Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

તમારા જીવનનું 'બેલેન્સ પોઇન્ટ' જાળવી રાખો

સ્ટ્રેસ દૂર કરી હળવાશભરી કાર્યશૈલી માટે તમે

બેલેન્સ પોઇન્ટ

રોજ-બરોજના કામોની યાદી બનાવવાની સુટેવથી કાર્યક્ષમતા આપોઆપ વધી જશે

કામની યાદીથી તમે રોજિંદા જીવનની ગતિવિધિ પર કન્ટ્રોલ રાખી શકશો

તમારે કે કોઈએ પણ દિવસ દરમિયાન જે ઘણા બધા કામો કરવાના હોય છે, તેના માટે પુરતો સમય કોઈની પાસે ક્યારેય નથી હોતો. આજના ઝડપી યુગમાં સમય અતિ તેજ ગતિએ વહી રહ્યો હોય, તેવો બધાને જ એહસાસ થાય છે. સવાર પડે પછી સાંજ અને રાત ક્યારે ઢળી જાય છે, તેની ખબર જ પડતો નથી. ફાસ્ટ લાઈફના આ જમાનામાં કોઈને કોઈના માટે સ્હેજેય ટાઈમ નથી મળતો એ તો જાણે ઠીક છે.

પણ માણસને ખુદને પોતાના જ કામો પુરા કરવા માટે દિવસ ટૂંકો પડે છે. કેટલાય પ્રકારના બિલો માણસે ભરવાના હોય છે. લાઈટ બિલ, ગેસ બિલ, લેન્ડ લાઈન ફોન બિલ, મોબાઈલ બિલ આ બધા દર મહિનાના બિલ ઉપરાંત વર્ષે એક વાર મ્યુનિ.કોર્પોરેશનના હાઉસ ટેકસનું બિલ, તમે ભાડાનાં મકાનમાં રહેતા હોય તો મહિને એપાર્ટમેન્ટનું મેઇન્ટેનન્સ બિલ તમારે ચુકવવું પડે.

વળી દર વર્ષે કે છ મહિને એલઆઈસી કે અન્ય કંપનીના ઈન્સ્યુરન્સનું પ્રિમિયમ અને મહિને કે ત્રણ મહિને સંતાનોનાં સ્કૂલની ફી ભરવાની, મુદત પુરી થતી હોય ત્યારે યાદ રાખીને બેંકની ફિક્સ ડિપોઝીટ રિન્યૂ કરાવવાની, પાસપોર્ટ અને આર.ટી.ઓ.નું લાયસન્સ રિન્યૂ કરાવવાનું,

દર વર્ષે ઈન્કમટેકસ રિટર્ન ભરવાનું, તમે કોઈ કલબ કે એસોસિએશનના મેમ્બર થયા હોય તો વર્ષે કે બે વર્ષે તેની સભ્ય ફી ભરવાની... કામોની યાદી વધતી જ જાય છે. હવે તમારે બેંકમાં કે.વાય.સી.માટે જરૃરી પુરાવા આપવાના, બેંક એકાઉન્ટ અને તમારા મોબાઈલ સાથે આધારે લીન્ક કરવાનું તમારૃ વાહન જૂનું હોય તો તેના પરની જૂની નંબર પ્લેટ બદલાવીને હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ ડિલર પાસે જઈને ફિટ કરાવવાની...

આ બધા વ્યક્તિગત કામો ઉપરાંત તમારે તમારી નોકરી, કે પ્રોફેશન અથવા બિઝનેસને લગતા કામો પણ તેની સમય મર્યાદામાં પતાવવાના, તમારા પરિવારના અને સમાજના કામો પણ ફરજના ભાગરૃપે કરવાના હોય તે વધારામાં. આટલા બધા કામો વચ્ચે તમને થોડો આરામ પણ જોઈએ તે સ્વાભાવિક છે.

આઠ દશ કલાકની નોકરીના સમયમાં ઘેરથી કામના સ્થળે આવવા જવાનો સમય ઉમેરીએ તો રોજના પુરા બાર કલાક આમ જ પસાર થઈ જતાં હોય તો પછી વ્યક્તિગત કે પરિવારના બીજા કામોનો તો સમય ક્યાંથી બચે? શનિ-રવિની રજામાં માણસ આરામ કરે કે બાકીના કામો પતાવે?

જુદા જુદા કામોના બોજ હેઠળ દબાયેલો માણસ પોતાના શોખ માટે સમય ફાળવવાનું તો વિચારી જ ક્યાંથી શકે ? કોઈને સારા પુસ્તકો કે સામાયિકો વાંચવાનો શોખ હોય તો કોઇને સંગીતનો, કોઇને સત્સંગનો શોખ હોય તો વળી બીજા કોઇને સિનેમા કે ટીવી જોવાનો શોખ હોય.... આવા સંજોગોમાં કોઇ માણસ વિચારે કે મારા બધા કામો પતી જાય પછી હું મારા શોખ માટે સમય ફાળવીશ, પણ એવું ક્યારેય થતું નથી, સમય ઝડપભેર વહી જાય છે, અને માણસના સકારાત્મક, સારા શોખ પુરા કરવાની ઇચ્છા અધુરી રહી જાય છે.

કેવળ ટાઇમ મેનેજમેન્ટ ટેકનિક શિખવાથી તમારી સમસ્યાનું નિરાકરણ આવવાની શક્યતા નહિવત છે, તો પછી ઘરની, પરિવારની, સમાજની, નોકરીની કે બિઝનેસની સંખ્યાબંધ જવાબદારીઓના ઢગલા વચ્ચે ભીંસાયેલી મોડર્ન યુગની વ્યક્તિએ શું કરવું ? સકારાત્મક શોખની ઇચ્છા પડતી મુકવાની ? કે પછી પરિવારના કામો પડતા મુકવાના ? બાળકોના ઉછેરમાં અને તેમના ભણતર પાછળ ધ્યાન આપવા માટે પણ સમય ફાળવવો પડે તેનું શું ?

વ્યક્તિએ કાર્યક્ષમતા કઇ રીતે વધારવી અન રોજબરોજની પોતાની જવાબદારીઓ નિભાવવાની સાથોસાથ પરિવારનું ધ્યાન પણ ધ્યાન રાખીને પોતાના શોખ માટે સમય ફાળવવા માટેના રસ્તા અમેરિકાના એક જાણીતા લેખક નામે બ્રાયન ટ્રેસીએ તેમના પુસ્તકમાં દેખાડયા છે, ‘Eat That Frog !' નામના આ પુસ્તકની દેશ-વિદેશમાં મળીને ૧૦ લાખ કરતા વધારે નકલો વેચાઇ ચુકી છે.

અમેરિકાના બેસ્ટ સેલર લેખકે તેમના આ પુસ્તકમાં આળસ ત્યજીને ઓછા સમયમાં વધારે કામો કઇ રીતે પુરા કરવા તેની ટેકનિક સમજાવી છે.

પુસ્તકનો ટૂંકસાર એ છે કે તમે તમારા રોજીંદા કામોની આગલા દિવસે યાદી બનાવી દો, અને તમને સૌથી અણગમતું કે કંટાળો ઉપજાવતું કામ પહેલા જ કરી નાંખો. તમે તમારી નાપસંદગીનું કામ પુરૃ કરશો એટલે તે પછીના કામો કરવામાં તમને કંટાળો નહીં આવવાથી બાકીના કામો તમે ફટાફટ પુરા કરી શકશો.

બીજી મહત્વની વાત. ઘણા બધા કામો કરવાના હોય તો તેમાંથી તમે કામની અગ્રીમતા નક્કી કરો કે કયું કામ તમારા માટે અગત્યનું છે, એ કામ સારીરીતે અને ઝડપભેર આટોપવાનું તમારે નક્કી કરવું જોઇએ.
બ્રાયન ટ્રેસીનું બીજું પુસ્તક 'Find your Balance Point'  પણ ટાઇમ મેનેજમેન્ટની ટેકનિક શીખવાની જિજ્ઞાાસા ધરાવનારાની જિજ્ઞાાસા સંતોષે એવુ અસરકારક પુસ્તક છે.

આજના યુગમાં દરેક જણ થોડા સમયમાં, ટૂંકા સમયગાળામાં ઘણાં બધા કામો કરવાની મહત્વાકાંક્ષા લઇને ફરતા હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ બદલાવાની નથી, તમારે જાતે જ બદલાવું પડશે. તમારો અભિગમ બદલવો પડશે, તમારી કાર્યપધ્ધતિ બદલવી પડશે અને સૌથી અગત્યની વાત એ છે કે જીવન તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ તમારે બદલવો પડશે.

એક સાથે ઘણાં બધા કામો લઇને ફરનારા માણસો સતત ખૂબ તાણમાં જીવતા હોય છે. તેમની આ સ્ટ્રેસફુલ જિન્દગી થોડા વર્ષો પછી સંખ્યાબંધ રોગોને નોતરી દે છે. કાયમ સ્ટ્રેસમાં રહેનારના શરીરમાં હાઇ બી.પી., ડાયાબિટિસ, એસિડિટિ વિગેરે જેવા કેટલાય નાના-મોટા રોગો ઘર કરી જાય છે.

તમારૃં શરીર રોગોનું ઘર ન બની જાય તે માટે તમારે જીવનમાં જરા ધીમા પડવાની જરૃર છે અને માથા પરથી કામના બોજાનો મોટો ટોપલો નીચે ઉતારી દેવાની આવશ્યકતા છે. સંખ્યાબંધ કામોની યાદીમાંથી બિન અગત્યના ફિઝૂલ કામોની બાદબાકી કરી સૌથી અગત્યના કામો પર જ તમારૃં ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારી કાર્યક્ષમતામાં આપોઆપ વધારો થવા ઉપરાંત સ્ટ્રેસ લેવલમાં પણ ઘટાડો થઇ જશે.

તમે તમારા જીવનનું ધ્યેય, તમારા લક્ષ્યાંકો અને તમારા જીવનના મૂલ્યો નિશ્ચિત કરીને પછી તમારા રોજ બ-રોજના કાર્યોની અગ્રિમતા નકકી કરશો તો તમને તમારૃં 'બેલેન્સ પોઇન્ટ' મળી જશે. આ 'બેલેન્સ પોઇન્ટ' જાળવી રાખીને કાર્ય કરનાર કયારેય તાણ નહીં અનુભવે. હિંમત, આત્મવિશ્વાસ અને ચોકકસ ઉદ્દેશ સાથે, સ્ટ્રેસ વગર તમારો દિવસ પસાર થશે, કારણકે તમે તમારૃં 'બેલેન્સ પોઇન્ટ' શોધી નાંખ્યું છે એટલું જ નહીં તમે એ 'બેલેન્સ પોઇન્ટ' જાળવી પણ રાખો છો.

જીવનમાં સાચા સુખની અનુભૂતિ માટે બે પરિબળ સૌથી મહત્વના છે. (૧) માનસિક શાંતિ (૨) સમતુલિત જીવન. જે માણસ જીવનનું 'બેલેન્સ પોઇન્ટ' શોધીને કાર્ય કરશે તેને જીવનમાં નિશ્ચિતપણે સાચા સુખની અનુભૂતિ થયા વિના નહીં રહે.

કાર્યકુશળ વ્યકિતની એક નોંધપાત્ર ખાસિયત એ છે કે બીજા દિવસે કરવાના કામોની યાદી એ વ્યકિત આગલા દિવસની રાતે જ તૈયાર કરી દે છે. આનાથી મોટો ફાયદો એ થાય છે કે સૂતા પહેલા બનાવેલી આ યાદી સુઇ જતીવેળા તમારા મનમા ઘુમરાતી રહે છે અને તમારૃં અર્ધજાગ્રત મન (સબકોન્સિયસ માઇન્ડ) બીજા દિવસે કરવાના કામો સરળતાથી અને ઝડપથી કઇ રીતે પરિપૂર્ણ કરવા તેના વિષે આખી રાત વિચારતું રહે છે.

શકય  છે કે બીજા દિવસના કામો કરવાનો કોઇ નવતર આઇડિયા રાત્રે જ તમારા મનમાં સ્ફુરી ઉઠે, જે તમારા કામને ઘણું આસાન બનાવી દે.

કામની યાદી રાખવાથી તમારી કાર્યક્ષમતા સ્વયંભૂરીતે વધી જાય છે અને રોજિંદા જીવનની ગતિવિધિ પર તમે તમારો સંપૂર્ણ કન્ટ્રોલ રાખી શકો છો.
 

Keywords saransh,02,january,2018,

Post Comments