Breaking News
.

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદનાના સૂર નસીર ઈસમાઈલી

- અને તને જોવા લલચાતી આંખોને, બળાત્કારે હું પાછી વાળું છું...'

સમગ્ર પુરુષજાત પ્રત્યેની અવિશ્વાસપૂર્ણ નફરતના ઝેરમાં ઝબોળાયેલી જિંદગીને એકલી એકલી જીવી નાંખીશ- સોનાલી'

હાથમાં કવિતાના સામયિક સાથે ઉમંગ કંઈક બોલ્યે જતો હતો, પણ મારું એ તરફ ધ્યાન નહોતું. હું ઉમંગના બંગલાની લોનમાં બેસી મારી અને ઉમંગની વચ્ચે પડેલી ટિપોય પરના કોફી-પ્યાલાઓ સામે અન્ય મનસ્કપણે જોઈ રહ્યો હતો અને મેં ચુપચાપ ટિપોય પર પડેલા ઉમંગના સિગાર-કેઈસમાંથી એક સિગરેટ કાઢીને જલાવી. હવામાં તાજી કડક હવાના સિગરેટની ખુશ્બુ ફેલાઈ ગઈ.
'હા તો સાંભળ સંવેગ !' ઉમંગ બોલ્યો, 'આ સામયિકમાં છપાએલી સુરતી કવિ અરવિંદ જોષીની આ કવિતા 'તાજી કબર' તો તારા જેવા કૉમર્શિયલ આર્ટીસ્ટની સંવેદનાને પણ હલાવી મૂકે તેવી છે.'
ઉમંગે એ કવિતા વાંચવી શરૃ કરી ને હું સિગરેટના ધુમ્રવલયો વચ્ચેથી એના જવાન સ્માર્ટ ચહેરા સામે તાકી રહ્યો. ઉમંગે એ કવિતા વાંચવી શરૃ કરી ને હું સિગરેટના ધુમ્રવલયો વચ્ચેથી એના જવાન સ્માર્ટ ચહેરા સામે તાકી રહ્યો.
મને જોતાં જ
તું પીઠ ફેરવી લે છે,
અને -
તને એકીટશે જોવા લલચાતી આંખોને
બળાત્કારે હું પાછી વાળું છું...
... આજે એવું જ થયું હતું. રવીવારની આ સુસ્તાતી અલસ સાંજે, મારી પત્ની સમતા આ શહેરમાં જ આવેલા એના પિયર ગઈ હતી ને, 'ઉમંગને ત્યાંથી પાછા ફરતી વેળા તને લઈ જઈશ' કહી હું ઉમંગને ત્યાં જવા નીકળેલો. સ્કૂટરને પંચર હતું એટલે સમતાને રીક્ષામાં એના પિયર મૂકી મેં રીક્ષા ઉમંગના બંગલા તરફ લેવડાવેલી. ત્યાં રસ્તામાં જ...
... રસ્તામાં એક સિહરન ભરી ચમક અનુભવતાં મારી નજર જામ ટ્રાફિકના ઝમેલામાં મારી રીક્ષાની સમાંતરે સહેજ જ આગળ ઉભેલી લાન્સર કારની ડ્રાઈવીંગ સીટ પર પડીને થિજી ગઈ. હું ત્યાં બેઠેલી સોનાલીના ગૌર ખુબસુરત જવાન ચહેરાને, હાથીદાંતના રંગની લીસી ગરદન પર ફેલાયેલ, સોનેરી ઝાંયવાળા કાળા બોલ્ડ જુલ્ફાંને, અને સ્લીવલૅસમાંથી સરકી આવેલી ગોરી માંસલ બાંહ પરના શીતળા ટંકાવ્યાના નિશાનને - જેને હું ક્યારેક સ્પર્શી શક્તો હતો- જોઈ રહ્યો. અચાનક સોનાલીની નજર ગોગલ્સની આરપાર રીક્ષામાં બેઠેલા મારા પર ગઈ, ને વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ જુલ્ફ ઝટકી એણે રેશમી ગરદનને વિરુધ્ધ દિશામાં ઘુમાવી લીધી, ને ટ્રાફિક ખુલતાં કારને વધુ એકસીલરેટ કરી ચૌરાહા પરથી રોંગ સાઈડે વાળી લીધી... ઉમંગ પેલી કવિતા આગળ વાંચ્યે જતો હતો...
... મારી જીભના ટેરવે દોડી આવેલા
પેલા ખાનગી સંબોધનને હું
બરાડો પાડી બેસાડી દઉં છું
ને તો ય આ સળવળતી આંગળીઓ
મારા રોમેરોમમાં ફૂટું ફૂટું થઈ,
ખેંચાય તારા તરફ... તારા તરફ...
... બસ પછી તો રીક્ષા મેં ત્યાં જ છોડી દીધેલી, ને દોડતા હાંફતા માણસોથી ભરચક ફૂટપાથ પર મેં અંધાધૂંધ ચાલવા માંડેલું ઉમંગના બંગલા તરફ... અને મારા દિમાગે વિગત-વન-તરફ...
.. તે દિવસે મોડી સાંજે, હું મારી એડ. કંપનીની ઑફિસમાં, એક જાહેરાત ડિઝાઈન કરવામાં ખોવાયેલો હતો, ને એક થ્રી-પીસ સૂટધારી અજાણ્યા પ્રૌઢ પ્રભાવશાળી સજ્જન મારી ડેસ્ક સામે આવી ઉભેલાં.
'બહુ મોડે સુધી એકલાં એકલાં કંપનીનું કામ કરતા રહો છો મિ. સંવેગ સંધિર ?'
'જી હા ! સમય મારો સૌથી મોટો દુશ્મન છે, એટલે હું કામની કરવત વડે શક્ય તેટલો એને કાપવાની કોશિષ કરતો રહું છું. પરંતુ, આપને મેં ઓળખ્યા નહી વડિલ ?' મેં પ્રશ્નાર્થભરી નજરે એ પ્રૌઢ પ્રભાવી ચહેરાને પુછેલું.
'તમે સિર્ફ સમયના જ નહીં, સોનાલીના પણ મોટા દુશ્મન છો સંવેગ ! હું સોનાલીનો બાપ છું !' કહી મારી આશ્ચર્યફાટી આંખોની નોંધ લીધા વિના જ મારી સામેની ચેર પર ગોઠવાઈ ગયેલો એ પ્રૌઢ ચહેરો એક દિકરીના બાપની તરફડતી સંવેદનાને મારી આંખોમાં ઠાલવતો ગયેલો...
'જુઓ સંવેગ ! હું જાણું છું કે તમે અને સોનાલી એક બીજાના ગળાડુબ પ્રેમમાં છો. હું એ ય જાણું છું કે, તમારા બંને વચ્ચે રહેલી તમારી ખુદ્દારીભરી મુફલિસીની, સોનાલીના અતિધનાઢય હોવાની, અને તમારા બંનેના જ્ઞાાતિ-ફર્કની અભેદ્ય દિવાલોનો અહેસાસ થતાં તમે બંનેએ આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કરેલો છે.'
'જી હાં વડિલ ! સાથે નહીં તો સમાંતર જીવી લેવાનો નિર્ણય ! મારી મુફલિસીમાં હું એને ગુંગળાવી શકું નહીં, ને મારી ખુદ્દારી તમારી સંપત્તિનું શરણું સ્વીકારી શકે તેમ નથી.'
'બહોત ખુબ ! પણ તમે સોનાલીને એની સંપત્તિમાં એકલી એકલી આજીવન ગુંગળાવીને મારી નાંખી શકશો ! ભાઈ સંવેગ ! એક પુરુષ માટે એકલાં એકલાં સમાંતર જીવી લેવું શક્ય હશે. પણ એક ધનાઢ્ય રૃઢિચુસ્ત કુટુંબની રૃપાળી યુવતી માટે માનવ-ગીધડાંઓથી ઉભરાતી આ સમાજવ્યવસ્થામાં એકલાં એકલાં જીવવું કેટલું દુઃખદાયક અને દોહ્યલું છે, એ તમને નહીં સમજાય. પોતાના પ્રિયપાત્રની આખી જિંદગીને દુઃખી દુઃખી કરી મૂકવાને તમે પ્રેમ કહો છો ?'
... અને 'તમે અન્યત્ર કયાંક પરણીને ગોઠવાઈ જાવ સંવેગ, તો જ સમયના ઘા રૃઝાયે સોનાલી પણ કોઈ સુખી ઘરાનામાં પરણીને એક સુખી ગૃહિણીની જિંદગી જીવી જઈ શકે'ની સોનાલીના ડેડીની આજીજી, 'પ્રેમીને સુખી કરે એ જ સાચો પ્રેમ'ના સુત્ર સાથે મારા સંવેદનશીલ હૃદયે ઝાઝું કશું વિચાર્યા વિના સ્વીકારી લીધેલી, ને હું ચુપચાપ સમતા નામની એક સરળ સરેરાશ છોકરીને પરણી ગયેલો. પણ... પણ પરિણામ મેં અને સોનાલીના ડેડીએ ધારેલું એવું નહોતું આવ્યું. માત્ર મારા લગ્ન પછી, શુભેચ્છા-સંદેશ સાથે સોનાલીનો એક ટુંકો ટચ પત્ર મને મળેલો.
... તારા જેવો માણસ, જેને મેં 'સ્વપ્નપુરુષ- પૂર્ણપુરુષ' ગણ્યો હતો, એ પણ જો ફરેબી નિવડી શકે તો દુનિયાનો કોઈ પુરુષ વિશ્વાસપાત્ર ન હોઈ શકે.. પહેલાં હું તારા પ્રેમ-અમીને હૈયામાં પાથરીને એકલી એકલી જીવી જવાની હતી. હવે કદાચતારા પ્રત્યેની - સમગ્ર પુરુષજાત પ્રત્યેની અવિશ્વાસપૂર્ણ નફરતના ઝેરમાં ઝબોળાયેલી જિંદગીને એકલી એકલી જીવી નાંખીશ- સોનાલી'
.. અને આ બધું ઘટી ગયાને આજે હજી તો માંડ બે વર્ષ થયા હતાં, અને આજે...
... અને આજે મારી સામેની ગાર્ડન-ચેર પર બેઠેલો મારો કવિમિત્ર ઉમંગ પેલી કવિતા આગળ વાંચ્યે જતો હતો...
.... ને એ કોટિ કોટિ ટેરવાંને
મારી સખ્ખત મુઠ્ઠીમાં કચડી નાંખીને,
હું જ પીઠ ફેરવીને,
સામે મળતાં પરિચીતોને
'બસ મઝામાં' કહી -
ચાલવા માંડું છું ઝડપથી.
રખેને -
હમણાં જ તાજી કબર ચણીને આવેલ,
મારા માથા પરના તગારામાં રહેલ
ઈંટ, સિમેન્ટ, રેતી ને લેલું
કોઈ જોઈ જાય !
ઉમંગને આ કવિતા બરાબર સમજાઈ નથી, પણ મને બરાબર સમજાઈ છે. કેમકે હું આ કવિતાના શબ્દો 'હમણાં જ' અને 'તાજી' વચ્ચે રહેલા અદ્રશ્ય શબ્દ 'સંબંધની'ને સાંભળી શક્યો છું, અને હમણાં જ હું આ આખીય કવિતાને 'જીવી'ને અહીં આવ્યો છું...!
 

Keywords Severity,tune,

Post Comments