Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટૂંક સમયમાં શરૂ થશે 5G સેવા, 1000 mbps ડેટા ડાઉનલોડ સ્પીડ મળશે

- સરકારે 5G સેવા માટે સ્પેક્ટ્રમની યોગ્ય સુસંગતતા મેળવવાનું કામ શરૂ કર્યુ

નવી દિલ્હી, તા. 05 માર્ચ 2018, સોમવાર 
 
સરકારે 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની યોગ્ય સુસંગતતા મેળવવા માટેનું કામ શરૂ કરી દીધુ છે જેથી ભારત આ નવી ટેકનોલોજીને શક્ય તેટલું ઝડપી અજમાવી લે. 5G ટેક્નોલોજીમાં મોબાઇલ પર ડેટા ડાઉનલોડ સ્પીડ 1000 મેગાબીટ પ્રતિ સેકેન્ડથી પણ વધારે થઇ જશે. ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજને કહ્યું, 'સ્પેક્ટ્રમના મુદ્દામાં અમે 5Gમાં વૈશ્વિક સ્થિતિની સાથે મળીને લગભગ સુસંગતતા મેળવી લીધી છે.'
 
આ બેન્ડની વૈશ્વિક ગ્રુપ સાથે સુસંગતતા મેળવવામાં આવી રહી છે. ટેલિકોમ ઉદ્યોગ પર એક વૈશ્વિક સંમેલનમાં ભાગ લેવા માટે આવેલા અરુણાએ કહ્યુ કે ટેલિકોમ મંત્રી મનોજ સિન્હાએ ટેલિકોમ કંપનીઓને કહ્યુ છે કે કૃષિ ક્ષેત્રમાં પણ 5G સેવાઓના ઉપયોગનો વિચાર કરે. 
 
તેમણે કહ્યુ, ' તમામ કંપનીઓ પોતાને ભારત માટે તૈયાર કરી રહી છે જે 5Gનું મોટું બજાર છે. એક મુખ્ય ચિપસેટ કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સનો સૌથી મોટો વપરાશકર્તા આધાર બનશે. ભારત અગ્રણી છે અને 5Gને સૌથી પહેલા સ્વીકારનાર દેશોમાં સામેલ થશે. 
 
તેમણે કહ્યુ કે હુઆવેઇ, એરિક્શન, નોકિયા,જેડટીઇ, એનટીટી તેમજ સેમસંગ જેવા દૂરસંચાર ઉપકરણ બનાવતી કંપનીઓએ ભારતમાં 5G પર કામ શરૂ કરી દીધું છે. 

Post Comments