Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારાંશ વિનોદ- ડી. ભટ્ટ

વેનુનુ માટે લંડનથી રોમની એર ટિકિટ કઢાવી...

મોસાદ

ભાગ-૧૦


રૃપાળી કાયા પાછળ વેનુનુને પાગલ બનાવી દીધા પછી સિન્ડીએ

સિન્ડીના કામણથી વેનુનુએ શાણપણ અને વિવેકબુદ્ધિ ગુમાવી દીધા...

રોમ નહીં જવા માટે રિપોર્ટરે આપેલી સલાહ પણ વેનુનુએ ના ગણકારી

વેનુનુને સિન્ડીની વાતમાં ભરોસો ન બેઠો. મનમાં તેને સિન્ડી માટે શંકા સળવળી. છેલ્લા ઘણાં દિવસથી વેનુનુ ભારે તાણમાં રહેતો હતો. તેનું મન વારંવાર કાંઇક અજુગતું બનવાના વિચારોમાં અટવાઇ જતું હતું. ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ કેટલી ખૂંખાર છે અને તેના જાસૂસો તેમના શિકારને દુનિયાના કોઇપણ ખૂણામાંથી શોધીને પુરો કરી નાંખવા સક્ષમ હોવાની હકીકતથી તે પુરો વાકેફ હતો.

વળી છેલ્લા કેટલાય દિવસોથી સન્ડે ટાઇમ્સના એડિટર અને રિપોર્ટરો કલાકો સુધી તેને અણુ સંશોધન કેન્દ્ર વિશેના સવાલો પૂછ્યા કરતા હતા.

તેના જીવન વિશે, ઇઝરાયલના લોકો વિશે પણ રિપોર્ટરોએ ઘણાં બધા પ્રશ્નો પૂછીને તેને માનસિકરીતે થકવી નાંખ્યો હતો. આટલી બધી લાંબી પૂછપરછ પછી પણ અણુ કેન્દ્રનો લેખ છાપવાનું તેઓ પાછું ઠેલ્યા કરતા હતા. તે દરમિયાન મોસાદના જાસૂસોનો ડર તેના મનમાં ઘુમરાવા માંડયો હતો. બીજી એક વાતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યૂં.

સન્ડે ટાઇમ્સના એડિટર લેખ છાપતા પહેલા લંડનની ઇઝરાયલી એમ્બેસીમાં આ લેખ વિશેની તેમની કોમેન્ટ પૂછવાના છે, એવી વાત તેને જાણવા મળી એથી વેનુનુનો ફફડાટ ઓર વધી ગયો હતો. સન્ડે ટાઇમ્સના એક રિપોર્ટરે વેનુનુને એવું સમજાવવાની કોશિશ કરી કે અમારા જેવા સ્ટાન્ડર્ડ અને પ્રતિષ્ઠિત અખબારે આવો લેખ પ્રસિધ્ધ કરતા પહેલા સામેની સાઇડે એટલે કે ઇઝરાયલના કોઇ સિનિયર અધિકારીએ કશું કહેવું હોય તો તેમને પૂછવાની અમારી ફરજ છે.

જો કે રિપોર્ટરની આ પ્રકારની સમજાવટ કે તેની આવી દલીલ વેનુનુના ગળે ન ઊતરી. પોતે દુનિયામાં એકલો પડી ગયો હોય તેવી એકલવાયાપણાની લાગણીથી તેને મનમાં ગુંગળામણ થવા માંડી. પોતાની જાત પર તેને ખૂબ ગુસ્સે આવ્યો. પોતાનો લેખ વહેલી તકે પેપરમાં છપાય તે માટે વેનુનુ અધીરો બની ગયો.

આવી તાણની, આવી મૂંઝવણની, આવી ગૂંચવાડાભરી અને મનમાં ભયંકર ગભરામણની સ્થિતિ વચ્ચે એકાએક મને સિન્ડી ક્યાં ભટકાઇ પડી ? એવો પ્રશ્ન તેના મનમાં નાગની ફેણની જેમ સળવળી ઊઠયો.

રૃપાળી સિન્ડી વિશે તેના મનમાં સળવળતી શંકાનું સમાધાન શોધવાના પ્રયાસરૃપે વેનુનુએ મજાકના ટોનમાં તેને પૂછી નાંખ્યુ, 'તું મોસાદમાંથી આવી છું?' ના રે ના, મોસાદ એટલે શું ? આવો સામેથી સવાલ કર્યા પછી સિન્ડીએ હળવેથી વાતનો વિષય બદલી નાંખી વેનુનુને પૂછ્યુ, 'તારૃ નામ શું ?' જવાબમાં વેનુનુએ કહ્યું, જ્યોર્જ. લંડનની હોટલમાં રૃમ લેતી વખતે વેનુનુએ પોતાનુ નામ જ્યોર્જ લખાવ્યુ હતું.

