Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

દેશ બચાવવા માટે બહાદૂર જવાનો જોઈએ , પણ બનાવવા માટે બીજા ઘણા જોઈએ !

દેશ માટે ફના થઇ જનારાની જરૃર હોય છે, એમ જીવનારાની પણ જરૃર છે. એકની લીટી મોટી કરવા બીજાની ટૂંકી ન કરવી એ ભારતીય દર્શન છે

હૃદયસ્થ શ્રીદેવીને મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સાથે સન્માનપૂર્વક વિદાય આપી એમાં તો કેટલાકના પછવાડે ગોંડલના મરચાંનો લેપ થઈ ગયો ! તરત જ એમની કર્કશ કાગારોળ શરૃ થઈ ગઈ કે એક 'શરાબી નટી'ને સૈનિકોવાળું સન્માન હાય હાય !

કેમ જાણે તિરંગો આખા દેશના સન્માનીય ધ્વજને બદલે એમની પર્સનલ પ્રોપર્ટી હોય ! રાષ્ટ્રીય સન્માન કઈ તમારા ઘરના વાડામાં ઉગતા ચીભડાં નથી. શ્રીદેવી કે કોઈ પણકલાકાર ભારત દેશના જ નાગરિક છે. એમનો ય રાષ્ટ્રીય સન્માન કે રાષ્ટ્રધ્વજપર એટલો જ અધિકાર છે, જેટલો આ દેશના વીર જવાનોનો હોય !

એનડીટીવી પર એક પોપ્યુલર પ્રોગ્રામ આવતો હતો, જેણે બરખા દત્તને સ્ટાર બનાવી દીધેલી. યાદ છે ? જય જવાન નામનો. જેમાં બોલીવૂડની અનેક જાણીતી ફિલ્મી હસ્તીઓ બોર્ડર પર જઈ લશ્કરના જવાનોને મળતી. એમની જોડે જમવાનું, નાચવાનું ને એમની રફટફ લાઈફમાં થોડીક ખુશી અને મુસ્કાનની પળો વિખેરવાની.

સિનેઉદ્યોગ કેવળ આર્મી કે વોરની ફિલ્મો ન બનાવે તો ય આ દેશના સામાન્ય માણસના સપનાઓ અને વેદનાઓને વાચા આપે છે. એમની બીબાંઢાળ જીંદગીમાં મનોરંજનના રંગો ઉમેરે છે. એમના મોં પર મુસ્કાન આપીને બેહતર ઇન્સાન બનાવે છે. પ્રેમ અને એકતા, અન્યાય સામે જંગ અને અસત સામે સત જેવા સંદેશ આપે છે.

ફિલ્મ એટલે માત્ર ક્રાઈમ આ સાવ બચકાના બકવાસ છે. પેલા પ્રોગ્રામમાં તો બોર્ડર પરના સોલ્જર્સ હોંશે હોંશે પોતાના પરિવાર માટે ફોટો પડાવતા. આવડે એવા ગીતો ગાતા જેના જોરે સરહદ પરના શુષ્ક જીવનમાં નર્તન ઉમેરાતું હોય ! આર્મીમાં ય કેમ્પ ફાયર ને પાર્ટીઓ થયા. ફિલ્મોની અડધોઅડધ હિરોઈનો ગુલ પનાગથી પ્રિયંકા ચોપરા સુધી આર્મી ઓફિસર્સની બેટીઓ છે !

પણ આ સૈનિકોના નામે મેસેજ ફોરવર્ડીયા દેખાડાના દેશભક્તો દાંતિયા કરવા લાગ્યા કે હાય, હાય એક 'શરાબી ફિલ્મી નટી'ને તિરંગામાં વીંટાળીને રાષ્ટ્રીય સન્માન? ઘોર પાપ છે આ.  સરહદ પરના સૈનિકોનું અપમાન છે. બ્લા બ્લા બ્લા. અરે તમારી ભલી થાય બુદ્ધિબુઠ્ઠાઓ ! અલ્યા લપોડશંખો, તમને ફિલ્મ ના ગમતી હોય એ તમારો પર્સનલ પ્રોબ્લેમ થયો.

એટલે આખા દેશને જેની અણધારી વિદાય રોવડાવી ગઈ, એ સેલિબ્રિટીનું પ્રદાન શૂન્ય થોડું થઇ જાય ?  આખી દુનિયાના તમામ રેપ્યુટેડમીડિયાએ ભારતની ફર્સ્ટ એન્ડ ઓન્લી ( હા, ઓન્લી. અહીં નમ્બર વનની વાત નથી. સુપરસ્ટારની વાત છે, જેનો એકલપંડે તોતિંગ બોક્સ ઓફીસઈનીશયલ હોય ને જેની હાજરીમાં અન્ય કિરદારો ઝાંખા કે સેકન્ડરી જ હોય, જેના માટે ખાસ રોલલખાય. માધુરી કે કાજોલ પણ ઉમદા અભિનેત્રીઓ. માધુરી તો મસ્ત નૃત્યાંગના.

પણ માત્ર એના પર જ હોય એવી એની ફિલ્મો કેટલી ને હોય તો ચાલી કેટલી ? ધે નીડ મેલ-ફિમેલ પેર્સ. અભિનયમાં વિદ્યા કે રેખા ગણો તો એનો એવો કાતિલ ચાર્મ ન હોય. ) ફિમેલ સુપરસ્ટાર તરીકે જેની નોંધ લીધી હોય, જેના માટે સ્વયંભૂ જનતાદેશભરમાંથી મુંબઈમાં સમંદરની લહેરોની જેમ ઉમટી પડી હોય, જેણે જગતમાં સૌથીમોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધરાવતા દેશમાં ૫૪ વર્ષની ઉમરમાં ૫૦વર્ષ ચાર ભાષાનીફિલ્મોમાં રીતસર રાજ કર્યું હોય એ પદ્મશ્રી ન હોય તો ય રાષ્ટ્રની એસેટ જેવી ટેલન્ટ જ ગણાય.

પણ એક્ચ્યુઅલી એવું છે કે ભારતના ઇસ્લામીકરણનું જે કામ  ગઝનવી કે ઔરંગઝેબથી ન થયું એ આ રખડતારામ રાષ્ટ્રવાદીઓ (?)ની એન્ટી સોશ્યલ મીડિયાપ્રેમી જમાત કરી રહીછે. આઈએસઆઈએસના એક ટેરરીસ્ટે કહેલું કે ભારતીય મુસ્લિમનો બહોળો વર્ગ એને સપોર્ટ નથી કરતો એટલે એના ભારતમાં મૂળિયા નથી જામતા. પાડોશમાં રહ્યો હોવાછતાં લાદેન પણ નિષ્ફળ ગયેલો. પણ હવે આ નકલી રાષ્ટ્રવાદી નમૂનાઓની તાલિબાનીજમાત આખી ફૂટી નીકળી છે.

જેમને આપણી સંસ્કૃતિ વિશે ગજના આંકાની ભાન નથી.જેમની દેખાડાની દેશભક્તિ બકવાસ સ્વતતંત્ર્યમાં સમાઈ જાય છે. જેમની સંકુચિત લઘુદ્રષ્ટિને દૂરનું દેખાતું નથી. એ લોકો વહાબી ઇસ્લામ અને વિક્ટોરિયન ક્રિશ્ચિયનના પ્રતિબંબાત્મક અભિગમની ઉગ્રવાદી નકલને અસલી હિન્દુત્વ માની બેઠા છે. આ ય પ્રચ્છન્ન રીતે તો પરદેશી અસર થઇ સ્વદેશી પરની !

એની સૌથી મોટી સાબિતી એટલે આજકાલ મર્યાદાને નામે વારતહેવારે થતી રહેતી 'નાચવાગાવાની ટીકા. પદ્માવત બાદ ઝાંસીની રાણી પરથી બનતી મણિકણકા ફિલ્મમાં ય કંગના નૃત્ય કે પ્રેમ કરે એનો વિરોધ થયો. અમુક લોકોને બાજીરાવ મસ્તાની આ કારણથી ગમી નહોતી.

ડાન્સ એટલે અય્યાશી કે લવ એટલે નબળાઈ એવા સમીકરણો વળી ભારતનો વારસો ક્યારથી થઇ ગયા ? આ તો ચોખ્ખી રેડિકલ તાલિબાની અસર છે ! ભારતમાં તો પ્રત્યેક ઈશ્વરની લવસ્ટોરી છે. રામાયણ અને મહાભારતના મૂળમાં પ્રેમકહાની છે. પ્રિયાવિયોગમાં શિવ તાંડવ કરે છે અને રુક્મિણી ભાગવતમાં શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખે છે.

ઉગ્ર હિન્દુત્વના નામે અમુક લોકોને ખાલી મહાભારતના જ કૃષ્ણ ખપે છે. તો કૃષ્ણની માસૂમિયત અને રસીક્તાનો ભાગવત-હરિવંશનો આખો રોમેન્ટિક ચાર્મ જ ભૂંસાઈ જાય ! આ નવું તૂત છે કે ઈરાકમાં મૂતઓ તોડી નાખવામાં આવે એમ જે કંઈ રગીન છે એને ડિલીટ કરી, ભારતના ભૂતકાળમાં બસ કેવળ વીરતાની કે આધ્યાત્મિક ફિલસૂફીની વાતો જ રાખવાની. કૃષ્ણ જેવા પૂર્ણ પુરુષોત્તમના મેઘધનુષના બા લવલી કલર્સ એડિટ કરી નાખી એમનેધરાર મર્યાદામાં બાંધી રાખવાની આ મંદબુદ્ધિ મનોવૃત્તિનો સ્પષ્ટ અસ્વીકાર થવો જોઈએ.

એક્ચ્યુઅલી, નૃત્ય-સંગીત-પ્રેમ-શૃંગારને અસ્પૃશ્ય કે ખરાબ નહી પણ ઉચ્ચ કળા ગણવા એ ભારતની પ્રાચીન પરંપરા છે. આખી દુનિયામાં નાચતા ઈશ્વરનું સ્વરૃપ પૂજનાર આ એક જ વિશિષ્ટ સંસ્કૃતિ છે. નટરાજ આમ પણ સૌથી જૂની પ્રતિમા છે ઉત્ખનનમાં મળી આવેલી. જે ડાન્સિંગ યુનિવર્સનું સિમ્બોલ વેસ્ટર્ન વિજ્ઞાાનીઓ ય માને છે !

શિવ-પાર્વતી નૃત્યની અંગભંગિમામાં હોય એવા શિલ્પોની કમી નથી. જૂના કે આધુનિક સોમપુરા શિલ્પીઓએ નાગર શૈલીમાં બનાવેલા જૈન કે સ્વામીનારાયણ કે સોમનાથ કે અંબાજીના મંદિરોની કોતરણી તો જુઓ. ભારતીય શાીય મૂતવિાન મુજબ એમાં નાચતાગાતા અને વાજિંત્રો વગાડતા શિલ્પોની આખી હરોળો દેખાશે !

દેવલોકમાં પણ અપ્સરા ગાન-નર્તન કરે એ આપણી ફેન્ટેસી છે. ભારતવર્ષમાં યક્ષ-કિન્નર-ગંધર્વ આ બધા માણસથી ઊંચા ગણાય એવી માયથોલોજી છે. કારણ કે એ પ્રજાતિઓ કળારસિક ને રોમેન્ટિક છે. કૃષ્ણની રાસલીલા કેવળ ભોગવિલાસની વિકૃતિ નથી.

જીવનને ઉત્સવ માની ને માયાવી સંસારની લીલાને માણવાનું આમંત્રણ છે. હસીખુશી કે પાર્ટીની કોઈ મોમેન્ટસ જ ન રહે તો જિંદગી શું બંદગી જ કરી નાખવાની હોય ? જ્યાંહજારો વર્ષોથી નાચતા અને જાહેરમાં પ્રેમપ્રદર્શનનું પ્રતીક ગણાતા રાધાકૃષ્ણ અને નટરાજ શિવના લિંગના સૌથી વધુ મંદિરો હોય, એ દેશમાં નાચવાગાવાને હલકું અંગપ્રદર્શન ગણવાના ચોખલિયાવેડા કેવી રીતે સહન થાય ?

જે જમાનામાં સિનેમા નહોતું, ત્યારે પણ ભારતમાં ભરતમુનિએ ગ્રીસની પણ પહેલા આખું અભિનય અને મંચસજ્જા-પાત્રસંનિવેશનું આખું નાટયશા લખ્યું. સંસ્કૃતની ઉત્તમ કૃતિઓ નાટકના સ્વરૃપમાં રચાઈ ને સચવાઈ. અરે, આજે બહુ અહોભાવથી જોવાતા વેદ-ઉપનિષદ-પુરાણ-ધર્મગ્રંથો પણ સાદા લેખને બદલે છંદોબદ્ધ કાવ્યસ્વરૃપમાં જ લખાયા. મતલબ ગવાયા. કેવળ યજ્ઞા કે તપ જ નહિ, પણ ઉત્સવોના રંગમાં ભંગ પાડનારા પણ અસુરો કહેવાયા !

ીના શૃંગાર અને કામકળાનું આખું શા રચનારાં પૂર્વજોની ભૂમિમાં આજે અભિનય કે નૃત્ય કરનાર માટે વેશ્યા કે નટી જેવા શબ્દો બેશરમ માનસિક બીમાર લોકો ખુલ્લેઆમ વાપરે છે. જેમને ભારત વિષે ભાર બહુ છે. ભાન જરાય નથી ! આંખના ઉલાળે દેશને ઘાયલ કરનારી પ્રિયા પ્રકાશ વેરિયરે સ્વયં કહ્યું કે આવા નેત્રકટાક્ષ એટલે આવડે છે કે વર્ષોથી ક્લાસિકલ ડાન્સની તાલીમ લીધી છે ! આપણા નૃત્યોની થીમ પણ વિરહ અને મિલન છે. અભિસાર અને શૃંગાર છે.

એમાં ય મેકઅપ છે. આપણી પુરાણકથાઓમાં સુરાપાન છે, વેદોમાં સોમરસનું મન ડોલાવી દેતું દેવતાઈ પીણું છે. એના રિમાઈન્ડર રૃપે જ યુધ્ધના મેદાનમાં કહેવાયેલી ભગવદગીતામાં યોગેશ્વરસ્વરૃપ કૃષ્ણ પોતે વસંત છે અને કામદેવ છે એ કહેવાનું ચૂકતા નથી. માટે કોઈ માત્ર એમને ચિંતક કે યોધ્ધા જ ન ગણી લે !

નવરસનો વરસો આપનાર દેશમાં હિંદુત્વના એવા તે કેવા ઉલ્લુ ઉપાસકો પેદા થયા જે ખુદ રસહીન હોય ને એટલે કલાકારોને ચરિત્રહીન જ ગણવા લાગે ઘેર બેઠાં ? ફિલ્મી કલાકારોમાં અન્ડરવર્લ્ડનો હવાલો આપવા જેવો નથી. એ ક્રાઈમ સાથેનું સૌથી મોટું ડાયરેક્ટ કનેક્શન ધરાવતા પોલીટીશ્યન્સ, એડવોકેટ્સ, બ્યુરોક્રેટ્સ, પોલીસ ઓફિસર્સ, કોર્પોરેટ્સ , મીડિયા પર્સન્સ, ઓર્ગેનાઈઝ્ડ રિલીજીયન - તમામને પૂજવામાં આવે છે.

સર્જકતા અને કળા ને કાયમ ભારતમાં સર્વોચ્ચ સન્માન અપાતું, જે રેનેસાં પછી પશ્ચિમે અપનાવી અુત પ્રગતિના સિદ્ધિશિખરો સર કર્યા ! ભલે, અમુક જડસુઓને એવું લાગે કે દેશભક્તિની ચરમસીમા માત્ર લશ્કરમાં જ છે, પણ જગત આખું દેશના સર્વોચ્ચ સન્માનો ક્રિએટીવીટી બાબતે આપે છે. લેખક, ચિંતક, કળાકાર, વિજ્ઞાાની જેવા સર્જકોને દેશની પહેચાન અને ઇતિહાસની ધરોહર ગણે છે.

હીરોઝ તરીકે સૈનિકોને આદર આપે જ છે. પણ આર્ટીસ્ટ કે સ્પોર્ટ્સસ્ટારની પૈસા અને પ્રસિદ્ધિમાં ઓછી પૂજા નથી હોતી. કારણ કે, એમની સર્જકતાના જોરે તો વીરોની વીરતા કે સેવાના ભેખારીઓનો ત્યાગ પણ અમર બને છે.

જસ્ટ થિંક, કોલેજીયન જુવાનિયાઓની ઉંમરના ટેક્નોક્રેટસે વોટ્સએપ-ટવીટર-ફેસબુક વિકસાવ્યું જ ન હોત તો ? આ સેનાના વખાણ કે દેશપ્રેમ કેવી રીતે કરત ? સરહદ પરના પરમવીરચક્ર વિજેતાઓ તો મહાન છે જ. પણ જરા આંખ મેં ભર લો પાણી લખનાર પ્રદીપજી કે એ ગાનાર લતાજી થકી એ કુરબાનીનું મૂલ્ય થાય એ નહી જોવાનું ?

કસૂંબીનો રંગ ગાનાર મેઘાણીએ શૌર્યકથાઓ લખી પણ એમની ઓળખ તો કવિ-લેખકની જ પસંદ કરી. એમ શબ્દ કે અભિનય કે સંગીત કે કોઈ પણ કળા સહિત કરોડોના દિલ ડોલાવવા એ ખાંડાના ખેલ નથી. કેમેરા કે મંચ ફેસ કરો તો ભલભલા મહાવીરોને પરસેવો છૂટી જાય પાંચ મિનિટમાં !

સમજવાનું આ જ છે. જય જવાન, જય કિસાન યાદગાર નારો છે. ખેતી કરવી, લડવું આ બધા મહાન કામો છે. વંદન, સલામ. પણ એસેમ્બલી લાઈન કામ છે. જેમાં એકની ખોટ તરત બીજા ભરપાઈ કરી દે છે. સદીઓથી, સહાબ્દીઓથી, યુગોથી જગતમાં ખેતી થાય છે, યુદ્ધો લડાય છે. બેસુમાર લોકો જીવ ગુમાવે છે. બલિદાન આપે છે. પણ લાખો -કરોડોની સંખ્યામાં નામ કે ચહેરા યાદ પણ ન રહે એમ એમનું સ્થાન બીજા લઇ લે છે.

પેઢી દર પેઢી. એટલે કુરુક્ષેત્રની કથામાં સૈનિકોના નામો નથી લખાતા, સંખ્યા જ લખાય છે. ઉલ્લેખ તો કોઈ કૃષ્ણ કોઈ હનુમાનનો થાય જે બુદ્ધિમાં વરિ છે. પણ કોઈ સર્જનાત્મક પ્રતિભાની ખોટ એટલી જલ્દી પુરતી નથી. લડવા માટે બેશક મહેનત અને હિંમત જોઈએ. પણ કશીક કળા કે વિજ્ઞાાન સર્જવા માટે ટેલન્ટ જોઈએ. જેના માટે વપરાતો શબ્દ છે, ગોડ ગિફ્ટ. ઈશ્વરદત્ત પ્રતિભા. કુદરતી બક્ષિશ. મતલબ, એ લોકો તો બ્રહ્માંડના ઘડવૈયાના લાડકા છે.

મૂળભૂત રીતે આપણી પ્રજાનો બહોળો વર્ગ ભીરુ વેપારીવૃત્તિનો છે. એટલે તો ગલીએ ગલીએ નાલાયક લુખ્ખાઓ દાદાગીરી કરતા થયા. ડોનલોકો ફિલ્મોએ નહિ, બદમાશ ને બીકણ સમાજ પેદા કર્યા. પોતાના હક માટે શેરીમાં ય ઉતરી શકતા નથી, સિવાય કે જ્ઞાાતિ કે ધર્મની લાગણી દુભાઈ હોય ! એટલે જે બધા આપણા વતી લડે એમને અહોભાવથી જોયા કરવાની આદત છે.

કારણ કે ખુદ તો સામાન્ય પડકારો થીએટરમાં ઊંચા સાદે કોઈ મોબાઈલ પર વાત કરે એ માટે ય કરવાની હિંમત દાખવતા નથી. આપણી વીરતા છૂપાઈને ટાંટિયાખેંચ કરવામાં કે સોશ્યલ નેટવર્ક પર બદબોઈ કરવામાં પૂરી થઇ જાય છે. ખરેખર પરાક્રમી જનતા હોત તો અક્કરમીઓના હાથે દબાતી ન હોત પેઢી દર પેઢી !

પણ ખુદનો ખાલીપો ઢંકાઈ જાય એટલે આપણી બીક્ક્ણબિલાડી ને ડરપોકફોશી પ્રજા ખુદ સરહદ પરના જવાનો ય નથી કરતા એવી ફાંકાફોજદારી ઓટલેબેઠાં કરે છે. જે મોઢામાંથી ગુટકા કે માવા નથી છોડી શકતા , એ દેશ માટે જીવ છોડવાની શિખામણો આપતા ફરે છે.

જેનાથી ગલીના કૂતરાં નાબૂદ નથી થતા એ નટનટીઓ કેમ પાપ નાબૂદ નથી કરતા એની અપેક્ષા રાખે છે. જેને કંકોત્રીમાં ય સાચી માતૃભાષા લખતા નથી આવડતી, એ સંસ્કૃતિ કોને કહેવાય એના ગપ્પા મારતા ફરે છે. આ નવું ફિતૂર જે ચાલ્યું છે વાતવાતમાં સરહદ પર સેના પરના જવાનોની શહાદત કોને કહેવાય એના હવાલા આપીને ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરી નીચાજોણું કરાવવાનું એ લોકોમાં લશ્કરી અનુશાસનનો છાંટો સુધ્ધાં નથી હોતો.

કોઈ દિવંગત ી માટે કેમ વાત કરવી એની તમીઝ નથી હોતી. આર્મીના કેમ્પ જોયા પણ હોય તો ખબર પડે કે જેની અમુક ધામકોને બહુ સૂગ હોય છે એ શરાબ ને નોનવેજનો એ જેમની ભક્તિભાવે પૂજા કરે છે, એ જવાનોને જરાય છોછ હોતો નથી ! ફૌજી અફસરોને છાંટોપાણીની સહેજે ય નવાઈ હોતી નથી. કસરત જેવી રોજીદી આદત હોય છે ઘણાની તો. સ્ટ્રેસવાળી જીંદગીમાં જરૃરીયાત હોતી હશે કદાચ.

માટે પોતે ગંદકી અસ્વચ્છ ભારત સર્જે છે, જાહેર મિલકતોમાં નુકસાન કરે છે, ટ્રાફિકમાં નિયમો તોડે છે, પરીક્ષામાં કોપીઓ કરે છે, પાઈરસીમાં ફિલ્મો જુએ છે, પોતાના જ દેશનો વારસો શું છે એ તપ કરીને વાંચતા નથી, શહીદ શબ્દ કોને માટે વપરાય એની ઐતિહાસિક કે સંવૈધાનિક સમજણ જેમનામાં નથી,

નોટબંધી વખતે બીજાના ખાતાં સગેવગે કરવા શોધવા નીકળે છે, ગલીના મવાલીઓ જોઇને રસ્તો બદલાવી નાખે છે, મનફાવે એ ફિલ્મગીતને મિલકત સમજી જાહેરમાં વગાડે છે, કવિના નામ કાપી કવિતા ફોરવર્ડ કરે છે કે કાયદાની છટકબારીથી ચોરીઓ કરે છે - એ 'ગિલ્ટ' છુપાવવા માટે જવાનોની શહાદતનો ઉપયોગ કરવો એ પણ જવાનોનું અપમાન છે. મોટે ભાગે મેસેજમાં જવાનો પર ઓળઘોળ થઇ જનારા પાછા એ જવાનો વન રેન્ક વન પેન્શન માટે ઉપવાસ પર બેસે કે ખાવા બાબતે વિડીયો બનાવી ફરિયાદ કરે ત્યારે સપોર્ટ કરવા નથી આવતા !

મતલબ, એમની દેશભક્તિનો અભિનય પણ ફિલ્મી વધુ ને રિયલ ઓછો છે ! બેશક, વીર સૈનિકોનું રિસ્પેક્ટ જ નહી , એમના પરિવારોને પણ કરીએ. આ લેખકડાએ યથાશક્તિ એમાં યોગદાન આપ્યું જ છે. પણ એનો અર્થ એ નહિ કે બીજાઓનો એના પર અધિકાર નથી. બંધારણ મુજબ લોકશાહી દેશમાં આવા ભેદભાવ ન ચાલે. રાષ્ટ્ર તમામ નાગરિકોથી બને છે. ને બધાનો પોતાના દેશ પર, ધ્વજ પર સમાન હક છે.

શ્રીદેવી તિરંગામાં વિદાય થઇ એ સરકારનો નિર્ણય હતો. પદ્મશ્રીને મળે એમ નહિ, પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર એ ઈચ્છે એ પ્રતિભાને રાજકીય સન્માન આપી જ શકે. ભારતમાં લોકશાહી બંધારણ મુજબ ચૂંટાયેલી સરકારો અને કાયદા પળાવતી અદાલતોનું શાસન છે. આ પાકિસ્તાન નથી જ્યાં આર્મી રિમોટ કન્ટ્રોલથી રાજ ચલાવીને સર્વોપરી થઇ જાય. સૈનિકો માટે આદર ને સન્માન હોય એ સ્વાભાવિક છે. હોવા જ જોઈએ. પણ એનો અતિરેક જોખમી છે.

સમજી વિચારીને જ ભારતમાં આઝાદી પછી સેનાને સમાજમાં હદ બહારના અધિકારો નથી આપવામાં આવ્યા. હથિયારના જોરે મિલિટરીરાજ આવી અંધભક્તિમાંથી આવે તો કેવું કનડે એ માટે કોઈક એવા આફ્રિકન દેશમાં જઈને રહેવું પડે. વતન માટે લોહી રેડયાની વીરતાનું દુહાઈઓના અતિરેક્માથી જ ખાલિસ્તાની ત્રાસવાદની હથિયારબંધ ચળવળનો જન્મ થયેલો, એ પ્રમાણમાં તાજો ઈતિહાસ નજર સામે છે.

દેશ માટે ફના થઇ જનારાની જરૃર હોય છે, એમ જીવનારાની પણ જરૃર છે. એકની લીટી મોટી કરવા બીજાની ટૂંકી ન કરવી એ ભારતીય દર્શન છે. બેશક દેશની રક્ષા કરવાની મોટી જવાબદારીનો ભાર જવાનોના મજબૂત ખભા પર છે. પણ એટલે બાકીના પ્રોફેશન ફાલતુ ફેશન નથી થઇ જતા. દેશ માત્ર સરહદોથી નથી બનતો. એમાં વસતા નાગરિકોથી બને છે. કેવળ માથાં આપી દેવામાં જ મર્દાઈ નથી. એ માથાઓમાં જ્ઞાાન ભરનાર ઉમદા શિક્ષક પણ દેશસેવા જ કરે છે.

મેરીકોમ કે સાનિયા મિર્ઝા કે સાક્ષી મલિક કે પીવીસિંધુ જેવી કોઈ ખેલાડી દેશ માટે મેડલ લઇ આવે તો તો એમનો દેશપ્રેમ જવાનો કરતા સેકન્ડ રેટ નથી થઈ જતો. બધાને વળતર કે પગાર મળે છે. પોતપોતાની ચોઈસથી કામ કરવાનું ક્ષેત્ર પસંદ કરે છે. કોઈ ખેડૂત ટાઢતાપમાં મજૂરી કરીને ફસલ ઉગાડે કે કે કોઈ ઉદ્યોગપતિ સેંકડોના ઘર ચાલે એવી રોજગારી ઉભી કરે.

કોઈ બેંક, વીજબોર્ડ, ટાઉનપ્લાનિંગ, સરકારી નોકરી, એસટી બસ, રેલ્વે વગેરેમાં પોતાને સોંપતી જવાબદારી રોજેરોજ હસતા ચહેરે પ્રમાણિકતાથી નિભાવે એ પણ દેશભક્તિ જ છે. કોઈ શ્રમજીવી મહેનત કરી રેંકડીમાં ફેરી કરી ભીખ માંગ્યા વગર છુટ્ટા પૈસા પાછા આપવા પાછળ દોડે એવા સામન્ય નાગરિકોની સાત્વિકતાનું મૂલ્ય કંઈ ઓછું નથી.

મુદ્દો એટલો જ છે કે ભારત કે કોઈ પણ દેશ કોઈ એક ચોક્કસ વર્ગ કે કામગીરીની જાગીર નથી કે બધાને એની સાથે સરખાવ્યા કરાય. દેશને જેટલી જરૃર જાંબાઝ જવાનોની છે, એટલી જ શ્રે ટેકનોક્રેટસ, આકટેક્ટસ, એન્જીનીઅર્સ, નર્સીઝ, ટીચર્સ, જર્નાલિસ્ટસ વગેરેની પણ છે. બોફર્સ કૌભાંડ કોઈ જવાન નહિ પણ ચિત્રા સુબ્રહ્મણ્યમ થકી બહાર આવ્યું હતું એ ના ભૂલવું જોઈએ. જાન જોખમમાં તો અમુક ઈલાકાના સરકારી અફસર કે પુલીસ અફસર પણ મુકે છે. 

ઉભરાતી ગટરો સાફ કરનારે રોજ મરવું પડે છે. અમુક કારખાનામાં કામ કરવામાં , અરે ઉંચી ઇમારતોમાં કડિયાકામ કરવામાં જીવનું જોખમ હોય છે ને લાશો ઢળે પણ છે ! રાજકોટમાં ઇન્ફેકશનને લીધે એકથી વધુ યુવાન તબીબોએ જીવ ખોયા છે. ડોક્ટરને પણ ચેપ લાગવાનું જીવનું જોખમ હોય છે. ડ્રાઈવરને પણ હોય છે આપણા અસુરક્ષિત ટ્રાફિક ને રસ્તા પર. ડોકટરોની જીવ બચાવવાની કામગીરી શું ઉતરતી થઇ ગઈ ? કલાકાર મનોરંજનથી માનસિક થાક ઉતારે છે એ ય કોઈ સંત જેટલું જ અગત્યનું કામ છે.

ઉલટા બાબાઓની મિલકત ફિલ્મસ્ટારોથી એટલી વધુ હોય છે કે એ લોકો તો ફિલ્મો બનાવવા કૂદી પડે છે ! નીતિથી કામ કરતા, ટેક્સ ભરતા અને બીજા માટે કશુંક કરી છૂટતા દરેક નાગરિકનું દેશ ઘડવામાં દેશપ્રેમી તરીકે પ્રદાન છે. એને સસ્તું આંકનારાની ખાલી ખોપરીઓ જ ચીપ હોય છે. સેલિબ્રિટી હોવું બાય ડિફોલ્ટ પાપ નથી ને યુનિફોર્મ બાય ડિફોલ્ટ પુણ્ય નથી. મુલ્ય કર્મોથી થાય એ આપણી સંસ્કૃતિ છે.

જેમ શરીરમાં આંખકાનનાકહાથપગદાંતવાળનખત્વચા જ નહી, બ્રેઈન-હાર્ટ-લીવર-કિડની-પેન્ક્રીઆસ-થાઇરોઇડ-લંગ્સ-સ્ટમક-એન્ટેસ્ટાઇન-બોન્સ-હિમોગ્લોબીન બધાનું મહત્વ છે. દરેકનો નાનોમોટો રોલ છે, અને કોઈ એક ખોરવાઈ જાય તો ય શરીર ટકે નહીં કે પૂરું ચાલે નહિ - એવું જ દેશનું છે. કોઈ એક જ્ઞાાતિ કે વર્ગ કે ધર્મ એવો દાવો ન કરી શકે કે આવડો મોટો દેશ માત્ર એના થાકી જ ચાલે છે.

મિકેનિકથી મેનેજર, કૂકથી કોસ્મોનોટ બધા જ ભારતની જ નહિ, માનવજાતની શાન બની શકે. માટે જય જવાન સાથે માત્ર લશ્કરથી અંજાઈ જવાના ઉભરા વિના ઇન્સાન બનાવતા સર્જકોના ય જયકારાના સન્માનની ટેવ પાડીએ, એમાં જ લાંબા ગાળાનું દેશહિત છે.

ઝિંગ થિંગ

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં!
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં!
(કવિ કાન્ત)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

                                                                   

Post Comments