Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોચર-અગોચર - દેવેશ મહેતા

કેટલાક મૃતાત્મા સ્વજનોને મહત્વપૂર્ણ માહિતી આપી મદદરૃપ બને છે !

મૃત્યુ પછી પણ આત્મા એની સ્મૃતિ અને બુદ્ધિ સાથે જીવતો રહે છે. તે એના સ્વજનો સાથે સંપર્કમાં રહી જરૃરી સૂચનાઓ કે માહિતી આપી એમના માટે જે હિતકારક હોય તેમ કરવા માર્ગદર્શન આપતો રહે છે

મહાન બ્રિટિશ ભૌતિક વિજ્ઞાાની સર ઓલિવર જોસેફ લૉજે (૧૮૫૧-૧૯૪૦) લખ્યું છે - 'જીવિત અને મૃત એ બે વચ્ચેનો ભેદ સ્થૂળ જગત સુધી જ સીમિત છે. સૂક્ષ્મ જગતમાં બધા જીવિત છે. મરણ પછી આત્માનું અસ્તિત્વ સમાપ્ત થઇ જતું નથી. જે રીતે આપણે જીવતા લોકો એકબીજા સાથે વિચાર-વિનિમય કરીએ છીએ તે રીતે જીવતા અને મરણ પામેલા લોકો વચ્ચે આદાન-પ્રદાન થઇ શકે છે.

આપણે ગૂઢ વિજ્ઞાાનના આ નવા ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ અને એક એવી દુનિયા સાથે સંપર્ક સાધવો જોઇએ જે આપણા જીવનને વધારે સુખી, સંપન્ન અને પ્રગતિશીલ બનાવવા સક્ષમ છે.' એ જ રીતે ઓલિવાર લૉજના સમકાલીન, શેરલોક હૉમ્સ ડિટેક્ટિવનું અમર પાત્ર સર્જનારા બ્રિટિશ લેખક સર આર્થર કૉનન ડૉયલ (ડૉઇલ) (૧૮૫૮-૧૯૩૦) પણ કહે છે- 'આપણી દુનિયાની જેમ જ એક બીજી અચેતન દુનિયા છે.

જેના નિવાસી આપણા જેટલા બુદ્ધિમાન છે અને આપણા શુભચિંતક પણ છે. આ બન્ને જગતો વચ્ચે જો આદાન-પ્રદાનનો માર્ગ ખૂલી શકે તો એમાં સ્નેહ અને સંવેદનાઓના સુખદ સહયોગના એક નવા અધ્યાયનો આરંભ થશે. મૃતકો અને જીવિતોની વચ્ચે સંપર્ક સ્થાપવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે તો એ અત્યાર સુધીની શ્રેષ્ઠ વૈજ્ઞાાનિક ઉપલબ્ધીઓમાંની એક ગણાશે.'

અનેક કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે મૃતાત્મા પોતાના સગા-સંબંધીઓ અને સ્વજનો સાથે સંબંધ રાખવાની ઈચ્છા ધરાવતા હોય છે. એ અન્ય લોકમાંથી પણ એમનું ધ્યાન રાખતા હોય છે અને એમની મુશ્કેલીઓને દૂર કરવા મદદરૃપ થતા હોય છે. તે પોતાની કોઇ અધૂરી ઈચ્છા હોય તો તે જણાવે છે, કોઇ મહત્વની માહિતી આપવાની બાકી રહી ગઇ હોય તો તે આપે છે પણ ખરા ! 'Man's Survival After Death' નામના પુસ્તકમાં પાદરી સી.એસ. ટ્વીડેલે SPR ના રિપોર્ટને આધારે આવી એક ઘટનાનું વર્ણન કર્યું છે.

અમેરિકાના આયોવા શહેરમાં મિકાઇલ કોનલે નામનો એક ખેડૂત રહેતો હતો. આમ તો એ ઘણો ધનવાન હતો, પણ કંજૂસ હોવાને કારણે ગરીબો જેવું જવન જીવતો હતો. એના વસ્ત્રો પણ ગંદા રહેતા. એકવાર પહેરેલા વસ્ત્રો મહિનાઓ સુધી ધોવા નાંખતો નહોતો. એક દિવસ એનું આકસ્મિક મૃત્યુ થઇ ગયું. એનું મૃત્યુ શંકાસ્પદ સ્થિતિમાં થયું હતું એટલે એના વિશે તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એનું દુર્ગંધ મારતું ગંદુ શર્ટ ઉતારીને મડદાઘરના એક ખૂણામાં ફેંકી દેવામાં આવ્યું. પછી એના મૃતદેહને ચોખ્ખા સફેદ વસ્ત્રમાં વીંટાળી આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યો.

મિકાઇલના મરણ પછીની પોલીસ કાર્યવાહીની દોડધામ પત્યા પછી એનો પુત્ર ઘેર ગયો. એણે જોયું તો એ વખતે એની બહેન બેભાન થઇ ગઇ હતી. એને ભાનમાં લાવવા પ્રયત્નો કરાયા એ પછી થોડી વારે એને ભાન આવ્યું. તેણે એના ભાઇને કહ્યું- 'થોડી વાર પહેલાં એક અજબ ઘટના બની.

હું બેઠી હતી ત્યાં પિતાજી મારી સામે આવીને ઊભા રહ્યા ! મારી આંખો માની જ ના શકી. મને થયું કે મને ભ્રમણા થઇ રહી છે. એમણે એકદમ સ્વચ્છ વસ્ત્રો પહેરેલાં હતા. તેમણે મનને કહ્યું - 'મારું જૂનું શર્ટ મડદાઘરમાં પડયું છે. એમાં અત્યંત મહત્વના કાગળો છે અને થોડી કરન્સીની નોટો પણ છે. મારું એ શર્ટ ત્યાંથી લઇ આવી એની તપાસ કરો એટલે એમાંથી આ બધું મળી આવશે.'

મિકાઇલના પુત્રએ કહ્યું કે તેણે જે વાત કરી તેમાં તથ્ય જરૃર છે. તેના પિતાના શબને તબીબી કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યું ત્યારે એમનું શર્ટ કાઢી લેવામાં આવ્યું હતું. એ વખતે તે તેમની બાજુમાં હતો. તે મડદાઘરમાં ગયો અને એના પિતાનું ગંદુ શર્ટ લઇને ઘેર આવ્યો. એની ઝીણવટભરી તપાસ કરવામાં આવી તો જોવામાં આવ્યું કે શર્ટની અંદરના ભાગમાં એક ગુપ્ત ખિસ્સું મૂકવામાં આવેલું હતું અને એને પાછું સીવી લેવામાં આવ્યું હતું. એની સિલાઇ ઉકેલીને જોવામાં આવ્યું તો સાચેસાચ એમાંથી અગત્યના કાગળો અને મોટી રકમની કરન્સીની થોડી નોટો મળી આવી.

પેલા કાગળોમાં મિકાઇલે દર્શાવ્યું હતું કે તેેેણે ભેગું કરી રાખેલું ધન ક્યાં સંતાડયું હતું. એ અગત્યના કાગળો કોઇના હાથમાં ના આવી જાય એટલા માટે તે તેને શર્ટના ગુપ્ત ખિસ્સામાં મૂકી રાખતો અને એ શર્ટને મહિનાઓ સુધી ધોવા આપતો નહોતો. પોતે એકઠું કરેલું ધન બીજા કોઇના હાથમાં જતું ના રહે એટલે મિકાઇલે પ્રેત રૃપે એની દીકરી પાસે આવીને એ શર્ટ મડદાઘરમાંથી લઇ આવવા સૂચના આપી હતી.

આ ઘટના પછી લોકોને ખ્યાલ આવ્યો કે મૃત્યુ પછી પણ આત્મા એની સ્મૃતિ અને બુદ્ધિ સાથે જીવતો રહે છે. તે એના સ્વજનો સાથે સંપર્કમાં રહી જરૃરી સૂચનાઓ કે માહિતી આપી એમના માટે જે હિતકારક હોય તેમ કરવા માર્ગદર્શન આપતો રહે છે. મિખાઇલની પુત્રીને થયેલા પરચાની વાત અવગણવામાં આવી હોત મિખાઇલે એકઠું કરેલું ધન એમના કુટુંબને કદી પાછું ન મળત !

સર ઓલિવર લૉજે 'સાઇકિક રીસર્ચ સોસાયટી'ની સ્થાપના કરી પ્રેતાત્માઓના અસ્તિત્વ વિશે ગહન સંશોધન કર્યું હતું. પ્રેતાત્માઓ સાથે વાર્તાલાપ કરવાના અને એમને બોલાવીને એમની હાજરી નોંધવાના પ્રયોગોમાં એમને ઘણી સફળતા પણ સાંપડી હતી.

એમના પુત્ર રેમણ્ડનું પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન મરણ થયું તે પછી તે એની સાથે પણ સંપર્ક સાધવામાં સફળ થયા હતા એમના જેવા જ સમકાલીન વિજ્ઞાાની સર વિલિયમ ક્રુક્સ સાથે પણ એમણે પ્રેતાત્માઓના અસ્તિત્વ સંબંધી સંશોધન કર્યું હતું. વિલિયમ ક્રુકસે પોતાના પ્રયોગની વિસ્તૃત માહિતી 'રિસર્ચ ઈન ધ ફિનોમિનન ઑફ સ્પિરિચ્યુઆલિઝમ' નામના એમના જેવા જ સમકાલીન વિજ્ઞાાની સર વિલિયમ ક્રુક્સ સાથે પણ એમણે પ્રેતાત્માઓના અસ્તિત્વ સંબંધી સંશોધન કર્યું હતું.

વિલિયમ ક્રુકસે પોતાના પ્રયોગોની વિસ્તૃત માહિતી 'રિસર્ચ ઈન ધ ફિનોમિનન ઑફ સ્પિરિચ્યુઆલિઝમ' નામના એમના ગ્રંથમાં આપી હતી. એમાં ઓલિવર લૉજના સંશોધનો અને પ્રયોગોનો પણ ઉલ્લેખ છે. સર ઓલિવર લૉજ અને સર વિલિયમ ક્રુક્સ જેવા નામાંકિત વિજ્ઞાાનીઓ સાથે ઓક્ષ્ફર્ડ યુનિવર્સિટીના સર અર્નેસ્ટ બેનેટ જેવા અગ્રગણ્ય વિદ્વાન પણ આ સંશોધન કાર્યમાં જોડાયા હતા.

સ્વીડનના શરીરશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અઢારમી સદીના મહાન વિજ્ઞાાની ઈમેન્યુએલ સ્વિડનબોર્ગે (Emanuel Swedenborg) પણ પરલોક વિદ્યા અને મૂઢ વિજ્ઞાાન પર વીસેક વર્ષ સુધી ગહન સંશોધન કર્યું હતું. એકવાર હોલેન્ડના મૃત રાજદૂતની પત્ની એના પતિ દ્વારા ક્યાંક મૂકાયેલા અગત્યના દસ્તાવેજો વિશે જાણવા તેમની પાસે આવી હતી. સ્વિડનબોર્ગે મૃત રાજદૂત સાથે સંપર્ક સાધીને એના થકી જાણી લીધું હતું કે તેણે એ દસ્તાવેજો કયા ગુપ્ત સ્થળે રાખેલા છે.

તેમણે તે રાજદૂતની પત્નીને એ સ્થળ વિશે જાણકારી આપી દીધી હતી. તેણે ત્યાં તપાસ કરતાં એ દસ્તાવેજો મળી આવ્યા હતા. ૧૭૫૮માં જ્યારે સ્વિડનબોર્ગે સ્વિડન સ્વિડનની રાણી લૂઇસા ઉલિકાની મુલાકાત લીધી ત્યારે તેણે સ્વિડનબોર્ગને તેના મૃત ભાઇ પ્રુશિયાના પ્રિન્સ ઓગસ્ટસ વિલિયમનો સંપર્ક સાધવા અને એમના થકી કહેવાયેલી કોઇ ખાસ વાત જણાવવા આહ્વાન આપ્યું હતું.

સ્વિડનબોર્ગે એ રાતે પ્રિન્સ ઓગસ્ટસના મૃતાત્માનો સંપર્ક સાધી બીજા દિવસે રાણી લૂઇસાને મળ્યા ત્યારે એમના કાનમાં એક વાત કહી હતી. એ સાંભળી રાણીનો ચહેરો નિસ્તેજ થઇ પીળો પડી ગયો હતો. એ એવી અંગત વાત હતી જે રાણી લૂઇસા અને એના ભાઇ ઓગસ્ટસ સિવાય બીજું કોઇ જાણતું નહોતું ! લૂઇસાએ એ વાતનો સ્વીકાર કરી લીધો હતો કે પ્રેતાત્મવિદ્યાથી મૃત વ્યક્તિનો સંપર્ક કરી મહત્વની જાણકારી મેળવી શકાય છે !
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

                                                                    

Post Comments