Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉમરકોટ : આ હિંદુ રજવાડુ ૧૯૪૭ના ભાગલા સમયે પાકિસ્તાનમાં રહયું હતું - હસમુખ ગજજર

ઉમરકોટના રાજવી હમિરસિંહ પિતાના પગલે હિંદુ અને લઘુમતિઓના હિતની વાત કરતા જરાં પણ ખચકાતા નથી. સ્વ રાણા ચંદ્રસિંહે પાકિસ્તાનમાં હિંદુઓનો અવાજ રજૂ કરવા માટે પાકિસ્તાન હિંદુ પાર્ટીની સ્થાપના કરી હતી

સ્વ રાણા ચંદ્વસિંહ પાકિસ્તાનની એસેમ્બલીમાં ૭ વાર ચૂંટાયા હતા

૫ મી એસેમ્બલીમાં ૧૪ એપ્રિલ ૧૯૭૨ થી ૭ માર્ચ ૧૯૭૭ સુધી

૬ ઠી એસેમ્બલીમાં ૨૬ માર્ચ ૧૯૭૭ થી ૫ જુલાઇ ૧૯૭૭ સુધી(પીપીપી)

૭મી એસેમ્બલીમાં નોન પાર્ટી બેઝ ઇલેકશન ૨૦ માર્ચ ૧૯૮૫ થી ૨૯ મે ૧૯૮૮

૮ મી એસેમ્બલીમાં ૩૦ નવેમ્બર ૧૯૮૮ થી ૬ ઓગસ્ટ ૧૯૯૦ (અપક્ષ તરીકે )

૯મી એસેમ્બલીમાં ૩ નવેમ્બર ૧૯૯૦ થી ૧૮ જુલાઇ ૧૯૯૩ (પાકિસ્તાન હિંદુ પાર્ટી)

૧૦ એસેમ્બલીમાં ૧૫ ઓકટોબર ૧૯૯૩ થી ૫ નવેમ્બર ૧૯૯૬ (અપક્ષ)

૧૧મી એસેમ્બલી ૧૬ નવેમ્બર ૨૦૦૨ થી ૧૫ નવેમ્બર ૨૦૦૭ (રિટાયર્ડ)

જયાં અકબર જન્મ થયો તે ઉમરકોટના કિલ્લામાં હિંદુ રાજવીઓ રહે છે

ઐતિહાસિક તથ્યો મુજબ પાકિસ્તાનનો ઉમરકોટ વિસ્તાર મુગલ સામ્રાજય અને ત્યાર બાદ અંગ્રેજોના હાથમાં હતો. શેરખાન સૂરી સામેની લડાઇમાં હુમાયુંએ ભાગવું પડયું ત્યારે આ રજવાડાના વડદાદા રાણાપ્રસાદે હુમાયુને આશરો આપ્યો હતો.

૧૪ ઓકટોબર ૧૫૪૨માં રાણી હમીદાબાનુંએ ઉમરકોટના કિલ્લામાં અકબરને જન્મ આપ્યો હતો. હુમાયુ પછી અકબરે દિલ્હીની ગાદી સંભાળીને નોર્થ વેસ્ટ તરફ પ્રયાણ કર્યુ એ પછી સોઢા રાજપૂત હિંદુ રાજા રાણાપ્રસાદે ઉમરકોટનું રાજ સંભાળ્યું હતું. ઇસ ૧૯૪૭નું અમરકોટ હવે  ઉમરકોટ તરીકે પણ ઓળખાય છે.

૧૯૬૫ સુધી ઉમરકોટમાં ૮૦ ટકા વસ્તી હિંદુઓની હતી. ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પણ ઉમરકોટમાં કોમી એકતા જળવાઇ રહી હતી. ઉમરકોટથી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ ૬૦ કિમી દૂર છે. પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા મુજબ અહીંયા ઠાકુરો મોટા પ્રમાણમાં જમીનદાર હતા.જે ભીલ,કોલી,મેઘવાર વગેરે કાસ્ટના લોકોને કામે રાખતા અને મુખ્યત્વે વેપારનું કામ પણ કરતા હતા.

આમ તો પાકિસ્તાનમાં હિંદુ સહિતની લઘુમતિ કોમોના ૫૦ લાખ લોકોએ કટ્ટરવાદીઓનો ત્રાસ સહન કરવો પડે છે. માત્ર હિંદુઓ જ નહી ૧૯૪૭ના ભાગલા સમયે ભારત છોડીને પાકિસ્તાન તરફ પ્રયાણ કરનારા શરણાર્થી મુસ્લિમોને મોહાજીર ગણીને હડધૂત કરવામાં આવે છે. પાકિસ્તાનમાં રહેતા અહેમદિયા મુસ્લિમોને તો કટ્ટરવાદીઓ મુસ્લિમ જ માનતા જ નથી.

આ પ્રકારની  કોમવાદી અને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા પાકિસ્તાનમાં નવાઇ લાગે તેવી વાતએ છે કે સિંધ પ્રાંતના ઉમરકોટનો હિંદુ રાજવી પરીવાર કોઇનાથી પણ ડર્યા વગર શાનથી રહે છે. આ રાજવી પરીવારના હિંદુ હોવા અંગે કે હિંદુ ધર્મ વિશે કોઇ કશુંજ બોલવાની હિંમત કરી શકતું નથી.

૧૯૪૭માં ભારતના ભાગલા પડયા ત્યારે હિંદુઓની બહુમતી ધરાવતું ઉમરકોટ રજવાડુ પાકિસ્તાનમાં રહયું હતું. ઉમરકોટ આજે પણ પાકિસ્તાનમાં પોતાને હિંદુ રજવાડુ માને છે. તેનો રાજવી પરીવાર પાકિસ્તાનના રાજકારણમાં પણ વજન ધરાવે છે. આ પરીવારના સભ્ય વર્ષો સુધી પાક એસેમ્બલીમાં ચુંટાતા હતા.

ભાગલા પડયા ત્યારે ઉમરકોટની વસ્તી ૧૨૦૦૦ હતી

આઝાદી સમયે ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓએ હિંદુ બહુમતિવાળા વિસ્તારોને ખાલી કરાવતા હતા. જયારે ૧૨ હજારની વસ્તી ધરાવતું ઉમરકોટનું આ હિંદુ રજવાડુ પાકિસ્તાનમાં રહયું હતું. ભાગલા સમયે ૪૮.૬ સ્કેવર કિમીમાં ફેલાયેલી જાગીરમાં મોટા ભાગના હિંદુઓ રહેતા હતા. ૧૯૪૬માં આ રજવાડાના રાણા અર્જુનસિંહ સોઢા મુસ્લિમ લીગની ટિકિટ પરથી ચૂંટણી લડયા હતા.

જવાહરલાલ નેહરુએ તેમને કોંગ્રેસમાં જોડાવાનો આગ્રહ કર્યો હતો પરંતુ સિંધ પ્રાંત સાથેનું લાંબા સમયનું હિસ્ટોરિકલ બેક ગ્રાઉન્ડ જોતા રાજવીઓ કોંગ્રેસમાં જોડાયા ન હતા. ઉમરકોટ રજવાડાના ૨૪માં રાણા ચંદ્રસિંહ સોઢાએ આઝાદી પછી પાકિસ્તાનમાં ભેળવી દિધું હતું.

ઉમરકોટના રાણા, ઝુલ્ફીકાર ભુટ્ટોની પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના સ્થાપક સભ્ય હતા

ઉમરકોટના સ્વ રાણા ચંદ્રસિંહ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સતત  ૭ વાર ચૂંટાયા હતા. તેઓએ પહેલીવાર થારની બેઠક પરથી પાકિસ્તાન એસેમ્બલીના મેમ્બર તરીકે પ્રવેશ કર્યો હતો. એટલું જ નહી ૧૯૭૭ થી ૧૯૯૯ સુધી તેઓ સતત ઉમરકોટથી  ચૂંટણી જીત્યા હતા.

રાણા ચંદ્રસિંહ અને  ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એક બીજાની ખૂબજ નજીક હતા.૧૯૭૭માં  ભુટ્ટોએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સ્થાપના કરી ત્યારે ચંદ્રસિંહ તેના સ્થાપક સભ્ય પણ હતા. ભારત વિરોધથી ભરેલા ભુટ્ટોની પાર્ટીના સ્થાપક સભ્ય કોઇ હિંદુ હોય તે અચરજભરી હકિકત છે.

૧૯૯૦માં પાકિસ્તાન હિંદુ પાર્ટીના વડાએ નેશનલ એસેમ્બલીમાં પ્રવેશ કરેલો

ચંદ્રસિંહે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓનો અવાજ રજૂ કરવા પાકિસ્તાન હિંદુ પાર્ટીની પણ સ્થાપના કરી હતી. પોતાના નિવાસસ્થાને ઉમરકોટના કિલ્લા પર ઓમ અને ત્રિશુલના પ્રતિકવાળો ભગવો ધ્વજ પણ લહેરાવ્યો હતો.

તેઓએ પાકિસ્તાન હિંદુ પાર્ટીના ઉમેદવાર તરીકે પાકિસ્તાનની ૯મી એસેમ્બલીમાં ૩ નવેમ્બર ૧૯૯૦ થી ૧૮ જુલાઇ ૧૯૯૩ સુધી પ્રતિનિધિત્વ કર્યુ હતું. ચંદ્રસિંહ પાકિસ્તાનની એસેમ્બલીમાં ગમે તેટલા શોરબકોર વચ્ચે પણ હિંદુઓ અને લઘુમતિઓને થતા અન્યાયની વાત ઇમાનદારીથી કરતા હતા. પાકિસ્તાનમાં  હુકમરાન કોઇ પણ હોય રાણાની રજૂઆતને સાંભળવી પડતી હતી.

ભાગલાની ઘટનાથી અલગ પડી ગયેલા સ્નેહીજનોની રજૂઆત સાંભળવામાં પાકિસ્તાનનું વલણ હંમેશા નકારાત્મક રહેતું હતું. આવા સંજોગોમાં બંને દેશો વચ્ચે રહેતા સગા સંબંધીઓ પણ એક બીજાની સાથે સરળતાથી મળી શકે તે માટે સતત પ્રયત્નશીલ રહયા હતા.પાકિસ્તાન જેવા સંકુચિત દેશમાં આ કોઇ નાની સૂની વાત ન હતી. આ ફિયરલેસ પોલિટિકલ એકટિવિસ્ટ ચંદ્રસિંહનું ૨૦૦૯માં અવસાન થયું ત્યારે પાકિસ્તાનના અનેક રાજકારણીઓ અને મહાનુભાવોએ અંજલી આપી હતી.

એ કે ૪૭ રાઇફલ સાથે મુસ્લિમ બોડીગાર્ડ રક્ષણ કરે છે

પાકિસ્તાનના ઉમરકોટના રાજવીઓ સોઢા, હિંદુ રાજપુત છે. જો કે પાકિસ્તાનમાં ઘણા મુસલમાનો  આ રાજવી પરીવારને પુરુ એટલે પારસનો વંશજ પણ માને છે. મુસ્લિમ બોડીગાર્ડ  પણ ૨૪ કલાક હાથમાં એ કે ૪૭ રાઇફલ અને શોટગન સાથે આ રજવાડાનું રક્ષણ કરે છે. હિંદુ સિંહ તરીકેનું ઉપનામ મેળવનારા સ્વ રાણા ચંદ્રસિંહના પુત્ર હમીરસિંહ છેલ્લા આઠ વર્ષથી આ વિરાસત સંભાળે છે.

તેમની ૨૦૦૯માં ૨૬માં રાણા ઓફ થરપારકર ઠાકુર તરીકે લોહીના તિલકથી વરણી થઇ હતી. તેઓ પણ બેનઝિર ભુટ્ટોના શાસનમાં સિંધ પ્રાંતની સરકારમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ એગ્રીકલ્ચર વિભાગના મંત્રી પણ હતા.હમીરસિંહ પણ રાજકારણમાં પિતાના પગલે ત્રણ વાર એમએલએ તરીકે અને ડેપ્યૂટી નિઝામ ઓફ ઉમરકોટ રહી ચૂકયા છે.

રાજવી હમિરસિંહ પાકિસ્તાનમાં જાહેર મંચ પર સિંહની જેમ ગર્જના કરે છે. તેઓ હિંદુ અને લઘુમતિઓના હિતની વાત કરતા જરાં પણ ખચકાતા નથી. પાકિસ્તાનમાં અલ્પ સંખ્યક મતોની સંખ્યા ૩૦ લાખ જેટલી છે. એક રિપોર્ટ મુજબ સિંધના ૧૩ અને પંજાબના બે જિલ્લામાં ચૂંટણી પરીણામો પર અસર પાડી શકે તેટલી સંખ્યામાં છે. હમીરસિંહના પુત્ર કરણીસિંહ જે પ્રિન્સનો દરજ્જો ધરાવે છે.

 

Post Comments