Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

અન્કલના ઘેર થોડા દિવસ રહ્યા બાદ હું ભાગી

મારા પાપા મને લેવા માટે ઘેરથી નીકળી ચૂક્યા હોવાની ખબર પડતા જ

સુપર્બ મોડલની સુપર આત્મકથા ભાગ-૯
 

મારા અન્કલ-આન્ટી મને જોઈ ચોંકી ઊઠયા  તું એકલી અહીં સુધી કઈ  રીતે આવી ?

મારા પિતરાઈ ભાઈએ મારી  મોટી બહેનના  ઘરનું સરનામું મને લખી આપ્યું

ડ્રાયવરે કેબિનમાંથી ડોકું બહાર કાઢી મને પૂછ્યું, ક્યાં જવું છે ? ટ્રક ગાલકેઇઓ સુધી જ જવાની છે.

ડ્રાઇવરે ગાલકેઇઓ શહેરનું નામ લીધું કે તુરત મારા મનમાં એક જુદો જ વિચાર ઝબકી ઉઠયો. ગાલકેઇઓ શહેર અહીંથી નજીક છે એવી મને ખબર જ નહોતી. આ શહેરમાં મારા અન્કલ રહે છે. તેઓ ખૂબ પૈસાદાર છે. પાટનગર મોગાદિશુની શોધમાં ભટકયા કરવાના બદલે અન્કલ એહમદના ઘેર જવાનું મેં વિચાર્યું. રણમાં રઝળપાટ કર્યા કરવાના બદલે અન્કલના બંગલામાં સુખેથી બે-ત્રણ દિવસ રોકાઇ જવાની કલ્પનાથી મેં હળવાશ અનુભવી.

ડ્રાયવરને મેં કહ્યું, મારે પણ ગાલકેઇઓ જ જવું છે.

ડ્રાયવરની કેબિનમાં હું બેસી ગઇ. ટ્રકમાં પાછળના ભાગે મકાઇના ઢગલા ખડકાયા હતા. થોડી ચોખા અને ખાંડની ગુણો પણ હતી.

ડ્રાઇવર લગભગ ચાલીસેક વર્ષની વયનો ભારે નખરાબાજ માણસ લાગતો હતો. એ મારી સાથે સતત વાતો ચાલુ રાખવાની મથામણ કરતો હતો. પરંતુ અગાઉ મને બીજી ટ્રકમાં થયેલા  કડવા અનુભવના કારણે હું તેની સાથે વધારે વાત કરતા ગભરાતી હતી, હું ટ્રકની કેબીનની વીન્ડોમાંથી બહાર જોવાનો ડોળ કરતી બેઠી હતી. તેવામાં અચાનક તેણે મને સવાલ પૂછ્યો કે તું ઘેરથી ભાગીને આવી છે?

તેના સવાલથી ચોંકી ઊઠીને મેં સામો પ્રશ્ન કર્યો, તમે શાના પરથી કહો છો કે હું ઘેરથી ભાગી છું?

'બસ આમ જ મેં તને પૂછ્યું છે, પણ મને ખાતરી છે કે તું ઘેરથી ભાગીને આવી છું. હું તને તારા ઘેર પાછી મુકી જવાનું વિચારૃં છું''

'પ્લીઝ એવું ના કરતા. મારે ગાલકેઇઓ જવું જ છે. મને તમે એ શહેરમાં ઊતારી દેજો. મારે મારા અન્કલને મળવા જવાનુંછે. તે મારી રાહ જોતા હશે.

મારા કહેવા પર તેને ભરોસો ના પડયો હોય તેમ મને લાગ્યું. જો કે તેમ છતાં તેણે ટ્રક આગળ હંકારવાનું તો ચાલું જ રાખ્યું.

મારા અન્કલ મારી રાહ જોતા હશે એવું મેં તેને કહેતા તો કહી દીધું, પણ તે પછી મારા મનમાં બીક પેઠી કે ડ્રાઇવર મને પૂછે કે તારા અન્કલ કયાં રહે છે? ગાલકેઇઓ શહેરના કયા વિસ્તારમાં હું તને ઊતારૃં? તો હું શો જવાબ આપીશ?

આવા વિચારો વચ્ચે શહેર આવી ગયું. મેં આગળ જોયેલા નગર કરતાંય આ શહેર મોટુ હતું. મોટી મોટી ઇમારતો, સંખ્યાબંધ કાર અને આટલા બધા લોકોની ભીડ મેં ક્યારેય જોઈ નહોતી. એ શહેરનાં મોટા અને વિશાળ બજારો જોઈ હું ચકાચોંધ થઈ ગઈ.

ટ્રકમાંથી ઉતરીને આટલા મોટા શહેરમાં હું અન્કલનું ઘર ક્યાં શોધીશ? એવા વિચારથી હું મનોમન  વધારે ગભરાઈ.

ડ્રાઇવરે બજારમાં એક મોટી દુકાન આગળ ટ્રક ઉભી રાખી કે તુરત મેં નિર્ણય લઈ લીધો. કેબીનનો દરવાજો ખોલી ટ્રકમાંથી ઉતાવળે ઉતરીને મેં ડ્રાઈવરને કહ્યું, ' થેન્ક યુ, મારા અન્કલ સામેની ગલીમાં જ રહે છે, હું જાઉ છું. થેન્ક યુ ફોર ધ લીફ્ટ.' આટલું કહી મેં ધડાક દઈને કેબીનનો દરવાજો બધ કરીને ડ્રાઈવરનું કશું સાભળવા રોકાયા વિના સામેની ગલીમાં ચાલવા માંડયુ.

એ શાકભાજી અને ફળફળાદીનું માર્કેટ હતુ, બટાકા અને મકાઈ, ટામેટા અને સફરજનના આટલા મોટા ઢગલા મેં કયારેય જોયા નહોતા. કેટલાય દિવસોથી મેં પુરતું ખાધું નહોતુ. એટલે લાલ લાલ ટામેટા જોઈ મને તે ખાવાનું મન થઈ ગયુ.

હું ટામેટાના ઢગલા પાસે ઊભી રહી ગઈ. એટલામાં ટામેટા વેચવા બેઠેલી સ્ત્રી ઊભી થઈને મારી પાસે આવી, 'કેટલા જોઈએ છે ?'

'મને થોડા ટામેટા આપશો ?'

'તારી પાસે  કેટલા પૈસા છે?'

'ના, મારી પાસે એકેય પૈસો નથી, પણ હું બહુ જ ભૂખી છું'

મારી પાસે પૈસા નહી હોવાનું સાંભળતા જ પેલી સ્ત્રીએ ગુસ્સે ભરાઈને કહ્યું,

' ભીખારણ જેવી, ચાલ ભાગ અહીંથી'

હું ગભરાઈને ત્યાંથી હટી ગઈ. મારી આંખમાંથી દડદડ આંસુ વહેતા થયા. થોડી આગળ ગઈ ત્યાં એક માજીએ મને જોઈ વ્હાલથી તેમની નજીક બોલાવી. દીકરી તુ કેમ રડે છે ? શું થયુ તને? અંદાજે ૬૦ વર્ષની વયના માજીએ મારો હાથ પકડી તેમની પાસે બેસાડી.

'મેં રડતા રડતા કહ્યું. મારા અન્કલના ઘરે મારે જવું છે. પણ મને એમનું ઘર નથી મળતું.'

'તારા અન્કલનું નામ શું છે ?

'એહમદ ડીરી' ઘેરથી ભાગીને હું અહીં સુધી તો સલામત રીતે આવી ગઈ, રસ્તામાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો, પણ ધીમે ધીમે નશીબ હવે મને સાથ આપતું હોય તેવું લાગ્યું, કારણ મારા અન્કલનું નામ અહમદ ડીરી હોવાનું સાંભળીને પેલા માજીની આંખોમાં મને ચમક આવેલી દેખાઈ. ઉત્સાહમાં આવીને એ પ્રેમાળ વૃદ્ધાએ બજારના એક ખૂણામાં બ્રાઈટ બ્લ્યુ કલરના ઘર સામે આંગળી ચીંધીને કહ્યું, 'પેલું ઘર અહમદ ડીરીનું છે.'

મને અંકલના ઘર સુધી મુકવા માટે એ માજી મારી સાથે આવ્યા.

દરવાજે ટકોરા મારતા જ આન્ટીએ બારણું ખોલ્યું. મને જોઇ આન્ટી આશ્ચર્યમાં મુકાઇ ગયા...

'વારિસ, તું ? અહીં સુધી તું કઇરીતે આવી ગઇ ? તું ઘેરથી ભાગીને આવી છુંને ?

