Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 'લેડિઝ ફર્સ્ટ'

૮ માર્ચ : ઇન્ટરનેશનલ વિમેન્સ ડે

સૌથી યુવા વયે સદી

મેન્સ વન-ડે ક્રિકેટમાં સૌથી યુવા વયે સદી ફટકારવાનો રેકોર્ડ શાહિદ આફ્રિદીને નામે છે. આફ્રિદીએ ૧૯૯૬માં સદી ફટકારી ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષ ૨૧૭ દિવસ હતી. વિમેન્સ વન-ડે ક્રિકેટમાં સૌથી  યુવા વયે સદીનો રેકોર્ડ આપણા દેશની મિતાલી રાજને નામે છે. મિતાલીએ ૧૯૯૯ના વર્ષમાં વન-ડે સદી ફટકારી ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષ ૨૦૫ દિવસ હતી.

હજુ સુધી કોઇપણ પુરુષ ક્રિકેટર મિતાલી રાજનો રેકોર્ડ તોડી શક્યું નથી. મિતાલી રાજ હાલ યોજાઇ રહેલા વિમેન્સ વર્લ્ડકપમાં ભારતની કેપ્ટન છે અને તે સળંગ સાત ઇનિંગ્સમાં ૫૦થી વધુનો સ્કોર નોંધાવી ચૂકી છે.

૨૧ જુલાઇ ૧૯૬૯ના ા અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનારા વિશ્વના સૌપ્રથમ વ્યક્તિ બન્યા હતા. અલબત્ત, ચંદ્ર પર પ્રથમ પગ મૂકનારા નીલ આર્મસ્ટ્રોંગથી દરેક વાકેફ છે પરંતુ તેમના પછી તુરંત જ ચંદ્ર પર ઉતરનારા બઝ એલ્ડ્રિનના નામથી મોટાભાગના લોકો અજાણ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનાથી વિપરિત સ્થિતિ જોવા મળે છે.

જેમાં રેકોર્ડના 'ચંદ્ર' પર બીજો પગ મૂકનારા 'બઝ એલ્ડ્રિન'થી અનેક લોકો પરિચિત છે પરંતુ તેના 'નીલ આર્મસ્ટ્રોંગ'થી અજાણ છે.   ૮ માર્ચે 'ઇન્ટરનેશનલ વિમેન્સ ડે'  છે ત્યારે વાત એવા કેટલાક આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કેટલાક  રેકોર્ડ્સની જેને સૌપ્રથમ કોઇ પુરુષ નહીં પણ મહિલા ક્રિકેટર દ્વારા તોડવામાં આવ્યો હોય.

સૌપ્રથમ બેવડી સદી

આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી કોણે ફટકારી? તેવો સવાલ પૂછવામાં આવે તો સચિન તેંડુલકરનું જ નામ સૌપ્રથમ દિમાગમાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ હકીકતમાં આંતરરાષ્ટ્રીય  ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બેલિન્ડા ક્લાર્કને નામે છે.સચિન તેંડુલકરે ફેબુ્રઆરી ૨૦૧૦માં વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી.

જોકે, સચિને આ સિદ્ધિ મેળવી તેના ૧૩ વર્ષ અગાઉ એટલે કે ૧૯૯૭માં ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કે ડેન્માર્ક સામેની વર્લ્ડકપ મેચમાં મુંબઇ ખાતે ૧૫૫ બોલમાં ૨૨૯ રન ફટકાર્યા હતા. ક્લાર્કની વિક્રમી ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયાએ ૪૧૨ રન કર્યા હતા અને ડેન્માર્ક ૪૯માં ખખડયું હતું.

વન-ડે ક્રિકેટમાં ૪૫૦નો સ્કોર

૨૦૦૬ના વર્ષ બાદ મેન્સ ટીમે વન-ડેમાં ૧૮ વખત ૪૦૦થી વધુનો સ્કોર કર્યો  છે. પરંતુ હજુ સુધી ક્યારેય તેમને ૪૫૦ના સ્કોર સુધી પહોંચવામાં સફળતા મળી નથી. પરંતુ વિમેન્સ ટીમે વન-ડે ક્રિકેટમાં ૧૯૯૭ના વર્ષમાં જ આ સિદ્ધિ હાંસલ કરી દીધી છે.૧૯૯૭માં ક્રાઇસ્ટચર્ચ ખાતે પાકિસ્તાન સામે રમતી વખતે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૪૫૫ રન નોંધાવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાનનો ૪૦૮ રને પરાજય થયો હતો. મેન્સ વન-ડે ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર ૪૪૪ રનનો છે, જે ગત વર્ષે ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે ખડક્યા હતા.  વિમેન્સ વન-ડે ક્રિકેટમાં કુલ બે વાર ૪૦૦થી વધુનો સ્કોર નોંધાયો છે.

સૌથી વધુ વર્લ્ડકપ ટાઇટલ

ઓસ્ટ્રેલિયાની મેન્સ ટીમે ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૫ એમ પાંચ વખત વન-ડે વર્લ્ડકપનું ટાઇટલ જીત્યું છે. મેન્સ માફક વિમેન્સ વન-ડે ક્રિકેટમાં પણ ઓસ્ટ્રેલિયાનો જ દબદબો છે. ફરક માત્ર એટલો કે ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ સાત વખત વર્લ્ડકપમાં ચેમ્પિયન બની છે. વધુ રસપ્રદ વાત એ છે કે મેન્સ ટીમનો સૌપ્રથમ વન-ડે વર્લ્ડકપ ૧૯૭૫માં ખેલાયો હતો. બીજી તરફ તેના બે વર્ષ અગાઉ ૧૯૭૩માં વિમેન્સ વર્લ્ડકપનું આયોજન થયું હતું. પરંતુ ફંડના અભાવે વિમેન્સ વર્લ્ડકપનું તે સમયે પ્રતિ ચાર વર્ષે આયોજન થઇ શક્યું નહોતું.

સૌથી યુવા વયે કેપ્ટનશિપ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી યુવા વયે સુકાન સંભાળવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડની એરાન થોમ્પસનને નામે છે. એરાન થોમ્પસનને ૨૦૦૧માં અંગ્રેજ ટીમનું સુકાન સોંપાયું ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષ ૨૬૦ દિવસ હતી. સુકાની તરીકેની પ્રથમ મેચમાં એરાને ઇંગ્લેન્ડને સ્કોટલેન્ડ સામે ૨૩૮ રને વિજય અપાવ્યો હતો.અલબત્ત, સૌથી વયે સુકાન સંભાળવાનો એરાનનો રેકોર્ડ ૪ માર્ચ ૨૦૧૮ના અફઘાનિસ્તાનના રશિદ ખાને સ્કોટલેન્ડ સામે તોડયો હતો. રશિદ ખાને આ મેચમાં કેપ્ટનશિપ કરી ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષ ૧૬૫ દિવસ હતી.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments