Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ

- ચોથા રાષ્ટ્રપતિ વરાહગિરિ વેંકટ ગિરીનો જન્મ ઓડિશાના બહેરામપુરમાં ૧૮૯૪માં થયો હતો. વી.વી. ગિરિના પિતા વી.વી. જોગિયાહ પંતુલુ એ સમયના ઓડિશાના ખ્યાતનામ વકીલ હતા.

- ઉચ્ચ અભ્યાસ માટે તેઓ આયરલેન્ડની ડલ્બિન યુનિવર્સિટીમાં ગયા. આયરલેન્ડમાં એ વખતે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું. ગિરિ આયરલેન્ડની યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોવાના કારણે તેમાં જોડાયા.

- આયરલેન્ડથી ભારત આવ્યા પછી તેઓ મજૂર આંદોલનમાં સક્રિય થયા.

- અંગ્રેજ સરકાર ભારતના રેલવે કર્મચારીઓનું શોષણ કરતી હતી. ગિરિએ રેલવે કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા માટે બંગાળ-નાગપુર રેલવે એસોસિએશન બનાવીને નોંધપાત્ર કામગીરી કરી હતી.

- તેઓ અખિલ ભારતીય વ્યાપાર સંઘ અને અખિલ ભારતીય રેલવે કર્મચારી સંઘના અધ્યક્ષ બન્યા.

- ભારત આઝાદ થયું પછી તેમને શ્રમ મંત્રી બનાવાયા. ૧૯૫૬માં તેમને ઉત્તર પ્રદેશના ગર્વનર બનાવાયા. ૧૯૬૦માં તેમની નિયુક્તિ કેરળના ગર્વનર તરીકે થઈ. ૧૯૬૫માં તેમને કર્ણાટકના ગર્વનર બનાવાયા અને ૧૯૬૭માં તેઓ ભારતના ઉપ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. એ સાથે જ અપક્ષ તરીકે રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા હોય એવા વી.વી. ગિરિ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
 

Post Comments