Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આદર્શ શિક્ષક દેશના રાષ્ટ્રપતિ બન્યા

આઝાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દેશના બીજા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનનો જન્મ તમિલનાડુુના તિરૃતનીમાં ૫ સપ્ટેમ્બર ૧૮૮૮માં થયો હતો.

- ૧૯૦૬માં તેમણે ફિલોસોફીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. ૧૯૦૯માં મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તેઓ ફિલોસોફીના પ્રોફેસર બન્યા હતા.

- તેમણે હાર્વર્ડ, ઓક્સફર્ડ જેવી વૈશ્વિક યુનિવર્સિટીઝમાં ભારતીય દર્શન ઉપર વકતવ્યો આપ્યા હતા. ભારતીય દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી ડૉ. રાધાકૃષ્ણન માત્ર ભારતના નહીં, પણ વિશ્વભરમાં ભારતીય ફિલોસોફર તરીકે સન્માન પામ્યા હતા.

- તેઓ દેશના શ્રેષ્ઠ શિક્ષક ગણાતા હતા અને ગણાતા રહેશે. તેમણે લગભગ ૪૦ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભારતીય દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. એટલે જ તેમના જન્મદિવસને દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે.

- ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન રશિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૫૨માં ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેમના પર પસંદગી ઉતારવામાં આવી હતી. ૧૯૬૨ સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા પછી તેઓ ૧૯૬૨માં દેશના બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા.

- ૧૯૬૨થી ૧૯૬૭ સુધી રાષ્ટ્રપતિ તરીકે રહેનારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નિધન ૮૬ વર્ષની વયે ૧૯૭૫માં ચેન્નઈમાં થયું હતું. રાધાકૃષ્ણને ફિલોસોફી ઉપર દસેક જેટલાં મૌલિક પુસ્તકો લખ્યા હતાં.
 

Post Comments