે તારી જ્યોતિસભા... ત્યારે વિરાટ કોહલીનાં નામે અનેક નવા રેકોર્ડ્સ લખાતા જાય છે. ભારતમાં તો બધાં જીતે વિદેશની ધરતી પર જીતી બતાવો તો ખરાં? તો લ્યો ત્યારે, દક્ષિણ આફ્રિકાને એમને ઘરઆંગણે હરાવ્યું.

યે તો સિર્ફ ઝાંખી હૈ, ઓસ્ટ્રેલિયા અભી બાકી હૈ... વિરાટ કેમ વિરાટ છે? આપ કહેશો, કારણ કે એની સાથે અનુષ્કા છે. અલબત્ત એ જ કારણ અનુષ્કાનો તો અર્થ જ થાય છે દૈવી કૃપા. અનુષ્કા એટલે આપણે જેને ઇંગ્લિશમાં 'ગ્રેસ ઓફ ગોડ'કહીએ છીએ એ. ભગવાનનાં વ્હાલ સિવાય તો કોઈ સિદ્ધિ શક્ય નથી.

પણ વિરાટ કોહલીની જીત પાછળ મુખ્ય કારણ એ છે કે એનો રસ્તો, રીત, સાધન કે અભિગમ 'ગંગ હો' છે. ક્રિકેટની રમત હવે ફાસ્ટ થતી જાય છે. વન ડેમાં અઢીસો રન પણ ઠીકઠાક હતા હવે ટી-૨૦માં પણ અઢીસો રન ઠોકી દેવાતાં હોય છે. સ્પોર્ટ્સ ચેનલ ઈએસપીએન નોંધે છે કે મીડલ ઓવર્સ એટલે કે ૨૫થી ૪૦ ઓવર્સનાં સમયગાળામાં ઇન્ડિયા પહેલાં સાચવીને રમતું. ઘણી વિકેટ્સ પડી જાય તો છેલ્લી ઓવર્સમાં ફાંફા પડી જાય. કેપટાઉન વન ડેમાં મીડલ ઓવર્સમાં ઇન્ડિયન ટીમ ર્ંર્ંધીમું રમી હતી.

૨૮મી ઓવરમાં ૧૬૦/૨ પરથી ૪૨મી ઓવરમાં માંડ ૨૨૮/૫ સ્કોર થઇ શક્યો. અલબત કોહલીની વિરાટ સદીનાં કારણે મેચ જીત્યા હતા. પણ તે પછીની વન ડેની મીડલ ઓવર્સમાં એમણે ફટકાબાજી વહેલી શરૃ કરી દીધી. વિરાટનો વિશ્વાસ છે અમે આઉટ થાશું તો બીજા બેટ્સમેન હજી બાકી છે. આ લેખનું શીર્ષક હતું: 'ઇન્ડિયાઝ ન્યૂ ગંગ હો અપ્રોચ ટૂ મીડલ ઓવર્સ'

'ગંગ હો (Gung Ho) ચીની મૂળનો શબ્દ છે પણ ઇંગ્લિશ ભાષામાં ટકી ગયો છે. બધો ચીની માલ તકલાદી હોતો નથી! ચીની ભાષામાં 'હો' એટલે સાથે અને 'ગંગ' એટલે કામ કરવું. ગંગ હો એટલે એકસાથે કામ કરવું. એકરાગિતા અને એકવાક્યતાથી સાથે મળીને કામ કરવું. સુમેળથી, સંઘભાવનાથી કામ કરવું. એ વાત જો કે અલગ છે કે ગંગ હો ચીની ભાષામાં રોજિંદા વાણી વ્યવહારનો શબ્દ નથી.

ગંગ હો માત્ર ચાઈનીઝ ઔદ્યોગિક સહકારી મંડળીનું નામ હતું. ૧૯૩૦-૪૦ના દાયકામાં ચાઈનીઝ ઔદ્યોગિક સહકારી મંડળીના સ્થાપકો પૈકીનાં એક ન્યૂઝીલેન્ડ રેવી એલી અમેરિકી લશ્કરી અધિકારી મેજર ઇવાન્સ કાર્લસનનાં મિત્ર હતા.

કાર્લસનને આ શબ્દો એનાં ઉચ્ચાર અને એનાં અર્થના કારણે ગમી ગયા. એટલે 'ગંગ હો'-ને એણે પોતાની સેકન્ડ મરીન રેઈડર બટાલિયનનાં વાર ક્રાય (લડાઈનો પોકાર) તરીકે અપનાવી લીધું.  સંઘભાવના સાથે આગવા મિજાજ અને ધૈર્યને અંકિત કરતું આ સૂત્ર સેનાનાં માધ્યમથી અમેરિકી આમ લોકોમાં ફેલાયું અને અમેરિકન ઇંગ્લિશ ભાષાએ આ શબ્દને પોતીકો કરી લીધો. મેકમિલન ડિક્સનરી અનુસાર એનો અર્થ થાય છે અતિઉત્સાહી ખાસ કરીને એવી બાબતોમાં, જે આગળ જતા જોખમી સાબિત થઇ શકે.

પણ ગંગ હોનાં મતવાલા એની પરવાહ કરતા નથી.  યાહોમ કરીને કૂદી પડો ફતેહ છે આગે..ગંગ હો એટલે અપેક્ષિત કામ જેમાં એકબીજાને સતત પ્રોત્સાહન  આપવાની વાત હોય અને લક્ષ્ય સુધી પહોંચવાની પ્રક્રિયા સર્વદા પોતાના નિયંત્રણમાં જ હોય. કોહલી પાસે જીત અપેક્ષિત છે. એ ફિલ્ડ પર કે બહાર સતત સૌને પ્રોત્સાહન આપતો રહે છે અને આપણને આખી મેચ દરમ્યાન લાગે કે સઘળી બાજી કોહલીનાં કંટ્રોલમાં છે. આ ગંગ હો છે.

'ગંગ હો' નામની એક વાર ફિલ્મ ૧૯૪૩માં બની હતી જેમાં ૧૯૪૨માં બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન લશ્કર  બટાલિયન દ્વારા  જાપાનીઝ નિયંત્રણવાળા મેકિન આઈલેન્ડ પરના હૂમલાની વાત કરવામાં આવી હતી. અહીં ગંગ હો-માં સાથે મળીને અસાધારણ અને અદમ્ય  ઉત્સાહ અને ઉમંગથી પ્રતિદ્વંદીઓનો ખાત્મો બોલાવવાની વાત હતી.

એ વાત અલગ છે કે પછી ૧૯૮૬માં ગંગ હો નામની એક કોમેડી ફિલ્મ આવી જેમાં અમેરિકામાં એક બંધ પડેલો મોટરકાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એક જાપાનીઝ કંપની ટેઈકઓવર કરે છે ત્યારે શું થાય છે? એની રસપ્રદ સ્ટોરી આલેખવામાં આવી હતી. જાપાનીઝ માલિક શિસ્તપાલન અને વધારે કલાકો કામ કરવામાં માને છે.

અમેરિકી કામદારો કામ તો કરે છે પણ સમયપાલન અને શિસ્ત વિષે તેઓ ગંભીર નથી. જાપાનીઝ અને અમેરિકન લોકોનાં વર્ક કલ્ચર અલગ છે. જાપાનીઝ કામદારો જેવું તેવું કામ કરતા નથી. શ્રે પ્રોડક્ટ ન બને ત્યાં સુધી મંડયા રહે છે. નાની ભૂલ પણ ચલાવી ના લેવાય. યૂ સી! અને એમની પ્રોડક્ટ જો ન વેચાય તો કંપનીના માલિક કરતા પણ કામદારોને પોતે કોઈ અપરાધ કર્યાની કલંકિત લાગણી થાય છે.

જ્યારે અમેરિકી કામદારો તો કહે કે અમે તો માત્ર કામ કરતાં પગારદાર માણસો. માર્કેટમાં પ્રોડક્ટ વેચાય કે ન વેચાય, વખાણાય કે ન વખાણાય, એમાં અમારે શું? એ તો બધું માલિકે જોવાનું રહે. નફો પણ તો એ જ લઇ જાય છે ને? પણ કાર બનાવવાનું કારખાનું બંઘ જ  પડી જાય તો કારીગરો પણ ફરી બેકાર થઇ જાય. આખરે ગંગ હો મેનેજમેન્ટ પદ્ધતિથી તેઓ જંગ જીતી જાય છે.

શબ્દ શેષ:

હું એવા સૈન્યથી ડરતો નથી જે સૈનિકો સિંહો હોય પણ એનો સેનાપતિ ઘેંટું હોય. પણ હા, એવા સૈન્યથી જરૃર ડરું છું જેનાં સૈનિકો ઘેંટા હોય પણ જેનો સેનાપતિ સિંહ હોય. -દુનિયા જીતી લેનાર સમ્રાટ સિકંદર  
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

                                                                   

Post Comments