હું નીચુ જોઇ ગઇ.

આન્ટીએ કહ્યું, 'અમે તારા ઘરે તને પાછી મુકવા માટે  આવીશું !

એટલામાં મારા અન્કલ બહાર આવ્યા. તેઓ પણ મને એકલી આવેલી જોઇને ચોંક્યા તેમને વધુ આશ્ચર્ય તો એ વાતનું થયું કે અજાણ્યા શહેરમાં મેં, એમનું ઘર શોધી કાઢ્યું. લાંબો-પહોળો રણ પ્રદેશ વળોટીને હું અહીં સુધી એકલી જ આવી પહોંચી એ વાતથી મારા અંકલ ખૂબ પ્રભાવિત તો થયા જ હતા, પણ તેમ છતાં મને અહીં તેમના ઘરે રાખવાની તેમની ઇચ્છા હોય તેવું મને ના લાગ્યું.

વારિસ, તારે તારા ઘરે પાછા જવું જોઇએ. ત્યાં તારા મા-બાપને ઘરકામમાં કોણ મદદ કરશે ? રોજ ઘેટા-બકરા ચરાવવા લઇ જવાનું, રણમાં દૂરથી પાણી ભરી લાવવાનું, ચુલો સળગાવવા લાકડા વીણી લાવવાનું - આ બધા કામ તેમણે જાતે કરવા પડશે. અહીં રહીને તું શું કરીશ ?

અન્કલના આ બધા સવાલોના મારી પાસે કોઇ વ્યાજબી જવાબ નહોતા.

'મારા પાપા ૬૦ વર્ષની ઉંમરના સફેદ દાઢીવાળા ડોસા સાથે મારા લગ્ન કરાવવાના હોવાથી ઘર છોડીને હું ભાગી આવી છું, એવું મારા અન્કલને કહેવાનો કશો જ અર્થ નહોતો. જો હું આવી દલીલ કરૃં તો અન્કલ મારી તરફદારી કરવાના બદલે મને જ મૂર્ખી ગણીને કહેત કે તારા પાપાની વાત સાચી છે. વારિસ, તારે તારા બાપા કહે તેની સાથે લગ્ન કરી દેવા જોઇએ. તારા બાપાને ઊંટોની જરૃર છે અને એ માણસે તારા પાપાને દહેજમાં પાંચ ઊંટ આપવાની ખાતરી આપી છે.

અંકલે મને તેમના ઘરમાં તો આવવા દીધી. થોડા દિવસ ત્યાં રહી, પરંતુ તે દરમિયાન એક દિવસ મને અચાનક ખબર પડી કે અન્કલે મારા પાપાને કોઇક દ્વારા સંદેશો પહોંચાડયો છે. અને મારા પાપા અહીં આવવા માટે નીકળી ચુક્યા છે.

મારા અન્કલના બે છોકરાઓ સાથે મારે સારો સંબંધ હતો. તેમને મારી વ્યથાની જાણ હતી તેથી તેઓ મને મદદ કરવા તૈયાર થયા. એક પિતરાઇ ભાઇએ મને કહ્યું, તારી મોટી મોટી બહેન અમાન મોગાદિશુમાં રહે છે અને મને તેના સરનામાની પણ ખબર છે. મારા પિતરાઇ ભાઇઓએ મોગાદિશું કઇ રીતે જવાનું અને ત્યાં પહોંચ્યા પછી અમાનના ઘરે કઇ રીતે પહોંચાય તેની બધી જાણકારી મને આપી.

બીજે દિવસે સવારે બન્ને ભાઇઓ ચુપકીદીથી મને શહેરની બહાર સુધી મુકવા આવ્યા અને તેમની પાસે જે કાંઇ થોડા પૈસા હતા, તે મને આપ્યા. પછી મને કહે, અહીંથી થોડે આગળ જઈશ એટલે તને બસ કે ટ્રક મળી જશે. જે તને મોગાદિશુ લઈ જશે.

મેં તેમનો આભાર માની વિનંતી કરી કે પ્લીઝ હું ક્યાં ગઈ છું તેની કોઈનેય જાણ ના કરતા અને ખાસ તો મારા પાપા અહી આવે ત્યારે મારા વિશે તમને બંનેને કશી જ ખબર નથી, તેવું કહેજો.
 

Keywords saransh,06,march,2018,

Post Comments