Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેન્ડ ક્રાઇસિસ - હસમુખ ગજજર

વિશ્વમાં ઠેર ઠેર આકાર લઇ રહેલી એક નવી જ આફત

વિશ્વમાં દર વર્ષે ૪૦ અબજ ટન રેતીનો બાંધકામ તથા વિવિધ ઉધોગોમાં ઉપયોગ થાય છે. રેતી એક જિવાશ્મ છે તેને કુદરતી રીતે બનતા લાખો વર્ષ લાગે છે પરંતુ તેના અતિ દોહનથી થોડાક વર્ષોમાં સેન્ડ ક્રાઇસિસ ઉભી થાય તેવી શકયતા છે.

શું બાંધકામ ઉધોગે રેતનો પણ  વિકલ્પ શોધવો પડશે ?

કોંકિટના જંગલો ઉપરાંત રોડ,રસ્તા,પૂલ,કાચ તથા ઇલેકટ્રોનિકસ વસ્તુઓ બનાવવા માટે રેતનો મોટા પાયે ઉપયોગ થાય છે. માટીના વાસણો, કિચન ઘરવખરી,સ્ટોનવોસ,વોસ બેઝિન ટોઇલેટ સીટથી માંડીને કાચ સુધીની વસ્તુઓમાં રેત વપરાય છે.

આ ઉપરાંત ભૂમિ સુધારણા અને અણુભઠ્ઠીઓમાં મોટા પાયે રેતની જરુર પડે છે. એક પરમાણું વીજળી હાઉસ તૈયાર કરવા માટે ૧.૨ કરોડ ટન રેતી વપરાય છે. અણુકચરો સલામત દાટવા માટે પણ અઢળક રેતની જરુર પડે છે. એકકિલોમિટર લાંબો હાઇવે તૈયાર કરવામાં ૩૦ હજાર ટન રેતીની જરુર પડે છે.

આજની ડિજિટલ દુનિયામાં  જયાં પણ સિલિકોન વેલી છે ત્યાં મોટા ભાગની સિલિકા રેતીમાંથી જ મેળવવામાં આવે છે. આમ આધૂનિક વિકાસમાં રેતનો મલ્ટિપલ રોલ હોવાથી  ભવિષ્યમાં પીવાના પાણી અને ક્રુડ ઓઇલ પ્રકારનું જ સંકટ હશે. બાંધકામ ઉધોગમાં પણ રેતનો વિકલ્પ શોધી શકાયો નથી. આથી  લો વેઇટ કન્સ્ટ્રકશન ટેકનોલોજી પર આધારિત  પર ધ્યાન આપવાની જરુરીયાત છે.

કોઇ ચીજ નગણ્ય હોતી નથી એમ કહીને આપણા વડિલો ચપટિક ધૂળની પણ ખપ પડે એવી શિખામણ આપતા હતા. એક સાયન્સ જર્નલ અને યુએનના જણાવ્યા મુજબ  વિશ્વમાં વધતા જતા સિમેન્ટ અને ક્રોંકિટના જંગલોના વિકાસના પગલે પૃથ્વી પર સેન્ડ ક્રાઇસિસ એટલે કે રેત સંકટ ઉભું થયું છે. રેતી એક જિવાશ્મ છે તેને કુદરતી રીતે બનતા લાખો વર્ષ લાગે છે પરંતુ થોડાક વર્ષોમાં જ હાથમાંથી સરકી જાય તેવી શકયતા છે.આ પર્યાવરણ માટે પણ ગંભીર સંકટ સમાન છે.

એશિયા પ્રશાંત ક્ષેત્રમાં રેતી ખનન સૌથી વધારે થાય છે. ત્યાર પછી યૂરોપ અને અમેરિકાનો નંબર આવે છે. રેતી ખનનનું વાર્ષિક બજાર ૭૦ અબજ ડોલરને પાર કરી ગયું છે. વિશ્વમાં દર વર્ષે ૪૦ અબજ ટન રેતીનો બાંધકામ તથા વિવિધ ઉધોગોમાં ઉપયોગ થાય છે.

આપણે રોજબરોજ રેતી ચોરી અને રેત માફિયાઓના કરતૂતો વિશે સાંભળીએ છીએ. જો કે રેતીના ગેર કાયદેસર વેપારની આ સમસ્યા કોઇ એક દેશ પૂરતી નહી પરંતુ ગ્લોબલ બની ગઇ છે. અમેરિકા જેવા વિકસિત દેશની અર્થ વ્યવસ્થામાં પણ રેતનો ઉપયોગ વર્ષે ૫ ટકાના દરે વધી રહયો છે. છેલ્લા ૫ વર્ષ  દરમિયાન વિશ્વમાં  રેતનો વપરાશ ૨૪ ટકા વધ્યો છે.

જેમાં ગેર કાયદેસર રેતી ખનનના માર્કેટનો વ્યાપ કાયદેસર કરતા પણ વધારે છે. ભારત અને ચીન જેવા વિશાળ દેશોમાં પણ બે હિસાબ રેતી વપરાય છે. ભારતમાં છેલ્લા ૨૦ વર્ષમાં રેતીનો વપરાશ ૪ ગણો વધ્યો છે. ૨૦૧૩માં બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ભૂમધ્ય રેખા ઉપર ૨૭ મીટર ઉંચી અને એટલી જ પહોળી દિવાલ બનાવી શકાય એટલી રેત વિશ્વમાં વપરાઇ જાય છે.

સામાન્ય રીતે અરબસ્તાનને યાદ કરીએ એટલે તરત જ રેતીના ઢગલાઓ અને ફૂંકાતા પવનોનું સ્મરણ થાય છે. નવાઇની વાત તો એ છે કે મધ્ય પૂર્વના મોટા ભાગના દેશો ચમકદાર બાંધકામ માટે વિદેશથી રેતીની આયાત કરે છે.

દૂબઇ દર વર્ષે ઓસ્ટ્રલિયા થી મોેટા પાયે રેતી લાવે છે.  ૨૦૧૪માં દૂબઇએ રેત અને મોટા કપચાની આયાત માટે ૪૫.૬ કરોડ ડોલર ખર્ચ કર્યો હતો. એ સાચું છે કે ઓસ્ટ્રેલિયા વિશાળ ભૂભાગ ધરાવે છે પરંતુ ત્યાં પણ ઘણા બીચ રેત ખલાસ થવાથી વેરાણ અને બરબાદ થઇ ગયા છે. એક માહિતી મુજબ રણની રેતી જરુરીયાત કરતા ઝીણી પડે છે આથી તે બાંધકામ માટે ખપમાં આવતી નથી. રેતીના વિવિધ પ્રકારો તેના ઝીણા મોટા કણો પર આધારિત છે.

પ્લાસ્ટર અને અન્ય કામોમાં જુદા જુદા પ્રકારની રેતીનો ઉપયોગ થાય છે. રેતીની સાઇઝના કણો ૦.૦૬ મિલીથી ૨ મિલી સુધીના હોય છે.આથી જરુરીયાત મુજબની રેત વેચવાનો ગ્લોબલ બિઝનેસ શરુ થયો છે. જેમાં રેતની કૃત્રિમ તંગી ઉભી કરીને પણ મલાઇ મેળવવામાં આવે છે.

વિએટનામ પાસે પોતાની વાર્ષિક જરુરીયાત કરતા રેતનો ભંડાર ઓછો છે. આથી  દેશના શહેરી વિકાસમંત્રીએ એક વાર એવું  સ્ટેટમેન પણ આપ્યું હતું કે ૨૦૨૦ સુધીમાં રેત, પીવાના પાણી અને ક્રુડ ઓઇલની જેમ જ દૂર્લભ કોમોડિટી બની જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેતનો સૌથી વધારે ઉપયોગ કરનારા દેશમાં સિંગાપોરનું પણ નામ આવે છે.  ઘર આંગણે સેન્ડ ક્રાઇસિસ ઉભી થવાથી આ દેશ ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા દેશો પાસેથી રેત આયાત કરતો હતો.

છેલ્લા ૪૦ વર્ષમાં સિંગાપોરે રેત વડે ૧૩૦ વર્ગ ક્ષેત્રફળનું પૂરાણ કરીને વિસ્તાર વધાર્યો છેે. સિંગાપોરે મોટા ભાગની રેત માફિયા પ્રકારના વેપારીઓની મદદથી વિદેશથી આયાત કરી હતી. જો કે થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશોને ઘર આંગણે પર્યાવરણ સંકટની ગંધ આવી જતા નિકાસ બંધ કરવી પડી છે. સિંગાપોરની જેમ અનેક ટાપુ દેશો અબજો ટન રેતી ખરીદે છે.

સિંગાપોરે મોટા ભાગની રેત માફિયા પ્રકારના વેપારીઓની મદદથી વિદેશથી આયાત કરી હતી. આ રેતીનો ઉપયોગ પોતાનો વિસ્તાર વધારવા કરે છે. ચીનનું સૌથી મોટું સરોવર પ્યોંગ માત્ર રેતી ખનનના કારણે જ સૂકાઇ જવાના આરે છે. 

કેન્યામાં નદી કાંઠાઓ પર  નભતા લોકો પીવાના પાણીની તંગીથી પીડાય છે. આમાંથી ભારતનો પોંડિચેરીનો દરિયાકાંઠો  કે મોરકકોનો સપાટ પ્રદેશ પણ બાકાત નથી. ભારતમાં કેરલની પંપા, મણિમાલા અને અચનકોવિલ જેવી નદીઓમાં રેત ખનન પ્રવૃતિના કારણે જળસ્તર ઓછું થઇ રહયું છે.

નર્મદા,ગંગા, કાવેરી આ તો મોટી નદીઓના નામ છે  આ ઉપરાંત સ્થાનિક વહેતી નાની મોટી ૨ હજારથી પણ વધુ નદીઓ રેતી ખનનનો ભોગ બની છે. દુનિયામાં રેતી ચોરી અને રેતીના કારોબારને લગતા ગુનાઓ પણ વધી રહયા છે.  દરેક દેશમાં અવનવા કાયદા ઘડાતા હોવા છતાં  રેત માફિયાઓ સક્રિય થઇ જાય છે.  એક માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ મેટ્રિક ટન રેતનો ભાવ ૧૬૧ યૂરો ડોલરથી વધુ બોલાય છે.

એક રિપોર્ટ મુજબ નદીના કાંઠાઓ, તળ પ્રદેશ અને દરિયાઇ કિનારાઓ પર રેતીનું ખનન થતું હોવાથી  તેના પર નભતી જીવસૃષ્ટિ પર જોખમ વધ્યું છે. રેતી ઉલેચાવાથી દરિયાના ખારા પાણી જમીનમાં ઊંડે સુધી ઘૂસવા લાગ્યા છે. આમ ભવિષ્યમાં આ સંકટ ઘેરું બને તેના ભણકારા વાગવાના શરુ થયા છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

                                                                   

Post Comments