Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

'...ઓર યહ લગા સિક્સર'

૧૩ ફેબુ્રઆરી : રેડિયો ડે

ક્રિકેટ એક એવી રમત છે જે ચહેરા પર સ્મિત લાવે છે, ક્યારેક રડાવે પણ છે, રોમાંચની ક્ષણનો અહેસાસ કરાવે છે, ગુસ્સો પણ લાવે છે...પરંતુ એક સાચા ધર્મની જેમ નાત-જાત, ઉંચ-નીચના ભેદભાવ વિના આપણને એક તાંતણે બાંધી રાખે છે.  ક્રિકેટ આપણા માટે રોજીંદી પરેશાનીમાંથી રાહત આપતા 'પેઇન કિલર' ભૂમિકા પણ અદા કરતું રહ્યું છે. આ જ કારણ છે કે ભારતે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડકપ જીતતાની સાથે જ કેન્દ્રિય બજેટ ૨૦૧૮-૧૯ સામેની નારાજગી ભૂલાઇ ગઇ હતી. 

  ક્રિકેટ માટેની ઘેલછા આપણે ત્યાં ભારતમાં છે અને તેના માટે સૌથી જવાબદાર કોઇ પરિબળ હોય તો તે રેડિયો કોમેન્ટરી છે. આજના ૪ય્ ના જમાનામાં ઓફિસ-કોેલેજ-બસસ્ટેશન-રેલ્વે સ્ટેશન એમ ક્યાંય પણ હોવ આંતરરાષ્ટ્રીય મેચનું જીવંત પ્રસારણ જોવું જાણે 'હાથવગું' થઇ ગયું છે. અલબત્ત, એક જમાનો એવો પણ હતો જ્યારે માત્ર રેડિયો કોમેન્ટરીના 'આંખે દેખ્યા'અહેવાલ  દ્વારા જ ક્રિકેટના રોમાંચનો લુત્ફ ઉઠાવી શકાતો હતો.

તે દિવસોમાં જો એ આનંદ મળતો ના હોત તો કદાચ અંગ્રેજોની ગણાતી રમત ક્રિકેટ આપણે ત્યાં આટલી લોકપ્રિયતા હાંસલ કરી શકી હોત કે કેમ તે સવાલ છે. ૧૩ ફેબુ્રઆરીએ 'રેડિયો દિવસ' છે ત્યારે રેડિયોની ક્રિકેટ કોમેન્ટરીને યાદ કરીએ, જેથી જૂની પેઢી પોતાના જૂના સંસ્મરણો તાજા કરી શકે અને નવી પેઢીને તેના ભવ્ય ભૂતકાળથી વાકેફ થઇ શકે.

ક્રિકેટમાં બોલ બાય બોલ કોમેન્ટરીનો ઈતિહાસ ૯૬ વર્ષ પુરાણો છે. ડિસેમ્બર ૧૯૨૨માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટીમ ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે રમાયેલી મેચની રેડિયો કોમેન્ટરી કરવામાં આવી હતી અને તેમાં કોમેન્ટર હતા લિયોનેલ વેટ્ટ. ૨૪ જૂન ૧૯૩૮ના યજમાન ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાયેલી એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ સાથે જ રેડિયો પર બોલ બાય બોલ કોમેન્ટરીના શ્રી ગણેશ થયા હતા.

૧૯૪૮-૪૯માં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતપ્રવાસે આવી ત્યારે સૌપ્રથમ વખત બોલ બાય બોલ રનિંગ કોમેન્ટરી કરવામાં આવી હતી. પરંતુ એ સમયે માંડ ૨૦ હજાર લોકો પાસે રેડિયોના લાયસન્સ હતા. ૧૯૭૧માં અજીત વાડેકરના નેતૃત્વ હેઠળ ભારતે ઇંગ્લેન્ડમાં ૧-૦થી ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવ્યો અને તેની સાથે ભારતમાં રેડિયો કોમેન્ટરીએ પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરવાનું શરૃ કરી દીધું.

આ એક એવો સમય હતો જ્યારે મેચ વખતે જેની પાસે ટ્રાન્ઝિસ્ટર હોય તેનું માન-પાન વધી જતું. અનંત સેતલવાડ, સુરેશ સરૈયા, જયપ્રકાશ નારાયણ, આકાશ લાલ, ડિકી રત્નાગર, જસદેવ સિંહ, રવિ ચતુર્વેદી, સુશિલ દોશી જેવા અનેક કોમેન્ટેટર્સ 'પડદા પાછળના હીરો' બની ગયા હતા.

આ દરેક કોમેન્ટટરની એક આગવી શૈલી હતી. જેમકે, પૂર્વ ક્રિકેટર વિજય મર્ચન્ટે કોમેન્ટટર તરીકે માઇક હાથમાં લીધું ત્યારે તેઓ મીઠું અંગ્રેજી બોલે. જેમકે 'આઇ ડોન્ટ નો'ને સ્થાને તે 'આઇ ડુ નોટ નો'ઉચ્ચાર કરે. આવી જ રીતે સુશિલ દોશી અને રવિ ચતુર્વેદી હિંદીમાં એવી ટ્રેડમાર્ક કોમેન્ટરી કરે કે, 'ઠંડી હવા ચલ રહી હૈ... ઔર પેવેલિયન છોર સે કપિલ અપના લંબા રન અપ લેકર આતે હુએ...'

સુરેશ સરૈયાના ટ્રેડમાર્ક વાક્યોમાં 'ઓલ ધ વે ફોર એ બાઉન્ડ્રી...', 'નન અધર ધેન...', 'ધેટ ડિલીવરી...'જેવા ઘણા હતા. ૧૯૭૫-૭૬માં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે હતી. આ દિવસોમાં સુનીલ ગાવસ્કર પિતા બનવાની તૈયારીમાં હતા.

પ્રવાસ દરમિયાન સન્નીને પુત્રના પિતા બનવાના સમાચાર આવ્યા. ટીમ મેનેજમેન્ટે ગાવસ્કરને ભારત પરત ફરવાની મંજૂરી આપી નહીં. આકાશવાણીના નિયમ અનુસાર સુરેશ સરૈયાને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પૂરી થયા બાદ વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ શરૃ થતા સુધીમાં ભારત પરત ફરવાનું હતું.

એક સપ્તાહ બાદ સુરેશ સરૈયા વેસ્ટ ઇન્ડીઝની શ્રેણીમાં કોમેન્ટરી આપવા પહોંચ્યા ત્યારે મુંબઇથી ગાવસ્કર માટે તેમના પુત્રના ફોટાનું સુખદ સંપેતરું લાવ્યા હતા. સુનીલ ગાવસ્કર વેસ્ટ ઇન્ડીઝના મહાન ફટકાબાજ રોહન કન્હાઇના નામ પરથી   જે દીકરાનું નામ પાડયું તેને પહેલીવાર સુરેશ સરૈયાને કારણે જોઇ શક્યા.

૧૯૭૦ના દાયકામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ એટલી રોમાંચક રહી હતી કે સુરેશ સરૈયાએ ચાલુ કોમેન્ટરી સલાહ આપવી પડી હતી કે, 'જીન લોગો કો દિલ કી બિમારી હૈ, વો કોમેન્ટરી ના સુને તો બેહતર હૈ, ક્યોંકી યહ ઉનકે દિલ કે લિયે હાનિકારક સાબિત હો સકતા હૈ...' ખેર, આજના સમયમાં રેડિયો કોમેન્ટરી ભલે બોરિંગ લાગે પણ ક્યારેક ફૂરસદે તેને સાંભળવા પ્રયાસ કરજો, ખરેખર શબ્દોની દૂનિયામાં મેચ જોવાની મજ્જા પડશે.!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments