Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડૂત, દાર્શનિક, વિજ્ઞાની : ભારતના રાષ્ટ્રપતિ કેવા કેવા હતા?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ : ૧૨ વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહેવાનો અતૂટ વિક્રમ

સાદગીના પ્રતિક સમા ડો.રાજેન્દ્ર પ્રસાદ, દાર્શનિક વિભૂતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન, મજૂર નેતા વેંકટગિરિ, વિના વિરોધે ચૂંટાયેલા નીલમ સંજીવ, લોકલાડીલા અબ્દુલ કલામ.. એમ વિવિધ પ્રકારના રાષ્ટ્રપતિ આપણે જોયા છે. એ બધાનો પરિચય મેળવીએ..

રાષ્ટ્રપતિ ભવનમાં હવન-પૂજા વિધિ કરાવી રહેલા પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ

- દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ બિહારના સિવાન જિલ્લાના જીરાદેઈ ગામમાં ૧૮૮૪માં થયો હતો.  બાળપણમાં રાજેન્દ્ર પ્રસાદે માતા પાસેથી જ રામાયણની કથા સાંભળી હતી. રામાયણમાં તેમને આજીવન ઊંડી આસ્થા અને રુચિ રહી હતી. રાષ્ટ્રપતિ બન્યા પછી પણ તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રામ ચરિત માનસનું રોજ પઠન કરતા.

- અભ્યાસ માટે તેઓ બે વર્ષ પટણાની એકેડમીમાં રહ્યા હતા. એ પછી તેમણે કલકત્તા જઈને ૧૯૦૨માં આગળનો અભ્યાસ કર્યો હતો.

- અર્થશાસ્ત્રમાં એમ.એ. થયા પછી રાજેન્દ્રબાબુએ શરૃઆતમાં કેટલીક ઈન્સ્ટિટયૂટમાં શિક્ષક તરીકે કારકિર્દી આરંભી હતી. તેમની આવડત અને કુશળતાના કારણે થોડા વર્ષોમાં જ તેઓ બિહારની એક કોલેજમાં આચાર્ય બની ગયા હતા. પણ વકીલાતનો અભ્યાસ કરવાની ઈચ્છા હોવાથી તેમણે આરામની નોકરી છોડી દીધી હતી.

- કલકત્તામાં જ તેમણે ગોલ્ડ મેડલ સાથે વકીલાતનો અભ્યાસ પૂરો કર્યો. એ પછી તેમણે કાયદાશાસ્ત્રમાં જ પીએચ.ડી પણ કર્યું. ત્યારબાદ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે બિહાર અને ઓડિશાની કોર્ટમાં વકીલ તરીકે કારકિર્દી શરૃ કરી.

- એ દિવસોમાં દેશમાં અંગ્રેજોના દમન સામે આઝાદીની લડાઈ પૂરજોશમાં ચાલતી હતી. ૧૯૧૭માં કલકત્તામાં મળેલાં કોંગ્રેસના અધિવેશનમાં રાજેન્દ્રબાબુએ ભાગ લીધો અને એ સાથે તેઓ આઝાદીની લડાઈમાં સક્રિય થયા.

- ચંપારણ સત્યાગ્રહનો આરંભ થયો અને ખેડૂતોનો મુદ્દો કોર્ટમાં રજૂ થયો ત્યારે એ વખતે બિહારના અગ્રણી વકીલ ગણાતા રાજેન્દ્રબાબુએ એક પણ પૈસાની ફી લીધા વગર એ કેસ લડયો હતો. એ પછી ગાંધીજી જ્યારે બિહારમાં ખેડૂતોને મળવા આવ્યા ત્યારે રાજેન્દ્રબાબુની પહેલી મુલાકાત ગાંધીજી સાથે થઈ હતી. ત્યારબાદ આઝાદીની લડતમાં તેમની સક્રિયતા વધી હતી.

- રાજેન્દ્રબાબુને મુંબઈમાં ભરાયેલા અધિવેશમાં કોંગ્રેસના અધિવેશનમાં અધ્યક્ષ બનાવાયા હતા. તેમણે એ વખતની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારી ૧૯૩૪-૩૫ સુધી નિભાવી હતી.

- આઝાદી પછી પ્રથમ સરકારમાં તેઓ ખાદ્ય અને કૃષિ મંત્રી બન્યા હતા. ૧૯૫૦માં ભારતનું બંધારણ લાગુ થયું પછી સર્વાનુમતે રાજેન્દ્રબાબુને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનાવાયા હતા.

- ૧૯૫૧માં દેશભરમાં પહેલી વખત ચૂંટણી એ પછી સત્તાવાર રીતે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૫૭માં બીજી વખત પણ તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

- બબ્બે વખત રાષ્ટ્રપતિ બન્યા હોય એવા રાજેન્દ્રબાબુ દેશના એક માત્ર રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ તરીકે તેમનો કાર્યકાળ કુલ ૧૨ વર્ષનો હતો, જે આજ સુધી અતૂટ વિક્રમ રહ્યો છે.
 

Post Comments