Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીવલેણ 'મેડકાઉ' પ્રત્યે ભારત ગંભીર નથી

- રોગગ્રસ્ત પ્રાણીઓનું માંસ કેન્સર, હૃદયરોગ, હાઈબ્લ્ડ પ્રેશર, કોલેસ્ટેરોલ નોંતરે છે

- બોવાઇન મીટ એકસપોર્ટ કરવામાં ભારત મોખરે : માંસમાંથી માનવ શરીરમાં ફેલાતા જીવલેણ રોગો

- એક જૈન વેપારી શાકાહારી હોવા છતાં મેડકાઉ થયો છે : સરકાર આંખ આડા કાન કરે છે : જો જાહેર કરે તો મીટ ઉદ્યોગને ફટકો પડે

એક સમૃધ્ધ જૈન બિઝનેસમેન - 'મેડ કાઉ' રોગની પકડમાં આવી રહ્યા છે. તેમણે વજન ગુમાવ્યું છે; તે બરાબર બોલી શકતા નથી. ખાઇ શકતા નથી, યાદ નથી રાખી શકતા. તેમનાં બાકીના અંગો કામ કરે છે. તેમને ટયુબ નાખીને ખવડાવાય છે. તે એક તંદુરસ્ત માણસમાંથી માત્ર ૭ મહિનામાં સાવ ઢીલા થઇ ગયા છે. રોગના લક્ષણો જેવાં કે ડિપ્રેશન, યાદશક્તિ ઘટવી તેમનામાં જોવા મળ્યા હતા.

તે ઊંઘી નહોતા શકતા અને તેમના મસલ્સ તેમના આદેશને પાળતા નહોતા. તે મુંબઇ સારવાર માટે ગયા તો એવું નિદાન થયું કે તેને સ્લીપ એપનોઇના થયો છે. આ બિઝનેસમેન તેમના ટેસ્ટ રીપોર્ટ વિદેશ મોકલ્યા તો ત્યાંથી એવું નિદાન થયું કે તેમને બોવાઇન સ્પોન્ગી ફોર્મ એજન્સીફલોપેથી (મ્ભઈ) થયો છે. આ રોગ માણસમાં ફભવઘ એટલે કે વેરીયન્ટ ક્રેટૂઝફેલ્ટ - જેકોબ ડીસીઝ. સામાન્ય રીતે તે મેડકાઉ ડીસીઝ તરીકે ઓળખાય છે. આ રોગ માંસ ખાવાથી થાય છે.

જોકે જૈન બિઝનેસમેને મેડકાઉ થયાનું નિદાન થયું હતું તે તો સંપૂર્ણ શાકાહારી છે એમ તેમના પત્ની કહે છે. તે કોઇ બિઝનેસ ટુરમાં હોય ત્યારે કદાચ માંસાહાર કરતા હોય એ વાતને પણ પત્નીએ ફગાવી દીધી હતી. એકાદ મહિનામાં કદાચ આ મેડકાઉના દર્દી મોતને ભેટશે.

આપણે વર્ષોથી માનતા આવ્યા છીએ કે 'મેડકાઉ' રોગ ભારતમાં ક્યાંય નથી. મગજના રોગો સાથે સંકળાયેલા બ્રેન ક્લૉટ, યાદશક્તિ ઘટવી કે અલ્ઝામર જેવા રોગનું નિદાન થઇ શકે છે. આ જૈન બિઝનેસમેન સહિત મને મેડકાઉ રોગના નિદાન વાળી બે વ્યક્તિ મળી છે. આ લોકો ગયા વર્ષે ચેપગ્રસ્ત બન્યા હતા.

ચેપગ્રસ્ત પ્રાણીઓથી માનવજાતને થતા રોગો જેવાં કે ટયુબરક્યુલોસીસ (ક્ષય), લ્યુકોમીયા કે મેડકાઉને આપણે ઓળખી શકતા નથી. મને વૅટરનરી - સાયન્ટીસ્ટનો પત્ર મળ્યો હતો જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તે પ્રાણીઓમાં લ્યુકેમીયા હોય છે કે કેમ તેનું સંશોધન તે સરકારની રીસર્ચ એજન્સીઓ મારફતે કરવા માગે છે પરંતુ તેમને સફળતા મળતી નથી. તંદુરસ્ત પ્રાણીઓના માંસથી થતા રોગ જેવાં કે હાર્ટ એટેક, કેન્સર, હાઇ બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલને પણ આપણે ઓળખી શકતા નથી. આ તો કેટલાક રોગોના નામ આપ્યા છે.

જોકે 'મેડકાઉ' એ ખૂબ જ ગંભીર બાબત છે. હડકવાની જેમ મેડકાઉ પણ જાન લેવા બિમારી છે. આ રોગની અસર બ્રેન અને કરોડરજ્જૂ પર વધુ થાય છે. આ રોગ પ્રાણીઓમાં થાય છે. આ રોગનો ઈનક્યુબેશન પીરીયડ બહુ લાંબો છે. આ પીરીયડ અઢીથી આઠ વર્ષનો છે. (ઈનક્યુબેશન પીરીયડ એટલે કે શરીરમાં રોગના જીવાણુ પ્રવેશે અને તેની અસર શરીરના તંત્ર પર દેખાય ત્યાં સુધીનો સમય) પુખ્ત વયના પ્રાણીઓના ઈન્ક્યુબેશન પીરીયડ ચારથી પાંચ વર્ષનો હોય છે. યુ.કે.માં મેડકાઉથી અસરગ્રસ્ત ૧,૮૦,૦૦૦ પશુઓ છે.

આ અસરગ્રસ્ત પશુઓનું માંસ ખાતા માણસોમાં આ રોગ ખૂબ આસાનીથી પ્રવેશે છે. કહે છે કે આ વર્ષે વિશ્વભરમાં મેડકાઉના કારણે સેંકડો લોકો મોતને ભેટશે અને લાખો પશુઓ  પણ મૃત્યુ પામશે.

ભારતમાં આપણે આ રોગનો કોઇ ટેસ્ટ કરાવતા તે તો ઠીક પણ કોઇને તે વિશે બહુ ખ્યાલ પણ નથી. શરૃઆતમાં જે જૈન બિઝનેસમેનનો ઉલ્લેખ કર્યો છે તે દહેરાદૂન ગયા ત્યારે એરપોર્ટ પર રેડ એલર્ટ જાહેર કરવું જોઇતું હતું અને કતલખાનાઓમાં પશુઓનું ચેકીંગ પણ થઇ શકત. તેમણે ભારતમાં પ્રાણીનું માંસ ખાધું હતું. ઘણાં લોકોએ આવા અસરગ્રસ્ત પ્રાણીનું માંસ ખાધુ હશે. પરંતુ કોઇએ ફૂડ સેફટી ઓથોરીટીનું ધ્યાન દોરવાની દરકાર નહોતી કરી કેમકે તેમને આ રોગની ગંભીરતા વિશે કોઇ જ્ઞાાન નહોતું.

આની સામે કેનેડાની વાત કરીએ તો ફેબુ્રઆરી ૨૦૧૫માં અલ્બ્રેટામાં જ્યારે મેડકાઉનો કેસ જોવા મળ્યો ત્યારે વિશ્વભરમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. ૨૦૧૧માં કેનેડામાં આવો૭ કેસ બન્યા બાદ આ પ્રથમ આવો કેસ ધ્યાનમાં આવ્યો હતો. કેનેડાના સત્તાવાળાઓએ તમામ પ્રાણીઓને ચેક કરીને અસરગ્રસ્તોને  સાઇડમાં કાઢ્યા હતા, જેથી તેમનો નાશ થઇ શકે.ગયા અઠવાડીયે ઈંગ્લેન્ડે પણ આવા કિસ્સામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતુ. ઈંગ્લેન્ડના સત્તાવાળાઓને ડર હતો કે બ્લડ બેંકમાં મેડકાઉના સેમ્પલ હશે !! બ્લડ ડોનેશન કરનારામાં કે ટ્રાન્સફ્યુઝન વખતે રોગ થઇ શકે છે. એક કેસ પ્રિયોન્સનો હોઇ શકે. આ પ્રિયોન્સ મેડકાઉ કરે છે.

મેડકાઉ રોગ પશુઓ મારફતે થાય છે. ઘેટાં કે હર્બીવોરીઅસ એનીમલ (શાકાહારી પ્રાણીઓ) કે જેનું માંસ ખવાય છે. તેમાંના પ્રોટીન સેલ્સ પ્રિઓન્સમાં રૃપાંતર થાય છે. આ પ્રિયોન્સ અગ્નિથી પણ મરતા નથી. એમ તે ઠંડક, જંતુનાશક દવા, સ્ટરીલાઇઝેશન કે રેડીયેશનથી પણ મરતા નથી. ખોરાકમાં અપાતા બીફમાં થયેલી ભેળસેળ જોખમી બને છે. આ રોગના જીવાણુ કેવી રીતે આવ્યા તેની તો કોઇને ખબર નથી પણ બ્રિટનના સંશોધકો જણાવે છે કે આ જીવાણુ ભારતથી આવ્યા છે અને ૧૯૮૦ના દાયકામાં ફૂડચૅન સ્ટોર્સ દ્વારા પ્રસર્યા હતા.

યુનિવર્સિટી ઓફ કેન્ટના પ્રોફેસર ઓફ ન્યુરોલોજી નેન્સી કોલએસ્ટરે મેડીકલ જનરલ લેન્સેટમાંના ૩ જાન્યુઆરી-૨૦૦૫ના ઇસ્યુમાં લખ્યું છે કે હાડકાના માવા મિશ્રિત ખોરાક ભારતમાં બનેલો હશે ત્યાંથી યુનાઇટેડ કિંગડમમાં મેડકાઉના વાયરસ ડેવલોપ થયાનું મનાય છે. જ્યારે મેડકાઉની શંકા ગઇ ત્યારે અનેક અસરગ્રસ્ત પશુઓનો ખાત્મો બોલાવીને રોગને કાબુમાં લેવાનો પ્રયાસ થાય છે. જો કે ભારતમાં આવા કોઈ કેસ નહોતા એમ પણ જણાવાયું હતું. (મને ચોક્કસ ખાત્રી છે કે દહેરાદૂનવાળા કેસને સરકારે હાથે કરીને ધ્યાનમાં નથી લીધો)

આપણે ત્યાં કતલખાને લઇ જવાતા પ્રાણીઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે ક્યાં તો તે નબળા હોય છે કે બિમાર હોય છે. કેટલાક ઇજાગ્રસ્ત હોય છે તો કેટલાક પ્રેગનન્ટ હોય છે. આવા પ્રાણીઓનું માંસ ના ખાઈ શકાય એવું રોગગ્રસ્ત હોય છે. જ્યારે આ પ્રાણીઓ કતલખાને પહોંચે છે ત્યારે કેટલાંક તો ચાલી પણ નથી શક્તા. કાયદા પ્રમાણે તો વેટરનરી ડોક્ટરે આવા પ્રાણીઓના માંસને ખાવા માટે અયોગ્ય છે એવું જાહેર કરવું જોઇએ. કોઇપણ પ્રાણીની તપાસ કર્યા વગર ભારત સરકાર એવું કેવી રીતે કહી શકે કે ભારતમાં મેડકાઉ ડીસીજ નથી ?

પ્રાણીઓમાંનો ફૂટ એન્ડ માઉથ ડીસીઝ જે ઝુનોટીક ડીસીઝ તરીકે ઓળખાય છે. આવા રોગીષ્ઠ પ્રાણીઓના માંસની નિકાસ થાય છે. કેટલાક રોગગ્રસ્ત પ્રાણીના માંસમાં બૂ્રસીલોસીસ હોય છે જે માણસના શરીરમાં પ્રવેશીને ટયુબર ક્યુલોસીસ (ક્ષય)માં ફેરવાય છે. શું આપણે આ રોગ અટકાવવા પ્રાણીઓને ચેક કરીએ છીએ ખરા ? જવાબ ના માં આવે છે. શું આપણે બોવાઇન લ્યૂકોમીયા માટે પ્રાણીઓ ચેક કરીએ છીએ ખરા ? લાખો પશુઓ આ રોગથી પીડાય છે. જે માનવ શરીરમાં જઇ કેેન્સરમાં રૃપાંતરીત થાય છે.

બોવાઇન મીટ એક્સપોર્ટ કરતો ભારત સૌથી મોટો દેશ છે. જો સરકાર સ્વિકારેકે તેના પ્રાણીઓનું મીટ રોગગ્રસ્ત પશુઓનું છે તો આખા મીટ ઉદ્યોગનો ખાત્મો બોલી જાય. શું પેલા દહેરાદુનના જૈન વેપારીને કોઈ મળવા ગયું ખરું ? છેલ્લા ૩૭ વર્ષમાં શંકાસ્પદ મેડકાઉના ૮૫ કેસ ભારતમાં નોંધાયા છે.માટે એવા આંકડા જાણવા છે કે કેટલાં લોકો મેડકાઉના કારણે ભારતમાં મોતને ભેટયા છે ?

સંવેદના મેનકા ગાંધી

Post Comments