Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય સંજીવની-નપુંસકતાનું સમાધાન આયુર્વેદમાં છે

દુનિયાના કોઈ પણ પુરુષને 'નપુંસકતા' શબ્દથી સાહજિક ચીડ હોય છે. જેવી રીતે સ્ત્રીઓમાં વંધ્યત્વ હોય છે તેવી જ રીતે પુરુષોમાં પણ નપુંસકતા હોઈ શકે છે. નપુંસકતાને ધૈંર્સૅાીહબઅધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગને કારણે પુરુષ સંતાનહીન રહી શકે છે.

જો પુરુષ ગ્રામ્ય ધર્મ (મૈથુન કર્મ) કરવા માટે સાહજિક રીતે અસમર્થ હોય તેને આયુર્વેદમાં 'ક્લીબ' અર્થાત્ 'નપુંસકતા' તરીકે ઓળખેલ છે. સંતાનોત્પત્તિ માટે સ્ત્રીબીજની સાથે સાથે પુરુષ બીજ પણ પ્રાકૃત હોવું જોઈએ. અપ્રાકૃત કે દૂષિત પુંબીજથી સંતાનોત્પત્તિ શક્ય બનતી નથી. મૈથુનમાં અસમર્થતા સિવાય જે પુરુષમાં શુક્રાણુઓની પણ કમી કે ખામી હોય તેને પણ વ્યવહારુ ભાષામાં નપુંસક જ કહેવામાં આવે છે. ઘણીવાર કેટલાક પુરુષોમાં માનસિક નપુંસકતા પણ જોવા મળતી હોય છે. માનસિક ભાવો જેવા કે, ચિંતા, ભય, ક્રોધ, શોક, દ્વેષ વગેરેથી પણ પુરુષ મૈથુનમાં અસમર્થ બની શકે છે.

અને કોઈકવાર સ્ત્રી પ્રત્યે અણગમો હોય તો તેનાથી પણ પુરુષ કામોત્તેજનામાં અસમર્થ રહે છે. આયુર્વેદ શાસ્ત્ર એ એક એવું શાસ્ત્ર છે કે જેમાં શુક્રાણુઓની કમીથી થયેલ નપુંસકતા કે અન્ય શારીરિક રોગોના કારણે થયેલ નપુંસકતા દૂર કરવા માટેના સચોટ ઉપાયો દર્શાવ્યા છે. તેથી નપુંસકતા દૂર ન જ થઈ શકે તેવું માનવાને કોઈ કારણ નથી. ઘણાં દર્દીઓ ઔષધસેવન પછી સંતાનોત્પત્તિમાં સફળ રહ્યા છે. તેથી, આ બીમારીથી ગભરાયા વગર ઔષધ પ્રયોગ તત્કાળ શરૃ કરી દેવો હિતાવહ છે.

આયુર્વેદમાં નપુંસકતાના ઘણાં કારણો દર્શાવ્યા છે જેમાં સૌ પ્રથમ જન્મજાત કારણો એટલે કે માતાપિતાના બીજની દ્રષ્ટિથી તેમના સંતાનમાં બીજગત દોષો શુક્રવાહી શિરાઓને સૂકવી નાખે છે. આવા બાળકના જન્મ પછી તેના બહારના શિશ્નાદિ અંગો વિકસીત હોવા છતાં તે ગ્રામ્ય ધર્મ કરવા માટે સહજ રીતે જ અસમર્થ રહે છે.

આ ઉપરાંત અત્યાધિક ચિંતા, શોક, ઉદ્વેગ વગેરે મનોભાવોથી ક્રમશ: બધી ધાતુઓનો ક્ષય થઈ અંતે શુક્ર ક્ષય થાય છે. ઘણીવાર અધિક પરિશ્રમ, અપૌષ્ટિક આહાર તેમજ જંક ફૂડ, ઠંડા પીણા વગેરેનું સેવન પણ આ રોગના આમંત્રણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ઉંમરના કારણે પણ જરાસંભવજ નપુંસકતા આવી શકે છે.

નપુંસકતાના સામાન્ય લક્ષણો જોઈએ તો આવા દર્દીઓમાં ગ્રામ્ય ધર્મની ઇચ્છા હોવા છતાં લિંગશૈથિલ્યને કારણે તે ગ્રામ્ય ધર્મ કરી શકતા નથી, અને કોઈ પણ રીતે ગ્રામ્ય ધર્મ કરવામાં પ્રવૃત્ત પણ થાય તો શ્વાસ, પ્રસ્વેદ, વીર્ય અલ્પતા અને લિંગ શૈથિલ્યના કારણે આ શક્ય બનતું નથી.

આવા પુરુષો સ્ત્રીની નજીક જવાથી ભયભીત રહે છે. રોગીના માથામાં દુ:ખાવો અને અપચો તથા કબજીયાતની સમસ્યા તેમને સતાવે છે. દર્દીને ઘણીવાર અનિદ્રા રહે છે. આવા દર્દીઓ અત્યાધિક ચિંતાશીલ અને દુ:ખી રહે છે.

ઔષધ સારવાર :-

- માનસિક નપુંસકતા હોય એવા દર્દીઓની સારવાર આશ્વાસન અને ધીરજ આપી શરુ કરવી જોઈએ.

- નપુંસકતાના દર્દીઓએ બહારના ખોરાકનો ત્યાગ કરવો, લીલા શાકભાજી, દૂધ, દૂધની બનાવટો, અડદ, ચોખા, ઘઉં, ઘી, માખણ વગેરેનો ખોરાકમાં સમાવેશ કરવો.

- ચિંતા, ઉદ્વેગ, શોક, ઇર્ષ્યા વગેરે મનોભાવોથી બચવું અને હંમેશા પ્રસન્ન રહેવા પ્રયત્ન કરવો મુશ્કેલ છે તો તેનું સમાધાન પણ અવશ્ય છે તે પ્રકારની માનસિકતા કેળવી આગળ વધવું.

- જે દર્દીઓમાં શુક્રાણુઓની કમી હોય તેવા દર્દીઓએ ૧ ગ્લાસ ગાયના દૂધમાં ૧ ટીપું શિલાજીત સત્ત્વ અને ચપટી માત્રામાં જાયફળ પાવડર અને ૧ ચમચી ખડી સાકરનો પાવડર નાખી સવાર- સાંજ લેવું.

- ૧ ગ્લાસ ગાયના દૂધમાં ૧ ચમચી સાકર અને ૧ ચમચી ફલધૃત નાખીને લેવાથી થોડા જ સમયમાં શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં ફાયદો જણાશે.

- ઔષધ પ્રયોગમાં શતાવરી ચૂર્ણ, અશ્વગંધા ચૂર્ણ, ગોક્ષુર ચૂર્ણ, કૌચા ચૂર્ણ, સફેદ મુસળી ચૂર્ણ અને વિદારીકંદ ચૂર્ણ આટલા ચૂર્ણ સમભાગે લઈ ૧- ૧ ચમચી સવાર- સાંજ ગાયના દૂધ સાથે લેવું.

- પુષ્પધન્વા રસની ૧- ૧ ગોળી સવાર- સાંજ ચિકિત્સકની સલાહ મુજબ લેવી.

- જે દર્દીઓને લિંગોત્થાનની સમસ્યા હોય તેમણે વૈદ્યની સલાહમાં રહીને ગોપાલ તેલની માલિશ કરવી. નિયમિત આ રીતે માલિશ કરવાથી ધીમે- ધીમે આ સમસ્યામાંથી છૂટકારો મળે છે.

- જે દર્દીઓને કબજિયાત રહેતી હોય તેમણે ૧ ચમચી હરડે ચૂર્ણ રાત્રે ગરમ પાણી સાથે લેવું. નપુંસકતાના દર્દીઓએ આ રોગમાંથી છૂટકારો મેળવવા આહાર વિહારમાં ખાસ સાવધાની રાખવી. માંસાહાર, દારૃ, તમાકુ, સિગારેટ વગેરે વ્યસનો હોય તો નિ:સંદેહ તેનો ત્યાગ કરવો. આ ઉપરાંત હસ્તમૈથુન, અપ્રાકૃતિક મૈથુન વગેરેથી પણ બચવું શક્ય હોય ત્યાં સુધી બહારનો ખોરાક લેવો નહીં. પૌષ્ટિક અને સુપાચ્ય ખોરાક જ શરીરમાં જાય તેની ખાસ સાવધાની રાખવી.

આહારમાં અડદ, ગાયનું દૂધ, ચોખા, મલાઈ, પાલખ, લીલા પાંદડાવાળા શાકભાજી, ઘઉં, માખણ, ગાયનું ઘી, કેળા, અખરોટ, નટ્સ, મોસંબી, નારંગી, નાળિયેર, ખજૂર, ગાજર, ઓટ્સ, તલ, તડબૂચ, બદામ, દહીં વગેરેનો આહારમાં અત્યાધિક ઉપયોગ કરવો તેમજ તળેલા અને અધિક મસાલાવાળા પદાર્થોનો ત્યાગ કરવો આ ઉપરાંત વાયુ કરે તેવા ખોરાકનો પણ આહારમાં સમાવેશ ન કરવો. વિટામીન ઇ, સી અને બી ૬વાળો આહાર વધારે લેવો. માનસિક હતાશ થયા વગર પોઝીટીવ અભિગમ સાથે શરુ કરેલી ઔષધ સારવાર આ રોગના દર્દીઓને પણ સંતાનપ્રાપ્તિની સફળતા અપાવે છે.
- જહાન્વીબેન ભટ્ટ


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments