Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

૨૦૧૮ માં વીતેલા વર્ષના કેટલાક મોટીવેશનલ 'કેરી ફોરવર્ડ' !

યારો તમારી મેક્ઝીમમ એબિલીટીઝને પહેચાનો. ક્યાંક એવું તો નથી ને કે આપણી કેપેસિટી કરતા આપણે ઓછું કામ કરતા હોઈએ ? ચેક યોર રિયલ રેંજ.નહી તો ક્ષમતા કરતા દેખાવ ઓછો રહેશે ને હાર મળતી જશે !

બાકી આગળ લઇ ગયા.

એકાઉન્ટ્સના ચોપડે હંમેશા વીતેલા વર્ષની સિલક યાને જમાને કેરી ફોરવર્ડ નવા વર્ષમાં કરાતી હોય છે. વીતેલા ૨૦૧૭ના વર્ષના અંત ભાગે કેટલીક એવી ઘટનાઓ છે, જેમાંથી આપણને નવા જીવવામાં અઘરા લાગતા વર્ષની યાત્રા કરવા માટે દોથો નહિ, પણ તબકડાં ભરીને ભરપૂર પ્રેકિટકલ પ્રેરણા મળે. મોંઘી મોટીવેશનલ કિતાબોમાં ન જડે એવી કેટલીક આ વીતેલા વર્ષના અંતભાગે જડેલી પ્રેરણાગાથાઓ દોહરાવવાના રિ-કેપનો ફાયદો આપણી જીવાતી જીંદગીમાં થઇ શકે. વાત જરૃર સેલિબ્રિટીઝની છે, પણ એંગલ ટિપિકલ લાઈમલાઈટથી જરા નોખો અનોખો છે.

જેને શીખવું જ છે લાઈફ પાસેથી, એને મોટીવેશન તો જ્યાં શાધો ત્યાં મળે, નહિ ?
    
રોહિત શર્માની કેપ્ટનશીપ નીચે રમાયેલી શ્રીલંકાની નવી નક્કોર ટીમ સામેની છેલ્લી સિરીઝનો પહેલો મેચ યાદ છે ? આપણું ફીંડલું માત્ર ૧૧૨ રનમાં વળી ગયેલું ! એક તબકકે તો ૨૯ રનમાં ૭ વિકેટ હતી પણ એઝ યુઝવલ ધોનીએ લાજ રાખીને એકલપંડે ૬૫ રન કર્યા. નેચરલી, આપણે ભૂંડે હાલ હારી ગયા.

પણ એના પછીના જ મેચમાં ઓલમોસ્ટ સેમ ટીમ સાથે અને સામે આપણે ૩૯૮ રનનો પ્રચંડ સ્કોર ખડકયો ! એકલા રોહિત શર્માએ જ ૨૬૪ રન કર્યા ! આખી ટીમના લાસ્ટ મેચના ટોટલના ડબલથી પણ વધુ તો એના એકલાના હતા ! ( કાયમી નવોદિત કહેવાતો રોહિત હવે તો ઝમકદાર ખીલી ઉઠયો છે. પણ પેલો ઓવરરેટેડ અને અને હવે સીનીયર મોસ્ટ નવોદિત એવો  સંગીતકાર અમિત ત્રિવેદી હજુ ચાલ્યો નથી. હીહીહી. )

કુછ આયા સમજ મેં ? પોટેન્શ્યલ તો આપણો ઓલમોસ્ટ ૪૦૦ રનનો જ હતો. પણ પહેલા મેચમાં અન્ડરપરફોર્મ કર્યું ! તો, યારો તમારી મેક્ઝીમમ એબિલીટીઝને પહેચાનો. ક્યાંક એવું તો નથી ને કે આપણી કેપેસિટી કરતા આપણે ઓછું કામ કરતા હોઈએ ? ચેક યોર રિયલ રેંજ.નહી તો ક્ષમતા કરતા દેખાવ ઓછો રહેશે ને હાર મળતી જશે !

બોધ : ઘણીવાર જ્યાં સુધી આપણે દીવાલસરસા કે સાવ ભોંયભેગા ન થઈએ ત્યાં સુધી આપણને આપણી સાચી આવડત બતાવવાનો પાનો ચડતો નથી. રોહિત હોય કે રાહુલ !
    
વર્ષ પૂરું થવા આવ્યું ત્યાં છેલ્લા સમાચાર એ આવ્યા કે લઘુબંધુ અનિલ અંબાણીનો ટેલિકોમ બિઝનેસ આરકોમ મોટાભાઈ મુકેશ અંબાણીએ ઓલમોસ્ટ ૨૩,૦૦૦ કરોડમાં ખરીદી લીધો. અને એ રીતે લગભગ ૪૫,૦૦૦ કરોડના દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને રાહત થઇ. ગુડ. ધીરુભાઈ જેવા સમર્થ અને આઇકોનિક બિઝનેસ બાદશાહના એક ચિરંજીવીનો ધંધો ફડચામાં જાય, એ જોવાનું ગુજરાતી આત્માઓને તો ન જ ગમે. ભાઈ આખિર ભાઈ હોતા હૈ. ઘરમેળે મામલો કુનેહથી સોલ્વ થઇ ગયો.

ગુણીજનોને યાદ જ હશે કે ટેલિકોમ બિઝનેસ પહેલેથી જ મુકેશભાઈનું જ પેશન હતું. ધીરુભાઈની ચિરવિદાય બાદ એમણે દુનિયા મુઠ્ઠી મેં કરવા કમર કસી હતી. પણ પછી વિખવાદ થયો અને અનિલભાઈ છુટા પડયા.

એમાં એ બિઝનેસ એમના ફાળે આવ્યો. અંતે ફરી રિલાયન્સ જીયોથી શાનદાર એન્ટ્રી મુકેશભાઈએ કરી, અને બીજી વખત ( પહેલી વાર રિલાયન્સના મોબાઈલ આવ્યા ત્યારે જ ઇનકમિંગ કોલ ને મેસેજીઝ્ના ચાજીૅઝની લપમાંથી અનલિમિટેડ છૂટકારો મળ્યો હતો. ) ડેટા પ્લાનમાં અન્ય કંપનીઓને વાસ્તવિક પેકેજમાં લઇ આવી ગ્રાહકને અસામન્ય ફાયદો કરાવી આપ્યો.

દરમિયાન ફ્લેમબોયન્ટ અને ગ્લેમરસ રીતે જીવતા અનિલભાઈએ 'બિગ' બ્રાન્ડથી ધડાધડ એફએમ ને થીએટર ચેઈન બધું શરુ કર્યું. હોલીવૂડ-બોલીવૂડ ફિલ્મો પણ બનાવી. પણ ક્લોઝ અપમાં એ બિઝનેસ જોનારા મિત્રો કહે છે કે, એમની ધંધાકીય ગ્રીપ એટલી નહોતી. મિત્ર અમિતાભના એબીસીએલની જેમ આડેધડ ખર્ચા અને રિયલ વિઝનના અભાવવાળા મોંઘા એમબીએઝની રોંગ બ્રાન્ડ સ્ટ્રેટેજીમાં બધી કંપનીઓ ખસ્તાહાલ થઇ ગઈ. પાવરના શેર પણ ભરોસો તોડી ગગડી ગયા.

જયારે ઠાવકા અને ઠરેલ મુકેશભાઈએ કૂનેહપૂર્વક વારસામાં મળેલા ધંધા અને સંપર્કો ઓર વિકસાવ્યા. એ ય ટીવી-સિનેમા ને મોબાઈલના ધંધામાં આવ્યા પણ સ્ટેપ બાય સ્ટેપ. આયોજનબદ્ધ નફાકારક રીતે. ફાઈનલી લાંબી રેસના પાણીદાર અશ્વની રેવાલ ચાલ મુકેશભાઈની રિલાયન્સની નીકળી.

એક બાજુ દેવું વધ્યું ને બીજી બાજુ એટલી સંપત્તિ વધી કે મુકેશ અંબાણી મોટા માજનની ભારતના સહુથી મોટા શ્રીમંત થઇ ગયા. પ્રોપર પ્લાનિંગ, ઈફેક્ટીવ એકઝીક્યુશન. અને અંતે ટેલિકોમમાં ય નમ્બર વન પ્લેયર બન્યા.
રેડીમેઈડ સકસેસના ચાહકોએ આ ઉદાહરણ યાદ રાખવા જેવું છે. આવડત કે તાકાત આપબળે કેળવવી પડે છે.

એક માતા-પિતાના બે સંતાનો એક ઘર ને એક કલ્ચરમાં ઉછરે તો ય સરખી જ સફળતા મેળવે એવું જરૃરી નથી. માટે કેવળ બાપકર્મી કરતા આપકર્મી બનો તો પિતાનું નામ વધુ ઝળહળે. સકસેસ પોતપોતાના અનુભવ અને એટીટયુડ પર આધાર રાખે છે. એમ ઝટ વારસામાં મળતી નથી ! લતા-આશા સફળ હોય ત્યારે ઉષા ફ્લોપ જઈ શકે એ જ જીન્સ હોવા છતાં. મહેનત ને સૂઝબૂઝ દરેકની આગવી હોય છે. અને તૈયાર ભાણે એમ કોઈ જમી શકતું નથી.

બોધ થ નથિંગ ઈઝ ટેકન ફોર ગ્રાન્ટેડ ઇન લાઈફ. વર્ક હાર્ડ, એક્ટ સ્માર્ટ. મજબૂત ધંધો ઝાકઝમાળથી નહિ, ખંત અને ચીવટથી ખીલે છે. કાયમી પ્રતિા નિા જ અપાવી શકે. કેવળ સ્ટાઈલીશ માર્કેટિંગ કેમ્પેઈન નહિ ! ડિંગ ડોંગ !
    
સાંઠીકડી દીપિકા કરતા હજારગણું પદમણીસ્વરૃપ ધરાવતી કેટરીના કૈફના ખાતામાં ભાઈફેન્સના પ્રતાપે વધુ એક તોતિંગ બ્લોક્બસ્ટર 'ટાઈગર ઝિંદા હૈ' ઉમેરાઈ ગઈ. ફિલ્મમાં લોજીકના લોચા ને ઈરાનીયન વિલન-પ્રોડક્શન એન્ડ એક્શન ડિઝાઈન સિવાય સૌથી સારી ફાઈટ સિક્વન્સીઝ કેટરીનાના ફાળે આવી છે.

શી ઈઝ સ્ટિલ હોટ એન્ડ ફિટ ! એવરયંગ. મજાની વાત એ છે કે આ વર્ષે જ કેટરીનાની એના બબ્બે 'એક્સ' સાથે વારાફરતી ફિલ્મો આવી. એક ફ્લોપ એન્ડ બેટર, બીજી હિટ એન્ડ બિટર. પહેલા રણબીર સાથે 'જગ્ગા જાસૂસ' અને પછી સલમાન સાથે 'ટાઈગર ઝિંદા હૈ'. બંનેમાં કેટ તો એના અભિનય કે સંવાદને માપવાને બદલે બસ માણ્યા જ કરીએ એવી કામણગારી લાગતી હતી ! બે યના પ્રમોશનમાં ય એ અનુક્રમે પ્રોફેશનલી અને ઈમોશનલી ઇન્વોલ્વ્ડ થઈ. કોઈ કોન્ટ્રોવર્સી વિના બેઉ એક્સ બીએફને મેનેજ કર્યા !

આલવેઝ હાર્ડ ટુ હેન્ડલગણાતા સલમાન ખાનની એ ગર્લફ્રેન્ડ રહી ને ગર્લફ્રેન્ડ સાથે મારામારીના એકથી વધુ કિસ્સામાં વગોવાયેલ સુપરસ્ટારની સાથે બ્રેક અપ કર્યું, પછી પણ આજે ય સમ્બન્ધએવા મીઠા કે એની સાથે ફિલ્મ પણ કરે ને એવોર્ડ ફંકશનમાં ડાન્સ પણ ! ને રણબીર કપૂર સાથેના બ્રેક અપ બાદ પણ શૂટ કરી, મૂવી પૂરું કરી પ્રમોશનમાં ય હસતા ચહેરે હોય. બેઉ રિલેશનમાં શું થયું એની કોઈ ચર્ચા જ નહીં. ક્રિટિક બનીને એની નબળી એક્ટિંગની ચર્ચા ય નથી કરવી. એ ય બધાને ખબર છે ને તો યએણે ઓલમોસ્ટ દોઢ દસકો તો ટોચના એકટર ડાયરેક્ટર્સ સાથે બ્લોકબસ્ટર ફિલ્મોની લંગાર સાથે ખેંચી કાઢયો, એ ય બધાને ખબર જ છે.

તો ? વાત એ કરવી છેકે એક ફોરેન સિટીઝન છે, બ્રિટિશ છે. હોંગકોંગમાં જન્મી છે. પિતા વિના જમોટી થઈ છે. છ બહેનો, માતા ને ભાઈ પણ અહીં નથી... છતાં ય ભારત જેવા વિવાદમાટે હરહંમેશ ભૂખ્યા મીડિયાના દેશમાં ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં, એના નામે કોઈ મોટી કોન્ટ્રોવર્સી જ નથી !

ઈનફેક્ટ થોડા વર્ષો પહેલા જેકી શ્રોફની પત્ની આયેશાએ કહેલું કે, 'બૂમ ફિલ્મ વખતે અમે એને કૈફ અટક ઓળખ પરીચિત લાગે એવી બનાવવા આપેલી, ત્યારે ક્રિકેટર મોહમ્મદ કૈફ ન્યૂઝમાં હતો એટલે ! એના પિતા વિશે કોઈ કશું જાણતું નથી. કાશ્મીરી તો શુંમુસ્લિમ પણ હતા કે નહીં, એ ખબર નથી ! આ તો અંગ્રેજી બોલતી મોડલ જ હતી લંડનની. ને એની માતાની એણે અપનાવેલી મૂળ અટક ઉચ્ચારવામાં અઘરી પડતી હતી.'

આવો ધડાકો થાય તો આપણા ગોસિપપ્રેમી દેશમાં ને એ ય ફિલ્મી ખબરોમાં કેવી ચકચાર થાય ! પણ કેટરીનાએ એના રીએક્શનમાં બીજું કશું જ ન કહ્યું. માત્રએટલું જ કહ્યું : 'હર્ટફૂલ.' મતલબ દુ:ખ થયં  આવું સાંભળીને. સાચું ખોટું કોઈ ખુલાસો જ નહીં. વાત એની મેળે જ દબાઈ ગઈ ! ઘણાને તો ખબર સુધ્ધાં નથી, ને સાચું શું એ આજે ય કોઈને ખબર નથી. બોલો.

વગર ઓળખાણે અજાણ્યા દેશમાં 'બૂમ' જેવી ફાલતુ ફિલ્મમાં સાવ એક્સ્ટ્રા જેવારોલમાં શરૃઆત ને પ્રકાશ ઝાથી યશ ચોપરા, રામ ગોપાલ વર્માથી કબીર ખાન, રાજકુમાર સંતોષીથી સુભાષ ઘઈ...તમામ સાથે કામ કરી લીધું મેઈન લીડમાં. બહારથી આવેલ હાવા છતાં સ્વદેશપ્રેમી ભારતીય માહોલમાં ય સની કે મહિરાની જેમ કોઈનું ટાર્ગેટ એ નથી બની.

ઘણા ઉદાહરણો છે, ફેવરિટ એવી કેટની અદ્રશ્ય ડિપ્લોમસીના. કોઈ વાર વિગતે વાત. પણ પોઇન્ટ એટલો જ કે અધીરા ભડભડિયા લોકો હોય કે નાની સરખી વાતમાં મૂંઝાઈને પબ્લિકથી ડિપ્રેસ થઈ જનારા લોકો હોય, બેઉએ ધડો લેવાનો છે કે ટોચ પર એક દસકાથી રહેવા છતાં કામથી કામ રાખીને કેવી રીતે વિવાદો વિના મૌન રહેવું. મુત્સદ્દી બ્રિટિશ જિન્સનો પ્રતાપ હશે ? મૌન રહી કાશ્મીર, પંજાબ, ઇઝરાએલ ને આથક સુધારા ચારેય સમસ્યા હેન્ડલ કરનાર નરસિંહરાવના ગુણ કેટમાં ભાસે !

બાકી, કેટકેટલી રૃડીરૃપાળી ફોરેનની ફટાકડીઓ હિન્દી ફિલ્મોમાં આવી, મોટી ફિલ્મોમાં લોન્ચ થઈ ને તો ય તરત જગઈ. 'લગાન'થી 'કિસના' જેવા ડઝનબન્ધ દ્રષ્ટાંતો છે. બહુ બહુ તો હેલન જેવા કોઈ ડાન્સર મશહૂર થાય. મેઈનસ્ટ્રીમ સ્ટારડમની વાત જ નહિ. ઇતિહાસ જોઈ લો.કેટરીના જેટલું લાબું ચાલેલું ને ઊંચું ગયેલું કોઈ વિદેશી કન્યાનું કદ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થયું નથી !

બોધ : બહુ બોલે એ બહુ ખરડાય. સમય પારખીને ચૂપ રહેતા અને યોગ્ય સંબંધ બનાવતા આવડે તો સ્ટ્રગલર આઉટસાઈડર હોવા છતાં ધરખમ સફળતા જ છાપરે ચડીને બોલે ! પૂછો સ્થિતપ્રજ્ઞા 'કૂલેશ્વર' મહેન્દ્રસિંહ ધોનીને !
    
જે ીને ૨૦૧૫માં પુરુષ માટે પનોતી કહીને ટુચ્ચા ટ્રોલિયાઓએ કાગારોળમચાવી હતી, એ જ ી એ પુરુષના જીવનમાં રહી, અને પુરુષ ભારતમાં સૌથી વધુ પરફોર્મ કરતી સેલિબ્રિટી તરીકે ધ કેપ્ટન થઈ ગયો !

જી હા, યાદ હોય તો પેલીપારકી પંચાતને લીધે ત્યારની એક્સ-ગર્લફ્રેન્ડ અનુષ્કાના બચાવમાંવિરાટ આવેલો, એ એનું સાચું પૌરુષ હતું. પછી અનુષ્કા ય સારી મોટા બેનર ફિલ્મોમાંઆવી, ને વિરાટની કરિઅર પણ સ્પોર્ટ ગિઅરમાં ભાગી. ગૃહલક્ષ્મી પહેલા જ લક્ષ્મીવર્ષા થઈ. કદાચ આ જ જેશ્ચરથી એક્સ ગર્લફ્રેન્ડ ફરી મેક્સ થઈ ને ઇટાલી ખાતે જીવનસંગિની પણ બની ગઈ ! વડાપ્રધાન પણ આવે એવા ભવ્ય રિસેપ્શન પણ યોજાઈ ગયા.

ભારતભરના લાડકા એવા આ મેઇડ ફોર ઈચ અધર સેલિબ્રિટી કપલને દેશે ફૂલડે વધાવી 'વિરુષ્કા' તરીકે અપનાવ્યા. વિરાટટીવી એડ.થી ખબર પડે એમ સારો એકટર છે ને અનુષ્કા ફિલ્મોથી ખબર પડે એમ એથ્લેટ જેવી ફિટ છે. અનુષ્કા તો થિન્કિંગ લેડી પણ ખરી.વિરાટ કેર ફ્રી આલ્ફા મેલ. જુગલજોડી છે.

પણ આમાં આપણે સામાજિક ધોરણે શીખવા જેવા નાનકડા પાઠ પણ છેત

એક, કોઈ ી પનોતી કે છપ્પરપગી હોતી નથી. પુરુષ ી પાછળ ફના થવામાં બરબાદ થાય તો ય એ એની સમસ્યા છે, ને આબાદ થાય તો ય એ એની સિદ્ધિ છે. એમાં ઘડી ઘડી એની પ્રેયસી કે પત્નીને દોષ ન દીધા કરવો એ આપણા રૃઢિચુસ્તોએ સમજવા જેવું છે. ફેશનને વખોડતા ધામકો 'નારી મોહમાયા' ના પ્રલાપ કરે એ એમનો દોષ છે. ક્યાંક આમ થૂંકેલું ચાટવું પડે. ી શક્તિ જરૃર બની શકે પુરુષના જીવનમાં પણ નબળાઈ જ બને એવું પુરી સમજણ વિના હંમેશા ધારી ન લેવું. યોગ્યકુડી મળે એ મહત્વનું છે, કુંડળી ભલે ન મળે. સારો મુંડો મળે તો મેળાપક માર્યા ફરે.

બે, ૨૧મી સદી ૧૮વર્ષની થઈ. કપલ પણ હવે મોડર્ન હોવાના. ીએ ફલાણા કપડાં પહેરવા સંસ્કારી દેખાવા ને પુરુષે પત્ની સિવાયબીજી મહિલાને સ્પર્શ પણ ન કરવો કોઈ પાર્ટીમાં - આવી વિક્ટોરિયન વાતો લાંબી ટકશે નહિ.વિરાટને અનુષ્કા બે યપરસ્પરના પ્રેમથી સમૃદ્ધ જ થયા.

બાકી, દુનિયા જલે તો જલે. આધુનિક હોટ કપડાંપહેરતી, કે બિન્દાસ ગ્લેમરવર્લ્ડમાં રહેવાથી પ્રિયા વાઈફ મટીરીયલ ન જ હોય એવું ન હોય. વિરાટનો સ્કોર આ બાબતમાં ય અનુકરણીય છે. ફેમ ને ફોર્ચ્યુન તો બે ય પાસે છે પણ બેઉને એ માણવા માટે એકબીજા મળ્યા એ મોટા અહોભાગ્ય. લિવ ફ્રી. જલસાથી.

ત્રણ, મિયાં-બીવી રાજી તો જખ મારેગા કાજી.જ્ઞાાતિ-ધર્મ-દેશ બધું સાઈડમાં. પણ આવા નિર્ણય વટભેર લઈ શકાય તો ય બાકીના ચૂપ રહે એવી ત્રેવડ કેળવવી પડે. આ કિસ્સામાં છે એમ બેઉએ અથવા એટલીસ્ટ એકપાત્રએ. પહેલાં એના પર ફોકસ કરો તો મનગમતા મેરેજ ખાસ્સા ઇઝી થઈ જશે. લવ તમારી લાઈફમાં સ્પીડબ્રેકર બનવાને બદલે એક્સીલરેટર બનવો જોઈએ. બીજાના પ્રેમમાં માથું ન ખોસવું એ આપણી સાચી સંસ્કૃતિ છે.

રાજસમંદ જેવા વિડિયોઝ નહિ. પણ આવા લવને મેરેજ સુધી પહોંચાડવા માટે એક મેચ્યોરિટી જોઈએ. લોકોની કામેન્ટ્સ તરફ ધ્યાન દીધા વિના જ હોટ હેડને કૂલ રાખવાનું. કામ ને કમાણી પર ફોકસ કરી આગળ વધવાનું.જાણીતા વ્યક્તિઓને તો આ કાયમનું દુ:ખ છે જ બીજાઓથી ઘેરાયેલા રહેવાનું. આપણા વાળો કે વાળી સમજે ને ખુશ તો ટીકા બધીયે ઠુસ્સ. થર્ડ પાર્ટીની એન્ટ્રી એટલે બે માણસની એક્ઝિટ.

ક્રિકેટ ને ફિલ્મો ગમે તેટલા હાઈટેક ને માર્કેટિંગવાળા થાય, પ્યાર હમેશા વોહી રહેગાનો આ એક વધુ પુરાવો છે. લવ રુલ્સ. જય હો પ્રેમનારાયણ.

બોધ : પ્રોબ્લેમ્સ ક્યારેક રિશ્તાને વધુ સ્ટ્રોંગ બનાવે. બહારની ટીકા અંદરના પ્રેમને જગાડે. ચર્ચા કરવાનો સમય કારકિર્દીમાં નાખવો. નવી સફળતા પાછલી નિષ્ફળતા ભૂલાવી દે. આપણા સમાજમાં લવમેરેજ માટે પહેલા કેપેબલ થવું.

વીતેલા વર્ષના છેડે હસતા હસાવતા ગુજરાતી લેખક-દિગ્દર્શક નીરજ વોરાએ આપણી વચ્ચેથી વિદાય લીધી. આમ તો એ ૨૦૧૬માં જ દિલ્હી ખાતે કોમામાં સરકી ગયેલા ને પછી રિકવર થયા જ નહિ. શું કરીએ, લાઈફની સ્ક્રિપ્ટ નીરજ વોરા જેવા કાબેલ કસબીઓને બદલે કોઈક ઉપરથી આડેધડ લખે છે. નહિ તો ફૂલ ધમાલ બાદ હેપી એન્ડિંગ જ આવ્યું હોત !

ગુજરાતી નાટકોના પ્રેમી અને સંગીતની સૂઝવાળા નરસૈંયાના વારસદાર નીરજભાઈને લીધે જ પ્રિયદર્શન અને રોહિત શેટ્ટીની કોમિક ફિલ્મોમાં ટેનિસની 'રેલી'ની જેમ એકદમ શાર્પ કટસવાળા રમુજી સંવાદોની રમઝટ બોલતી. અક્ષય કુમાર કે પરેશ રાવલની કારકિર્દીના નવા વળાંકો એમને આભારી. હેરાફેરી, હંગામા, હલચલ, ચૂપચૂપ કે, ગોલમાલ બધી ફિલ્મોના ડાયલોગ્સ એમના. એક્ટિંગ પણ અચ્છી કરે. નીરજ વોરાએ ડાયરેકશન માટે લખવાનું છોડયું, એમાં જાણે આ બેઉ દિગ્દર્શકોની ક્મેડી ફિલ્મો ય ઓછી ચાલતી થઇ ગઈ !

નીરજ વોરાના પત્ની ગુજરી ગયેલા. ભાઈ અને અમુક અંગત મિત્ર સિવાય સાવ એકલા. કોમામાં ગયા પછી હોસ્પિટલમાં લાંબો સમય રાખવામાં કોઈ વારસદાર નહિ. ત્યારે એને હોસ્પિટલમાંથી પ્રોડયુસર દોસ્ત ફિરોઝ નડિયાદવાળા પોતાના જુહુના 'બરકત વિલા' બંગલામાં લઇ આવ્યા. એમને વહાલો દોસ્ત લાચાર બેહોશીમાં હોસ્પિટલમાં મશીનો અને એવા જ માણસો વચ્ચે પડયો રહે એ મંજૂર નહોતું. પોતાના ઘેર જ ફિરોઝભાઈએ સ્વખર્ચે દોસ્ત માટે એક આઈસીયુ ઉભું કર્યું.

નીરજ વોરાને રખાયેલા એ ઓરડામાં એમના મમ્મી-પપ્પાની તસવીરો ! ચોવીસ કલાક બબ્બેની ડયુટીમાં કુલ ચાર નર્સ. એક કેરટેકર. એક સ્પેશ્યલ ડોક્ટર. એક ખાસ નળીથી અપાતો ખોરાક રાંધતો કૂક ! અને એમને ગમતું સંગીત સંભળાવવાનું. મુસ્લિમ ઘરમાં રોજ નીરજભાઈ માટે હનુમાન ચાલીસના પાઠ પણ થાય !

ખેર, એક વર્ષથી વધુ સમય સેવાનું પુણ્ય આપી નીરજભાઈ તો ગયા. ફિરોઝભાઈ અફસોસ કરતા રહી ગયા કે મિત્રની તબિયત અથાક પ્રયત્ને સુધરી નહીં. યારી હૈ ઈમાન મેરા જેવી દોસ્તી હો તો ઐસી ! ફિરોઝભાઈ ક્યાંય લાઈમલાઈટમાં આવ્યા જ નહિ. એમણે તો આ બધું એક મીત્ર માટે સ્નેહવશ કરેલું, મીડિયા એટેન્શન માટે નહીં. આજના જમાનામાં કોણ જેને ખબર જ નથી પડવાની એવા કોમામાં ગયેલા દોસ્ત માટે ખુદના ઘરમાં ગાંઠના ખર્ચે આટલું કરે ?

અમીરોનું ગ્લેમરવર્લ્ડ તો વધુ ગણતરીબાજ ને સ્વાર્થી હોય ! વિશ્વની યાદગાર દોસ્તીકથાઓમાં ય ફિલ્મી લાગે એવી આ રિયલ લાઈફ ઘટના છે ! અંદરથી હલાવી દે એવી, અને પરસ્પર ધામક કે ધંધાદારી ઝેર ને શંકાના આ માહોલમાં ડાર્ક ચોકલેટમાં વ્હાઈટ સ્યુગર જેવી ! આવો એક સંબંધ કમાયા તો બેંક બેલેન્સ જખ મારે છે !

બોધ : મિત્રતાની પરખ પાર્ટીમાં નહિ, કસોટીના કાળમાં થાય છે. નવા મિત્રો બનાવવા અઘરા હોય એ ઉંમરે જૂના ગુમાવતા પહેલા ગમ ખાઈ લેવો. કોઈ વળતરની આશા કે દુનિયાની વાહવાહ વિના જ વ્હાલ વરસાવે એ ખરા દોસ્ત ! ર્

સ્વીટ ૨૦૧૮ !

ઝિંગ થિંગ

હમણાં આમીર ખાન શાહરૃખ ખાનના ઘેર ગયો અને પોતે 'મહાભારત'ના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોઈ પોતે સાઈન કરેલો ભારતના પહેલા એસ્ટ્રોનોટ કેપ્ટન રાકેશ શર્માનો રોલ એણે શાહરુખને ઓફર કરી દીધો, જે શાહરૃખે સ્વીકાર્યોે.

એ જ અરસામાં ધાણીફૂટ ચૂંટણીપ્રચારમાં આક્ષેપબાજી બાદ દિલ્હીમાં સામસામે સસ્મિત મળેલા મોદી અને મનમોહનસિંહનો ફોટો ય છપાયો. મતલબ, નીચેવાળા ઘેલાઓએ ગમતા સ્ટાર કે પક્ષ માટે એટલા ન બાખડી પડવું કે ઉપરવાળા ઉંચે લોગ   જોડે બેસીને જમતા હોય અને અહીં અંદરોઅંદર એ માટે અબોલા થઇ જાય !
 

Post Comments