Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પતિના રતિ-સુખમાં પત્નીની ભૂમિકા

મોટાભાગનાં દંપતી એકબીજાથી સંપૂર્ણ સંતુષ્ટ છે, એમ જ માને છે કેટલાંક દંપતીઓને તો ૨-૪ સંતાન પણ થઈ ગયાં હોય, છતાં પતિ પ્રતિરાત પત્ની સાથે સમાગમ કરે છે. તેમને એ જાણવાનો વિચાર સુધ્ધાં નથી આવતો કે, પતિને જાતીય સંતોેષ કેવી રીતે આપવો અથવા પોતે કેવી રીતે પ્રાપ્ત કરવો. તેમ છતાં અમે લગભગ ચૌદ જેટલાં આદર્શ દંપતી સાથે વાત કરી. તેમના વિશે એમ માનવામાં આવતું  હતું કે, તેઓ એકબીજાથી સંપૂર્ણ સંતુષ્ટ છે.

તેમાંના આઠ દંપતીઓએ એકબીજા સમક્ષ તો એવું જણાવ્યું કે તેઓ સંતોષ અનુભવે છે, પરંતુ જ્યારે અમે નામ ગુપ્ત રાખવાનું કહી તેમને મુક્ત મને વાત કરવાનું કહ્યું, 'ત્યારે આઠ પતિઓએ સ્વીકાર્યું કે તેઓને પોતાની પત્ની તરફથી સંપૂર્ણ સંતોષ મળતો નહોતો. તે માટે શારીરિક, માનસિક, આર્થિક કે વાતાવરણનાં પરિબળો ભાગ ભજવતાં હોય એમ બને, એ સિવાય કોઈ કારણ એવંું પણ હોય, જેના વિશે પહેલાંથી વિચારી શકાયું ન હોય.

મીના તથા પરાગનાં લગ્નને પાંચ વર્ષ થયાં હતાં અને તેમને બે બાળકો પણ હતાં. તેમ છતાં માતૃત્વ પામવાથી ગૌરવાન્વિત થવાને કારણે મીના ન ખુશ હતી કે ન એનો પતિ પરાગ ખુશ હતો.

એક દિવસ પરાગ પોતાનાથી મોટી વયની સ્ત્રીની કમરમાં હાથ ભરાવી ફરતો દેખાયો. પરાગનું કહેવું હતું કે  મીના તરફથી એને ક્યારેય જાતીય સંતોષ મળ્યો ન હતો. વાસ્તવમાં મીનાને આ કાર્ય પ્રત્યે ખૂબ ઘૃણા હતી. એ ક્યારેય નવી પધ્ધતિ સ્વીકારવા તૈયાર જ નહોતી થતી. બંને વચ્ચે ક્યારેય ઉત્તેજના જગાવે એવાં ચુંબનોની આપલે થઈ શકી નહોતી.

તેમની વચ્ચે માત્ર સંબંધ નિભાવવા ખાતર જ સમાગમ થાય છે. એ ક્યારેય મીના સાથે ઉત્તેજિત થતો નથી. એથી વિપરીત પરાગ જ્યારે મીના સાથે સમાગમ કરે, ત્યારે એના મનોમસ્તિષ્કમાં કોઈ અત્યંત સુંદર સ્ત્રીની છબી હોય છે અને મીનાને એ રૃપમાં કલ્પીને એ ઉત્તેજિત થઈ શકતો.

મીના બીજી તરફ મોં ફેરવી આંસુ સાર્યા કરતી રાતે પરાગ બેડરૃમમાં અલગ અલગ પ્રકારે જાતીય સંબંધ બાંધવાની માંગણી કરતો હોવાથી એને એ અપ્રાકૃતિક વ્યક્તિ માનતી.

રૃપા ઉચ્ચ અધિકારીના પદ પર કાર્યરત હતી. ઓફિસમાં સતત કાર્યરત  રહેવાથી કદાચ એ સાવ લાગણીવિહીન બની ગઈ હતી. એનો પતિ મિલન એને પ્રેમથી નિકટ ખેંચતો, ત્યારે એની સાથે એ યંત્રવત્ બધી ક્રિયાઓ કરતી, પરંતુ તે દરમિયાન એના મોમાંથી પ્રેમભર્યો એક શબ્દ પણ મિલનને સાંભળવા ન મળતો. પરિણામે, પરાકાષ્ઠાએ પહોંચ્યા બાદ પણ મિલન ક્યારેક સાવ નિરુત્સાહ બની જતો તથા રૃપાને

'ફ્રિજિડ' કહેતો. રૃપા કારણ સમજી શક્યા વિના મિલન પર વધારે પડતો કામુક હોવાનો આરોપ કરતી.
આશાનું કહેવું છે કે એક રાતમાં એ એક વાર સમાગમ કર્યા બાદ અત્યંત થાકી જાય છે, જ્યારે ગૌતમ ૨-૩ વાર સમાગમ કરવા ઈચ્છે છે. આશાનો પહેલો પતિ (જે અવસાન પામ્યો છે) રાતમાં એક જ વાર સમાગમ ઈચ્છતો.

એક વાતની આજ સુધી માહિતી નથી મળી કે અમુક લોકો શા માટે વધારે પડતી યૌનેચ્છા ધરાવતાં હોય છે. આ અંગે જે કંઈ જાણવા મળ્યું તેનાં આધારે એમ કહી શકાય કે, દરેક વ્યક્તિમાં યૌનેચ્છા જુદા જુદા પ્રમાણમાં હોય છે.

દરેકની પોતપોતાની આગવી રીત હોય છે. આ રીત બદલાયા કરે છે, પરંતુ સરખામણી અન્ય વ્યક્તિ સાથે નહીં, પોતાની જાત સાથે જ કરવાની હોય છે. કોઈ પણ પુરુષ પોતાની યૌનેચ્છાને જુદી રીતે જ સમજતો હોય છે. અત્યંત ધ્યાનથી નિરીક્ષણ કરતાં બે પ્રકારના પુરુષ જોવા મળ ેછે, જેઓ બે જુદા જુદા છેડાની માફક એકબીજાથી સાવ  અલગ હોય છે.

પ્રથમ વર્ગમાં એવા પુરુષોનો સમાવેશ થાય છે, જેઓનું એમ કહેવું છે કે તેમની યૌનેચ્છા તેમના આંતરિક સ્ત્રાવો તથા શારીરિક જરૃરિયાતો પર આધારિત હોય છે. એમાં ભાવનાઓને મહત્ત્વ હોતું નથી. તેઓ એક નિશ્ચિત સમય સુધી સેક્સ વિશે વિચાર સુધ્ધાં કર્યા વિના પસાર કરી શકે છે. એ સમય પસાર થયા બાદ તેમનામાં યૌનેચ્છા ફરી જાગ્રત થઈ જાય છે. ત્યારબાદ એક વાર સંતુષ્ટ થઈ ગયા બાદ તેઓ જ્યાં સુધી તેમની શારીરિક ઈચ્છા ફરી જાગ્રત ન થાય, ત્યાં સુધી એમનામાં સેક્સની ઈચ્છા ઉત્પન્ન થતી નથી.

બીજા વર્ગમાં એવા પુરુષોની ગણતરી થાય છે,  જેઓ કાયમ સેક્સ  વિશે જ વિચારતા રહે છે. જોકે તેમની શારીરિક ઈચ્છાઓ પણ એટલી જ બળવાન હોય, તે જરૃરી નથી. તેઓ વિભિન્ન કલ્પનાઓ કરતા રહે છે. લગ્ન પછી પણ આવા પુરુષ કલ્પનામાં વિહરતા હોય છે. અને કંઈ કરતાં પહેલાં કલ્પનાનો સહારો લે છે. તેનાથી તેમને જાતીય સંતોષ પ્રાપ્ત થાય છે. આમ તો મોટાભાગના પુરુષ મધ્યવર્તી માર્ગ અપનાવે છે, પરંતુ તે બધાં જ કોઈ એક છેડા પ્રત્યે વધારે પડતાં આકર્ષિત જણાય છે.

પત્ની માટે એ જાણવું જરૃરી છે કે, પતિ કયા છેડા તરફ વધુ આકર્ષિત છે. તેની સાથોસાથ પતિમાં ઉત્તેજના

તથા પરાકાષ્ઠા કેટલીવાર અને કેટલી ઝડપથી પ્રાપ્ત થાય છે તે જાણવું પણ જરૃરી છે.
સામાન્ય  રીતે એમ માનવામાં આવે છે કે, પુરુષ એક રાતમાં એક સ્ત્રી સાથે કદાચ સાત વાર સમાગમ ન કરી શકે,  છતાં એ જ પુરુષ એક રાતમાં જુદી જુદી છ સ્ત્રીઓ સાથે સમાગમ કરી શકશે.

૩૪ વર્ષના અમિતનું કહેવું છે કે પહેલાં એક રાતમાં બે વાર અને ક્યારેક ત્રણવાર  ઉત્તેજના અનુભવ્યા પછી બીજી વાર ઉત્તેજિત થવામાં એને ૨૪ કલાકનો સમય લાગે છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેમ જેમ વય વધે તેમ તેમ  પુરુષોનીયૌનેચ્છાઓમાં ઘટાડો થાય છે અને જાતીય ક્રિયાઓની રીતમાં પણ પરિવર્તન આવે છે. આ સિવાય માંદગી, થાક, કંટાળો, ચિંતા, હતાશા, દવાઓ વગેરેની પણ યૌનેચ્છા પર અસર થાય છે.
આ બાબતમાં એમ કહી શકાય કે પતિને જાતીય સંતોષ આપવા અંગે પત્નીએ સૌપ્રથમ બાહ્ય પરિસ્થિતિઓનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ.

સ્ત્રી-પુરુષની શારીરિક સંરચના કુદરતી રીતે જ જુદી જુદી હોવાથી સ્ત્રીને સમાગમ માટે કોઈ વાતની આવશ્યક્તા હોતી નથી, જ્યારે પુરુષ ઉત્તેજિત થયા વિના સમાગમ કરી શકતો નથી.
વળી, સ્ત્રી-પુરુષની આવી અલગ અલગ રીતે શારીરિક સંરચના કરનાર કુદરતે તેમનામાં યૌનેચ્છાનો એક સમાન કુદરતી ગુણ મૂક્યો છે,તે પણ એક હકીકત છે.

દામ્પત્યજીવનને શારીરિક સંબંધ દ્વારા દ્રઢ બનાવી શકાય છે. તે વાતને પણ નકારી શકાય એમ નથી, સમાગમ દરમિયાન એકબીજા વચ્ચેનું અંતર દૂર થઈ જાય છે.
શારીરિક સંબંધોમાં તિરાડ પડવાથી આપોઆપ જ માનસિક અંતર પણ પડી જાય છે, તો ક્યારેક એકબીજાથી માનસિક સંતોષ  ન હોવાને લીધે શારીરિક અસંતોષ રહે છે.

કૌટુંબિક આનંદ માટે પતિ-પત્નીના આપસી સંબંધ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. પતિને સંપૂર્ણ સંતોષ આપવા માટે નિમ્નલિખિત બાબતો ધ્યાનમાં રાખવી જરૃરી છે.

- પત્નીએ સૌપ્રથમ પતિની અપેક્ષા, રુચિ તથા ઈચ્છાઓ વિશે જાણવું જોઈએ. તે માટે એણે પુરુષની શારીરિક સંરચનાની સાથોસાથ તેનું મનોવિજ્ઞાાન પણ સમજવું જોઈએ.
રીતેશે જણાવ્યું કે એની પત્ની એક નિર્જીવ પૂતળીની માફક પોતે જે કંઈ કરે તે સ્વીકારી લે છે, ત્યારે એને ખૂબ ગુસ્સો આવે છે. આ દરમિયાન એણે એકદમ નવી રીતે મજેદાર જાતીય ક્રિયા કરી હોય કે પત્નીની ઈચ્છા વિરુધ્ધ સમાગમ કર્યો હોય, એનો પણ પત્ની કંઈ પ્રતિભાવ આપતી નથી.

રવિનું કહેવું  હતું કે જ્યાં સુધી એની પત્ની તનમનથી એ ક્રિયામાં લિપ્ત થતી નથી, ત્યાં સુધી એને સમાગમમાં સંતુષ્ટિ મળતી નથી.

- પતિને સંપૂર્ણ સંતુષ્ટિ મળી રહે તે માટે એની શારીરિક જરૃરિયાતોની સાથોસાથ માનસિક માંગને સમજવાનું પણ અત્યંત જરૃરી છે. પત્ની ભલે શય્યાસુખમાં સફળ નીવડે, પણ જ્યાં સુધી પતિનો માનસિક સ્તર સમજી ઉચિત રીતે વ્યવહાર ન કરે, ત્યાં સુધી પતિની દ્રષ્ટિએ સફળ હોતી નથી.

- આ માટે પતિની રુચિને ધ્યાનમાં રાખીને ઘરમાં એવું વાતાવરણ ઊભું કરો. જો પતિને વાંચનનો શોેખ હોય, તો ઘરનું સ્વચ્છ તથા શાંત વાતાવરણ રાખી તે શાંતિથી વાંચી શકે એવી સ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar


 

Post Comments