Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શબ્દસંહિતા - પરેશ વ્યાસ

એટ યોર ડોરસ્ટેપ : ઉંબરે ઊભી સાંભળું રે બોલ સરકારનાં...

ઓનલાઇન સેવા માનવરહિત છે. થોડી માથાકૂટ જો કે અલબત્ત છે. એમાં ઇન્ટરનેટની આવશ્યકતા રહે છે. ઓફલાઇન સરકારી સેવા કુરિયર દ્વારા મળે છે

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
- મનોજ ખંડેરિયા

ગીતાનાં અઢારમાં અધ્યાયમાં મોક્ષ સંન્યાસ યોગની વાતો લખી છે. કૃષ્ણ તો સખા છે. કૃષ્ણ આપણને આમ કર 'ને તેમ કર, એવું કહેતા નથી. એ તો સખા છે. એ તો કહે છે કે ઠીક લાગે તે કર. આપણી સરકાર જો કે એવું કહેતી નથી. એ તો આપણી પર ઘણો જાપ્તો રાખે છે.

રાખવો જ પડે. સરકાર જો છૂટ આપે તો આપણે સખણા રહીએ ખરાં ? જો ચાર રસ્તે પોલીસ ના હોય તો આપણે રોંગ સાઇડથી ઘૂસ મારતા અચકાતા નથી. એક સમાચાર અનુસાર દિલ્હી સરકાર ઘણી સેવાઓ લોકોને ઘર બેઠાં પહોંચાડવાનો કાયદો કરી રહી છે. એમાં જો કે દિલ્હીના લે. ગવર્નરને વાંધો છે. શું વાંધો છે ? સેવા ઘરે આવે તેમાં બિનજરૃરી રોડ-ટ્રીપ થાય. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ તો છે જ, તેમાં ઇજાફો થાય. વળી સેવા ઘેર ઘેર પહોંચાડવા ઠેર ઠેર ઠેકેદારો તો હોય જ.

એમાં ભ્રષ્ટાચાર વધવાની શક્યતા રહે. અજાણ્યાં લોકો સેવાને બહાને જ્યારે ઘેર આવે ત્યારે સીનિયર સીટીઝન અને મહિલાઓની સુરક્ષાનું શું ? એનાં કરતા સેવા ડિજિટલ હોય તો વગર વચેટિયે કામ થઇ જાય. હેં ને ? પણ દિલ્હી સરકાર કહે છે કે લોકો માટે ઘણી ડિજિટલ સેવા તો અમે દઇએ જ છે. તેમ છતાં ઓફિસમાં લોકો કેમ ધક્કા ખાય છે. કદાચ લોકો ડિજિટલ સેવા માટે તૈયાર નથી.

અમે એ સેવા જાતે જઇને પ્રજાનાં ઉંબરે પહોંચાડીએ તો વાંધો શું છે ? વાત તો સાચી છે. જુઓને, આપણા ગુજરાતમાં તો એવું છે જ. દાખલા તરીકે નવું વાહન ખરીદો તો એ નવા વાહનની નંબર પ્લેટ સરકાર આપણે ઘરે આવીને લગાડી જાય છે. આ તો સારી વાત છે. અમને આ ડોરસ્ટેપ (Doorstep) શબ્દ ગમે છે. ડોરસ્ટેપ શબ્દ વર્ષ ૨૦૧૮નો આશાસ્પદ શબ્દ છે. ઘરબેઠાં ગંગા આવે તો એ સારી વાત ન કહેવાય ?

ગુજરાતી લેકિસકોન અનુસાર ડોરસ્ટેપ એટલે ઘરની બહારના બારણા આગળનું પગથિયું કે જગ્યા. વર્ડનેટ એક અન્ય વ્યાખ્યા પણ આપે છે જેનાથી આપણે પરિચિત છીએ. એ છે દરવાજા તળિયે મૂકેલું પાટિયું કે લાદી.

જેને આપણે ઉંબરો કે તળવટ કહીએ છીએ. આજનો મુહાવરો છે એટ યોર ડોરસ્ટેપ. જેનો સીધોસાદો અર્થ છે કે દરવાજે ઉંબર ઉપર. જો કોઇ મારે દરવાજે ઊભું હોય તો એ મારી જવાબદારી થઇ. મારે એની કાળજી લેવી રહી. અહીં જો કે ખુદ સરકાર આવી રહી છે મારાં દ્વારે મારી કાળજી લેવાં. એ તો સારી વાત છે. સરકારી સેવા તો ઘર બેઠાં મળતી થશે. એ ઓનલાઇન હોઇ શકે. ઓફલાઇન પણ હોઇ શકે એનું કોમ્બિનેશન પણ હોઇ શકે.

બંને પ્રકારે સેવા ડોરસ્ટેપ કહી શકાય. ઓનલાઇન સેવા માનવરહિત છે. થોડી માથાકૂટ જો કે અલબત્ત છે. એમાં ઇન્ટરનેટની આવશ્યકતા રહે છે. ઓફલાઇન સરકારી સેવા કુરિયર દ્વારા મળે છે. કોઈ જીવંત વ્યક્તિ તમારા ઘેર આવે. તમને જે જોઈએ એ દઈ જાય. થોડો ખર્ચ થાય પણ આપણા ધરમધક્કા બચી જાય. શું આપણે તૈયાર છીએ ?

અમને અમેરિકન હાસ્યકાર કવિ ઓઝન નેશ યાદ આવે છે. શ્વાન એ માણસનો સાચો મિત્ર છે એ વાત સાચી પણ ઓઝન અહીં શ્વાનનાં સાચો મિત્ર કોણ ? એની રમજૂ કરે છે. તેઓ કહે છે કે શ્વાનનો સાચો મિત્ર એની નિરક્ષરતા છે. એથી તો શ્વાન નિરંતર દરવાજાની ખોટી સાઇડે હોય છે. અભણ હોવું એ કૂતરાં જેવું છે. માત્ર પુસ્તકિયાં જ્ઞાાનનું હોવું, હવે પૂરતું નથી.

નિરક્ષરતાની વ્યાખ્યા હવે બદલાઇ છે. હવે જેને ડિજિટલ અક્ષર જ્ઞાાન ન હોય તે અભણ જ ગણાય. પણ જાણતાં હોઇએ તો ફટ દઇને કનેકટ થાઓ અને સટ દઇને સેવા મેળવો. પર્યાવરણ માટે પણ એ સારું છે. શીખી લઇએ તો બધું સહેલું છે. હેં ને ?

શબ્દશેષ

જ્ઞાનનાં મંદિરનું ડોરસ્ટેપ એ છે કે આપણા અજ્ઞાાનનું આપણને ભાન હોવું. - અમેરિકાનાં સ્થાપક પૈકીનાં એક બેન્જામિન ફ્રેન્કલીન
 

Post Comments