Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુરુત્વાકર્ષી તરંગોની મદદથી જાણી શકાશે અંતરિક્ષનું આયુષ્ય

- ખગોળશાસ્ત્રીઓએ અંતરિક્ષના આયુષ્યનો અંદાજ કાઢવા માટે ગુરુત્વાકર્ષી તરંગોનો ઉપયોગ કર્યો

બોસ્ટન, તા. 10 જાન્યુઆરી 2018, બુધવાર 
 
ખગોળશાસ્ત્રીઓએ અંતરિક્ષના આયુષ્યનો અંદાજ કાઢવા માટે એક તીવ્ર કોસ્મિક ઘટના દરમિયાન ઉત્ત્પન્ન થયેલા ગુરુત્વાકર્ષીય તરંગોનો ઉપયોગ કર્યો છે. સંશોધકોએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષોમાં ઓછામાં ઓછા પાંચ સ્ત્રોતોથી ગુરુત્વાકર્ષીય તરંગોની પ્રત્યક્ષ શોધ થઇ જે આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણ અને સ્પેસ-ટાઇમ મૉડલની સમગ્રપણે ખાતરી કરે છે. 
 
અમેરિકાના હાર્વર્ડ સ્મિથસોનિયન સેન્ટર ફૉર એસ્ટ્રોફિઝિક્સ (સીએફએ)ના ખગોળશાસ્ત્રીઓએ અંતરિક્ષના આયુષ્યની માહિતી મેળવવા માટે એકલ ગુરુત્વાકર્ષણ તરંગ ઘટના (જીડબ્લ્યૂ 170817)નો ઉપયોગ કર્યો છે. વિશ્વભરના 1,314 વૈજ્ઞાનિકોની એક ટીમે આ ગુરુત્વાકર્ણીય તરંગો વિશે માહિતી મેળવવામાં પોતાનું યોગદાન આપ્યું જે બે ન્યૂટ્રોન તારાની જોડી મળવાથી ઉત્ત્પન્ન થયા હતા. 
 
સંશોધકોએ જણાવ્યું કે તમામ પ્રકારની કોસ્મિક ઘટનાઓથી ઉત્ત્પન્ન થનારા ગુરુત્વાકર્ષીય તરંગોના મોટા આંકડાકીય નમૂના પ્રાપ્ત થવાની સાથે જ અંતરિક્ષની વર્તમાનમાં અંદાજિત ઉંમર ઓછી થઇ શકે છે. 

Post Comments