Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

જા, તારા પાપા જાગી જાય તે પહેલાં ભાગ અહીંથી

મમ્માએ મને વહેલી સવારે ઊઠાડી દઈને કહ્યું,

સુપર્બ મોડલની સુપર આત્મકથા ભાગ-૬

મમ્માએ મને ભારે હૈયે વિદાય કરતા કહ્યું, વારિસ બેટા, મને ક્યારેય ના ભૂલીશ

વહેલી સવારના અંધારામા ખુલ્લા પગે અને ખાલી હાથે હું ઘરમાંથી ભાગી

મેં પાપા તરફથી મોં ફેરવી લીધું, સવારના સૂર્યના સોનેરી કિરણો રણ પ્રદેશમાં ચોતરફ પથરાઇ ગયા'તા. હું વિચારમાં ડૂબી ગઇ. એ વૃધ્ધ માણસની સાથે લગ્ન કરવાનો હું વિરોધ કરીશ તો પણ મારૃં કશું ચાલવાનું નથી. મારા પાપા બીજો માણસ શોધશે, તેના માટે ના કહીશ તો ત્રીજો, ચોથો શોધશે. કારણ એ મને વહેલી તકે લગ્ન કરાવીને સાસરે વિદાય કરી દેવાનો નિર્ધાર કરીને બેઠા હતા. અને સૌથી મોટી લાલચ તેમને પાંચ ઊંટ મેળવવાની હતી.

સોમાલિઆમાં ઊંટ બહુ કિંમતી પ્રાણી ગણાય છે. તેનું દૂધ અમારો રોજિન્દો ખોરાક છે. વળી તે માલ સામાન વહન કરવામાં અને રણપ્રદેશમાં એક ગામથી બીજે ગામ જવામાં ખૂબ ઉપયોગી થઇ પડે છે.

પાપાથી ઝડપભેર દૂર થવા મેં કહ્યું', પાપા મારે ઘેટાં -બકરાં ચરાવવા માટે લઇ જવાનું મોડું થાય છે. હું જાઉં છું.'

ઘેટા-બકરા ચરાવતી વેળા મારા મનમાં અચાનક એક વિચાર ઝબકી ગયો કે, આજે આ છેલ્લી વાર હું મારા પાપાના બકરા ચરાવી રહી છું, હવે મારે જલ્દીથી નિર્ણય લેવો જ પડશે. હું એ ડોસા સાથેના મારા લગ્ન જીવનની કલ્પના કરતી રહી કે અમે બન્ને જાણે દૂરના કોઇ રણપ્રદેશમાં એકલા રહીએ છીએ. હું આખો દિવસ ઘરકામ કરી રહી છું અને એ વૃધ્ધ લંગડાતી ચાલે હાથમાં લાકડી લઇ નાનકડા ગામમાં આમતેમ ફર્યા કરે છે.

મારી કલ્પનાનો દોર વધુ આગળ લંબાયો...એને એક દિવસ હાર્ટએટેક આવ્યો અથવા એથીય આગળ, એક દિવસ એ ગુજરી ગયો પછી હું એકલા હાથે ચાર-પાંચ છોકરાને ઉછેરી રહી છું, કારણ સોમાલિઆમાં વિધવા પુન:લગ્ન નથી કરી શકતી.

આટલું વિચારતા મને પરસેવો છૂટી ગયો. મેં મનમાં નિર્ધાર કરી લીધો કે મારે આવું જીવન નથી જીવવું. ઘેટા-બકરા ચરાવીને સાંજે હું ઘેર પાછી આવી ત્યારે મારૃં ઊતરેલું મોઢું જોઇ મમ્માએ મને પૂછ્યુ તને શું થયું. ?

મેં વળતો સવાલ કર્યો, મમ્મા તું એ માણસને મળી ?

એ સમજી ગઇ કે હું ક્યાં માણસની વાત કરી રહી છું. તેણે મને એ વિશે સવાલ કર્યા વગર જ જવાબ આપ્યો, હા મેં તેને જોયો છે.

પાપા સાંભળી ન જાય એ રીતે નજીક જઇ મેં તેને કાનમાં કહ્યું, મમ્મા એ માણસ સાથે લગ્ન કરવાની મારી જરીકેય ઇચ્છા નથી..

મમ્માએ તેના બે ખભા ઉલાળતા ધીમા અવાજે મને કહ્યું, મારી વ્હાલી દીકરી, એ મારા હાથની વાત નથી. હું શું કરી શકું ? તારા બાપાનો આ નિર્ણય હોવાથી હું કાંઇ જ કરી શકું તેમ નથી.'

મને ખાતરી થઇ ગઇ કે મારૃં હવે કાંઇ જ ચાલવાનું નથી. કાલે કે પરમ દિવસે કદાચ મારો ભાવિ પતિ ફરી અહીં આવે, એ મારા બાપાને આપવા માટે કદાચ પાંચ ઊંટ પણ સાથે લઇને આવી જાય....હવે બહું મોડું થાય તે પહેલા ઘરમાંથી ભાગી જવાનો પ્લાન મેં વિચારી લીધો.

એ રાતે બધા સૂઇ ગયા, પાપા પણ ઊંઘી ગયા, જોરથી તેમના નસકોરા બોલતા હતા તેના પરથી મને ખ્યાલ આવી ગયો કે તેઓ ઘસઘસાટ ઊંઘમાં છે.

હું ઊભી થઇ અને થોડે દૂર સુતેલી મારી મા પાસે ગઇ. ખૂબ ધીમા અવાજે મેં તેને કહ્યું, હું પેલા માણસ સાથે લગ્ન નહીં જ કરૃં. હું અત્યારે જ ભાગી જવાનું વિચારૃ છું.

માએ મારા બે હોઠ પર આંગળીઓ મુકી, મને કહ્યું હજી જરા ઘીરેથી બોલ. ભાગીને તું ક્યાં જઇશ?

'મોગાદિશુમાં રહેતી માસીને ત્યાં જઇશ' (મોગાદિશુ સોમાલિઆ દેશનું પાટનગર છે.)

'તને ખબર છે માસી ક્યાં રહે છે? મને તો ખબર જ નથી.'

'તું ચિંતા ના કરીશ. હું ગમે તેમ કરીને ત્યાં એનું ઘર શોધી કાઢીશ'.

માએ કહ્યું, હજી રાતનું અંધારૃ છે વહેલી સવારે ભાગી જજે.

'ઓ.કે. સવારના અજવાળા પહેલા મને ઊઠાડી દે જે. મા મને વહેલી સવારે ઉઠાડે તે જરૃરી હતું. એ સમયમાં એવું નહોતું કે મળસ્કે ૪ કે ૪.૩૦ વાગ્યાનું એલાર્મ મુકીને હું સુઇ જાઉં અને વહેલી સવારે એલાર્મ વાગે એટલે ઊઠી જવાય. એટલે વહેલા ઊઠવા માટે મારી માની મદદની મને જરૃર હતી, મારા પાપા ઉઠે તે પહેલા વેળાસર ઊઠીને મારે ભાગવું પડે, તે પહેલા રાત્રે થોડો આરામ પણ કરી લેવો  મારા માટે આવશ્યક હતો.'

વહેલી સવારે મારી માએ હળવેથી મારો હાથ પકડી મને ઢંઢોળી.

'ચાલ ઉઠ અને જા'

હું સફાળી ઉંઘમાંથી ઊઠીને ઉભી થઇ ગઇ. મારા પાપાના નસકોરા બોલતા હતા, એનો અર્થ એ હજી ભર ઊંઘમા જ છે.

ઝુંપડીમાંથી ધીમા પગલે હું બહાર નીકળી. મારી સાથે મારી મા પણ બહાર આવી 'મમ્મા થેન્ક યુ વેરી મચ, તેં મને વેળાસર જગાડી દીધી' વહેલી સવારના આછા ઉજાસમાં મેં મારી માના ચહેરાને છેલ્લીવાર ધ્યાનથી જોયો, અને તેનો ચહેરો મહોરો મનમાં બરાબર યાદ રાખી લેવાની કોશિશ કરી, કારણ હવે પછી વર્ષો સુધી મને આ ચહેરો જોવા મળવાનો નહોતો.

મનોમન મેં સ્વચ્થ રહેવા ઘણી મથામણ કરી, તેમ છતાં મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. મારી માને હું જોરથી વળગી પડી.

તેણે મારા કાનમાં હળવા સ્વરે કહ્યું, હવે જલ્દી કર, જા, એ જાગી જાગી જાય તે પહેલા ભાગ અહીંથી. તેણે વ્હાલથી મને ભીંસી દીધી. 'જા તને મારા આશીર્વાદ છે. તને કશું નહીં થાય. થોડી સાવચેતી રાખજે. સાવચેત ખાસ રહેજે.

વ્હાલભરી ભીંસમાંથી મને મુક્ત કરતાં પ્રેમાળસ્વરે તે બોલી, વારિસ, પ્લીઝ, ક્યારેય મને ભૂલીશ નહીં. ' મમ્મા હું તને ક્યારેય નહી ભૂલું' ેએટલું કહી અંધારામાં ભાગતા પહેલા મેં અમારી ઝૂંપડીમાં એક છેલ્લી નજર નાખી, મારી સાથે લઈ જવા માટે નાનકડી ઝૂંપડીમાં કશું જ નહોતુ, - ના પાણીની બોટલ કે ન તો દૂધનો જગ. ખાવાનું લઈ જવાનો ડબ્બો પણ નહી. આથી ખુલ્લા પગે અને ખાલી હાથે અંધારામાં હું ભાગી.
સોમાલિઆની રાજધાની મોગાદિશુ કઈ દિશામાં છે તેની પણ મને ખબર ન હોતી.

એટલે આંખો મીચીં ગમે તે એક દિશામાં હું દોડવા માંડી. રસ્તામાં સર્વત્ર ખાડા ટેકરા અને ઝાડના મૂળીયા નડતા હતા. થોડા વખત દોડયા પછી હું એક જગ્યાએ બેસી ગઈ. કારણ સોમાલિયામાં ઠેર ઠેર સાપ ઘણાં નીકળે છે. અને સાપનો મને બહુ ડર લાગે છે. ઝાડના મૂળિયામાં ક્યાંક સંતાઈને સાપ બેઠો હોય તેવી મને સતત બીક લાગતી હતી. સવારનું અજવાળુ થવાની રાહ જોતી હું બેસી રહી.

સૂરજનું અજવાળુ નીકળતાં જ મેં ફરી મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડયુ. બપોર સુધી હું કચકચાવીને દોડતી જ રહી. રણની સોનેરી લાલાશ પડતી રેતીના ચોતરફ ઢગલા છવાયેલા હતા. રણના ઊંડાણવાળા ભાગ સુધી હું દોડી આવી હતી.

હું કઈ દિશામાં કેટલું દોડી છું તેની કોઈ ગતાગમ મને પડતી નહોતી. દૂર સુધી રેતીનું અફાણ રણ વિસ્તરેલું હતુ. વચ્ચે વચ્ચે થોરિયાના પ્લાન્ટસ ઉગેલા હતા. ભૂખી, તરસી અને થાકેલી હોવાથી મારી દોડવાની ઝડપ સાવ જ ઘટી ગઈ હતી. ધીમી ચાલે હું આગળ વધી રહી હતી.

જિંદગી હવે મને કઈ  દિશામાં અને ક્યા ઠેકાણે લઈ જશે? તેવો લાંબો વિચાર કરવાના બદલે હવે પછીના કલાકે અને આવતીકાલે હું ક્યાં હોઈશ? તેવો વિચાર મને સતાવતો હતો.

કાલે મારૃં શું થશે ? હું ક્યાં પહોંચીશ ? મોગાદિશુમાં મારા માસીનું ઘર નહીં મળે તો શું થશે ? એવા બધા વિચારોમાં હું ખોવાયેલી હતી, તેવામાં મેં પાછળથી બૂમ સાંભળી : વારિસ, ઓ વારિસ. હું ચમકી, અરે, આ તો મારા પાપાનો અવાજ છે...! ચારેબાજુ નજર ફેરવી પણ કોઇ દેખાયું નહીં ! મને લાગ્યું કે મારા મનમાં પાપાનો ડર હોવાથી મને કદાચ ભ્રમ થયો હશે,  ત્યાં ફરી અવાજ સંભળાયો, વારિસ... વારિસ...

હવે હું ખરેખર ગભરાઇ ગઇ. જો હું પકડાઇ ગઇ તો પાપા મને જબરજસ્તીથી ઘેર લઇ જશે અને પેલા ડોસા સાથે મને પરણાવી દેશે. કદાચ મને મેથીપાક પણ આપશે.

 

Keywords saransh,13,february,2018,

Post Comments