વેનુનુનો જવાબ સાંભળીને સિન્ડી ખડખડાટ હસી પડી અને પછી અચાનક તેનો હાથ પકડીને કહ્યું, તું જ્યોર્જ નથી. પણ છોડ આ બધી વાત. ચાલ આપણે કાફેમાં જઇને બેસીએ. સિન્ડી તેને નજીકના કાફેમાં લઇ ગઇ. બન્ને જણ જોડાજોડ બેઠા.

કાફેમાં બે કોફી અને નાસ્તાનો ઓર્ડર આપ્યા પછી વેનુનુનો અજંપો જરા ઓછો થયો. મનનો ઊકળાટ પણ હળવો થતા વેનુનુએ સિન્ડી સાથે વાતનો દોર આગળ વધાર્યો....

''સિન્ડી, મેં તને મારૃં નામ જ્યોર્જ હોવાનું કહ્યું છે, પણ હકીકતમાં મારૃં મૂળ નામ જ્યોર્જ નહીં, પરંતુ વેનુનું છે.''

સિન્ડીની જોબનવંતી મોહક કાયાના કામણમાં વેનુનુ ભાન ભૂલી ગયો. પોતાના વિશેની સઘળી વાતોના વટાણા તેણે સિન્ડી આગળ વેરી દીધા. ઇઝરાયલના અણુ સંશોધન કેન્દ્રમાં નોકરી દરમિયાન તેણે પાડેલા ફોટોગ્રાફ્સ વિશે તેમજ સન્ડે ટાઇમ્સના એડિટર અને રિપોર્ટરો સાથે થયેલી વાતો વિશે સિન્ડી આગળ તેણે બધું જ બકી દીધું.

સિન્ડીની મારકણી અદાના મોહપાશમાં તે આટલેથી જ ન અટક્યો. પોતાના મનની મૂંઝવણો અને પોતાની અંગત સમસ્યાઓ પણ વેનુનુએ સિન્ડી આગળ ખુલ્લી કરી નાંખી.સિન્ડીએ તેનો હાથ પોતાના મુલાયમ હાથમાં લઇને સાંત્વન આપતા કહ્યું, 'મારી સાથે તું ન્યુયોર્ક ચાલ, ત્યાં અમેરિકાના અગ્રણી અખબારોના એડિટરો સાથે હું તારી મુલાકાત ગોઠવી દઇશ. વધારામાં ત્યાંના સારામાં સારા ધારાશાસ્ત્રીઓને મળાવીશ, તેઓ બધી જ મુશ્કેલીમાંથી તને બહાર કાઢવામાં બધી જ સહાય કરશે.'

સિન્ડીની આ સઘળી વાતમાં તેનું કશું જ ધ્યાન નહોતું. તેની આંખોમાં, સિન્ડી તરફની આસક્તિ છલકાઇ ઊઠી હતી, અને મનમાં, સિન્ડીની કમનીય કાયા છવાઇ ગઇ હતી, તેના કાનમાં જાણે બહેરાશ આવી ગઇ હતી.

વેનુનુને સિન્ડીના કશા જ બોલ સંભળાતા નહોતા. તેની કામણગારી કાયાના આકર્ષણમાં વેનુનુ સઘળી સૂધબૂધ ગુમાવી ચૂક્યો હતો.

પહેલી નજરનો આ પ્રેમ ગણો તો પ્રેમ અને કામવેગ સમજો તો કામવેગ, પણ વાસ્તવિકતા એ હતી કે વેનુનું સિન્ડી પાછળ પાગલ થઇ ગયો હતો.

પહેલી મુલાકાત પછીના દિવસોમાંય તે સિન્ડીને અવારનવાર મળતો રહ્યો. વેનુનુને લાગ્યું કે તેની જિન્દગીના સર્વોત્તમ સુખના આ દિવસો છે.

કયારેક એકબીજાના હાથમાં હાથ રાખી તેઓ બંને જણા બગીચામાં ટહેલતા તો ક્યારેક મુવી જોવા થિયેટરમાં જતા હતા. માદક મ્યુઝિકલ નાઈટ દરમિયાન તે સિન્ડીને બાહુપાશમાં જકડીને તેના ભરાવદાર હોઠ પર કિસ કરી લેતો હતો. સિન્ડીનું હુંફાળું આલિંગન અને મધ જેવું મીઠું ચુંબન તેને સ્વર્ગીય સુખની અનુભૂતિ કરાવતા હતા.

સિન્ડી પણ ક્યારેક વેનુનુને તસતસતુ ચુંબન ચોડી દેતી હતી. પરંતુ વેનુનુ જ્યારે પણ તેની સમક્ષ સેકસની માંગણી મુકતો ત્યારે સિન્ડી ચોખ્ખી ના પાડી દેતી'તી. સિન્ડી તેને કહેતી, હું તને મારી હોટલમાં બોલાવી શકતી નથી, કારણ રૃમમાં મારી સાથે બીજી એક યુવતી પણ છે. વેનુનુએ સિન્ડીને કહ્યું, તો તું મારી હોટલમાં આવ. એ માટે પણ સિન્ડીએ હોંશિયારીપૂર્વક ના પાડતા કહ્યું, તું હંમેશા ટેન્શનમાં રહેતો દેખાય છે. તું કોઇ મોટી મુંઝવણમાં કે ગૂંચવાડામાં હોવાનું લાગે છે. એટલે આવી મનોદશામાં તારી સાથે  સેક્સનું અહીં બરાબર નહી જામે.

આ સ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે સિન્ડીએ વેનુનુને કહ્યું, અહી લંડનમાં તો મજા નહીં આવે, પણ તું મારી સાથે રોમ આવે તો કામ બની જશે. ત્યાં મારી બહેન રહે છે. રોમમાં તેનું પોતાનું સરસ ઘર છે. તેમાં આપણે બંને ખૂબ એન્જોય કરીશું. તારી બધી જ સમસ્યાઓ અને પ્રશ્નો તું ભૂલી જઈશ.

સિન્ડીની ઓફર દેખીતી રીતે તો લલચાવનારી હતી, તેમ છતાં વેનુનુએ પહેલા ધડાકે તો ના જ પાડી દીધી. પણ સામી બાજુ સિન્ડી રોમ જવા મક્કમ હતી. સિન્ડીએ રોમમાં તેની બહેનનાં ઘરમાં જિંદગીની બધી જ વિટંબણાઓને વિસારે પાડી દે તેવી મોજમસ્તી કરવાની વાત ફરી દોહરાવી. શેકસપિયરના પેલા હેમલેટની જેમ વેનુનુ હજી દ્વિધામાં હતો ઃ સિન્ડી સાથે રોમ જવું કે નહીં ?

બીજે દિવસે મળવાનું નક્કી કરી બન્ને છૂટા પડયા. હોટલમાં ગયા પછી પણ વેનુનુના મનમાં વિચારોની ગડમથલ ચાલુ જ રહી. રોમ શહેરમાં સિન્ડીની બહેનના ઘરમાં મળનારા અનહદ આનંદના મધુર વિચાર વચ્ચે સિન્ડી પર ભરોસો મુકી રોમ જવું કે નહીં ? તેવા વિચારની ગડમથલમાં તે ગૂંચવાયો હતો.

બીજે દિવસે તે સિન્ડીને ફરી મળ્યો. રોજ કરતાં સિન્ડી આજે તેને વધારે મોહક લાગતી હતી. તેની નશીલી આંખો આજે વધુ માદક દેખાઇ. સિન્ડીએ તેનું પર્સ ખોલી વેનુનુના હાથમાં એક કવર મૂક્યંુ. તેણે કવર ખોલીને જોયું તો સિન્ડીની લંડનથી રોમની એક બિઝનેસ- કલાસ એર ટિકિટ તેમાં હતી.

સિન્ડીની મારકણી અદાઓ અને મધમીઠી પ્રેમ નીતરતી વાતોથી વેનુનુ આજે પુરેપુરો પીગળી ગયો. ખુશીના અતિરેકમાં તેણે સિન્ડીને કહ્યું, 'ઓ.કે. તું કહે ત્યારે આપણે બન્ને જણા રોમ જઇશું.'

સિન્ડીએ તુરત વેનુનુ માટે પણ બિઝનેસ-ક્લાસની લંડન-રોમની એક એર ટિકિટ કઢાવી લીધી.

'પૈસા મને તું પછીથી આપજે' તેમ કહી સિન્ડીએ વેનુનુને વધુ લલચાવ્યો. સિન્ડીની પ્રેમાળ માયાજાળમાં વેનુનુને હવે  બીજું કાંઇ જ દેખાતું નહોતું

 

Keywords Saransh,07,november,2017,

Post Comments