Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

નવી કાર : કયામતની કરૃણ કહાણી

(ગતાંકથી પુરુ....)

અમારો હાથીપગો પગાર અને હોદ્દો વધ્યા તે સાથે જ ઘરમાં હવે સ્કૂટરને પેન્શન પર ઉતારીને નવી કાર માટે આંદોલન શરૃ થયા. સરકારની જેમ અમે ય થોડો સમય આંદોલનને ગણકાર્યું નહિ અને છેવટે સમાધાનનો માર્ગ લીધો.

નવી કાર માટેની અમારી ગૃહલક્ષ્મી અને નટખટ દીકરી નયનાની માગ અમે સ્વીકારી: પણ હજી છટકી શકાય તે માટે અમે નવો પેચીલો પ્રશ્ન ઊભો કર્યો : 'નવી કાર આવશે પછી એનો ડ્રાયવર જોઈશેને? ચાર પાંચ લાખની કાર ચલાવશે કોણ? હું કંઈ ડ્રાયવર નથી. નવો ડ્રાયવર દસ હજારથી ઓછે નહિ આવે. આજનો એ બજારભાવ છે.'

'પપ્પા! તમે ડ્રાઈવિંગ શીખી લેજોને! એમાં બહુ અઘરી વાત નથી.'

મારી એવી ઈચ્છા જરાય નહોતી. ગૃહલક્ષ્મી કહે : 'ના, ના. તમારે ગાડી ચલાવવાની નથી. નવી કાર ડ્રાઈવ કરવા જતાં કારને ક્યાંક અથડાવી મારો તો કારને મોટું નુકસાન થઈ જાય.'

કારને નુકસાનની ચિંતા શ્રીમતીને થઈ, પણ પતિને ઈજા થાય તે વાત સ્મૃતિમાં ના આવી.

છેવટે કાર અમારા ફ્લેટને આંગણે રુઆબભેર આવી ઊભી. અમારી ઓફિસમાં એક જણને એની પ્રેક્ટીસ હતી. સાંજ પૂરતો એને રાખી શકાય તેવી યોજના માન્ય થઈ.

ગૃહલક્ષ્મીએ ગેલમાં આવીને પ્રસ્તાવ મૂક્યો : 'નવી કારનું ઉદ્ઘાટન અંબાજીની જાત્રા કરીને કરીએ. મંી અંબાજીમાની માનતા માની છે.'

કામ કઢાવવાનો આ સહેલો રસ્તો કેટલીય કામિનીઓ જાણતી હોય છે. પતિ પાસે કશુંક પણ ધાર્યું કરાવવા માટે માનતા સચોટ ઉપાય છે.

અમારી પડોશમાં શ્રીમતી તારા ગૌરીને જ્યારે જ્યારે જાત્રાને નામે રખડપટ્ટી કરવી હોય ત્યારે કોઈ દેવદેવીની માનતા પતિ સામે ફટકારી છે... માનતાની વાત આવે એટલે આપણે ધર્મભીરુ પતિમહાશયો ઈન્કાર કરી શકે નહિ.

રવિવારની એક વહેલી સવારે ગૃહલક્ષ્મીએ અંબાજી માતાનાં દર્શને જવાનો પાકો નિશ્ચય કરી લીધો? અમે અમારા નક્કી કરેલા ઓફિસના જેસંગ ડ્રાયવરની રાહ જોતા હતા એને સો બસો રૃપિયા પકડાવી દઈશું એવી અમારી ગૃહલક્ષ્મીની કાબેલ યોજના હતી.

અમે ડ્રાઈવરની પ્રતીક્ષામાં હતાં પણ ડ્રાયવરને બદલે અમારાં શ્રીમતીનું ટેન્શન વધારી મૂકે તેવા, અમારા સુજ્ઞા વડીલ બનેવી બનવારીલાલ અણધાર્યા આવી ચડયા. એમનો અમારા પરિવાર પર ધાક રહેતો. મારી બહેનને પરણીને જાણે એમણે અમારી પહાડ જેવી મુશ્કેલી દૂર કરી હોય એવા ખયાલમાં જ તે વર્ષોથી રહેતા હતા. એમને આવી રહેલા જોતાં જ ગૃહલક્ષ્મીનું ફટક્યું : 'આવો આ અત્યારે ક્યાંથી ટપકી પડયો?' મને એની આંખોમાં તણખા જોઈ ચિંતા થઈ. વખતે ક્યાંક ગરબડ ઊભી કરે તો?

પણ મિસ્ટર બનવારીલાલ તો બનેવીના હકથી આવી જ રહ્યા. અમારી બેગ અને પરચૂરણ સામાન જોતાં જ બોલી પડયા : 'ક્યાં ઊપડયા? બહારગામ કે જાત્રાએ?'

મેં વીલે મોંઢે કહ્યું કે અંબાજીની જાત્રા માટે. અમારા ડ્રાઈવરની રાહમાં છીએ.

એટલામાં ડ્રાયવર જેસંગનો ફોન આવ્યો કે એ બેસણામાં જવાનો હોવાથી નહિ આવી શકે.

મને હાશ થઈ ગઈ. બનેવીથી હવે છૂટયા! ગૃહલક્ષ્મી કહે : 'આજે હવે માંડી વાળીએ...' એણે મને ઈશારતથી યોજના સમજાવી દીધી.

પણ બનવારીલાલ આવા પ્રસંગે હંમેશાં ઉત્સાહી રહેતા. તેમણે વાત સમજી લીધી એટલે તરત કહે : 'અરે! તમે એમાં ગભરાવ છો શું? ચિંતા ના કરો. હું પોતે ડ્રાઈવિંગ કરતો જ રહ્યો છું ને? ભીડ વખતે તમને કામમાં ના આવું તો હું બનેવી કામનો શો?'

ગૃહલક્ષ્મીના ગાલ પર લાલી પ્રગટી. જેસંગ ડ્રાયવરને બસો રૃપિયા ખટાવવા કરતાં આ મફતિયો ડ્રાયવર બનેવી આપણા નસીબે આવ્યો છે તો એને વટાવી લઈએ.'

બનેવી બનવારીલાલ માટે એમનાં માન વધી ગયા. એમનો પ્રકોપ પ્રસન્નતામાં પલટાઈ ગયો. બનેવી સાથે એકદમ તત્કાળ પૂરતો ઘરોબો થઈ ગયો.

બનવારીલાલ પોતે કાયમ નહિ, પણ અવારનવાર સેકન્ડહેન્ડ ગાડી ખરીદતા... અને ટહેલ કરી લેતા.

બનેવીલાલ ઉત્સાહમાં આવી ગયા. મને કહે : 'તમે જરાય ચિંતા ના કરશો. તમને ત્રણ કલાકમાં અંબાજી ભેગા કરી દઈશ.'

અમે એમની 'ફિશિયારી' પર ઝૂમી ઊઠયાં. ફ્લેટને તાળું મારી અમે નીકળ્યાં ત્યાં સામે જ હોંચી હોંચી કરતો ગધેડો અમને દર્શન દેવા સામે આવ્યો.

અમારાં ગૃહલક્ષ્મી જરા કોચવાઈ ગયાં. શુકનમાં? આ ગધેડો?

પણ બનવારીલાલને ક્યાં ગધેડો નડવાનો હતો. એમણે કહ્યું : 'શુકન અપશુકન વહેમ છે. મોડું થશે તો અંબાજીમાતાનાં દર્શન બંધ થઈ જશે.'

ગધેડાના શકને અમારા પરિવારે અંબાજી જવા પ્રસ્થાન કર્યું.

બનવારીલાલ જાણે વર્ષોથી ગાડી ચલાવતા હોય તેમ બણગાં ફૂંકતા રહ્યા. મને ચિંતા એ હતી કે વાતવાતમાં એ ક્યાંક ગાડીને અથડાવી ના મારે.

અને થયું પણ એવું જ. કેટલીકવાર જે ભયની ચિંતા કરીએ છીએ તે જ સામે આવી ઊભો રહે છે. ત્રીસ ચાલીસ કિલોમીટર તો સપાટામાં વટાવી લીધા.

એમણે સ્પીડ વધારી અને એક વળાંક પાસે, સ્પીડને કારણે એમનો કાબુ છટક્યો અને ગાડી ફૂટપાથ પર ચડાવી દીધી. ભીંત સાથે અથડાઈને અમારી નવી કાર ઊભી રહી ગઈ.

અમારાં ગૃહલક્ષ્મીની તો રાડ ફાટી ગઈ : 'અમારી નવી નકોર ગાડી..!'

હું ગભરાટમાં આવી ગયો. બનવારીલાલ કહે : 'આપણી કોર્પોરેશન કેવી બેદરકાર છે? ભયાનક અકસ્માત થતો બચી ગયો. અહીં વળાંક પાસે બોર્ડ મૂક્યું નથી? સાવ નોનસેન્સ!'

લોકોનું ટોળું ભેગું થયું. અમારો જીવ ઊડી ગયો. નવી કાર! તારા-શા હાલહવાલ! ઓહ બનવારીલાલ! તમેય કરી દીધી કમાલ!

બનવારીલાલ કહે : 'તમે બધા બેસી રહો! હું કોઈ મજૂરને ધક્કા મારવા પકડી લાવું છું.'

એ તાબડતોબ બે જણને પકડી લાવ્યા. ધક્કા મારીને ગાડી થોડે દૂર ગેરેજ સુધી પહોંચાડી.

તો જીવ ઊડી ગયો હતો. અંબાજીની જાત્રાની ચિંતા પડતી મૂકીને એ નવી નકોર ગાડીની ચિંતામાં હતા.

ગેરેજવાળાએ એક નિષ્ણાત ડૉક્ટરની હેસિયતથી ગાડી ક્યાં ઘાયલ થઈ છે તેની તપાસ કરી અને રિપોર્ટ આપ્યો. ત્રણ હજાર થશે. ગાડી ત્રણ કલાક પછી મળશે.

અમે અંબાજીની જાત્રાને બદલે ત્રણ કલાક ક્યાં કાઢવા તેની વિમાસણમાં હતા. હોટલમાં અને બગીચામાં માંડ ત્રણ કલાક વિતાવ્યા. બનેવી આઘાપાછા હતા. તે સમય થતાં આવ્યા. એમણે ગાડી તપાસી લીધી. કહે 'બરાબર છે. હવે વાંધો નહિ આવે.'

પણ એમણે પોતાના ખીસામાં હાથ નાખ્યો નહિ. નવી ગાડીએ પ્રથમગ્રાસે ત્રણ હજાર ઓકાવ્યા.

(સંપૂર્ણ)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments