Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્વીટરે બ્લૂ ટીક માટે જનરલ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોસેસને સસ્પેંડ કર્યું

- આ વેરિફિકેશન પ્રક્રિયા ઓળખને અધિકૃત કરવા માટેની છે

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2017, શુક્રવાર

ટ્વીટરે ગયા વર્ષે એક ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી હતી. જેના દ્વારા યૂઝર પોતાનું એકાઉન્ટ વેરિફાય કરવા માટે અરજી કરી શકે છે.

સામાન્ય રીતે તેવા લોકોના એકાઉન્ટ વેરિફાય કરવામાં આવે છે જે કોઇ મોટા સેલીબ્રિટી હોય, પબ્લિક ફિગર, સ્ટાર, લીડર, પત્રકાર, સરકારી એજન્સી, બિઝનેસ અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા હોય તેવા વ્યક્તિઓને તેમાં સામેલ કરવામાં આવે છે.

ટ્વીટરે હવે જનરલ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોસેસને હવે સસ્પેંડ કરી દીધું છે. ટ્વીટર દ્વારા એકાઉન્ટ વેરિફિકેશન દ્વારા બ્લૂ ટીક આપવામાં આવે છે. જે માત્ર પબ્લિક ફિગર માટે હોય છે. ટ્વીટરના ફાઉન્ડર અને CEO જૈક ડોર્સીએ જણાવ્યું કે, 'અમારા લોકો વેરિફિકેશન પોલિસીને યોગ્ય રીતે અનુસરે છે. પરંતુ કેટલાક સમય પહેલા ખ્યાલ આવ્યો કે, આ પ્રણાલી તુટી ગઇ છે અને તેની પર કામ કરવાની જરૂર ઊભી થઇ છે. અમારે તેને પહેલાથી જ ઠીક કરવી જોઇતી હતી.  પરંતુ અમે તેને જલ્દીથી ઠીક કરવા પર કામ કરી રહ્યાં છીએ.

ટ્વીટરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 'વેરિફિકેશન પ્રક્રિયા ઓળખને અધિકૃત કરવા માટે હોય છે, પરંતુ તે મહત્વપૂર્ણ હોવાનું પ્રમાણ માનવામાં આવી રહ્યું છે. અમે આ મુંઝવણ ઉભી કરી છે જેને ઠીક કરવી પડશે. અમે જ્યાં સુધી તેને ઠીક નહી કરીએ ત્યાં સુધી જનરલ વેરિફિકેશન પ્રક્રિયા બંધ રાખવામાં આવશે.

આ અંગે ટ્વીટરની ટીકાઓ ત્યારે શરૂ થઇ જ્યારે વ્હાઇટ સુપમેસિસ્ટ રેલીના આયોજક જેસન કેસલર નું ટ્વીટર એકાઉન્ટ વેરિફાય કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં આ રેલીમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જેથી લોકોએ ટ્વીટ દ્વારા ટીકાઓ કરી હતી. તેમજ આ પહેલા પણ આ મામલે ટ્વીટર પર ખૂબ ટીકાઓ થઇ હોવાથી ટ્વીટરે આ નિર્ણય લીધો છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments