Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બંધારણનું અજાણ્યું પાસું

પાને પાને પથરાયેલી ચિત્રકળા

૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીથી ભારતનું બંધારણ અમલમાં આવ્યુ છે એટલે એ દિવસને આપણે 'પ્રજાસત્તાક દિવસ(રિપબ્લિક ડે)' તરીકે ઉજવીએ છીએ. બંધારણ એટલે આમ તો કાયદાની વાતો, સરકારની સત્તા, નાગરિકના સમાનતાના હક્ક, વગેરે.. પણ સમાનતાનો હક આપતા બંધારણમાં એક પાસું એવું ય છે, જેના તરફ થોડું ઓછું ધ્યાન પડયું છે. એ પાસું છે - કેલિગ્રાફી.

બંધારણના શબ્દો ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા કરતાં કરતાં જે સ્થળે અટકી જાય છે, એ સ્થળેથી કેલિગ્રાફી કમાલ બતાવવાનું શરૃ કરે છે. બંધારણના પાનાઓમાં કુશળ કલાકારોના કસબમાંથી પ્રગટેલા ચિત્રોમાં ભારત ધબકે છે, ભારતીય સંસ્કૃતિની સરવાણીનો ધોધ વહે છે અને વૈવિધ્યપૂર્ણ ભારતીયોને એક તાંતણે બાંધી રાખતી અસંખ્ય કથાઓને કંડારતી કલા કિલકિલાટ કરે છે....
 

Post Comments