Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાગવાનો સમય વ્યક્તિની જીવનશૈલીનું પ્રતિબિંબ પાડે છે

સવારના નિયમિત ઉઠવું એ ઘણાની દિનચર્યાનો હિસ્સો છે, ભલે રાત્રે સુવાનો સમય નિશ્ચિત ન હોય. જોકે મોટાભાગના  લોકોનો સવારનો ઉઠવાનો સમય સુનિશ્ચિત જ હોય છે. સવારના જાગવાનાં સમય દ્વારા પણ ચોક્કસ વ્યક્તિની વિશેષતાઓ જાણી શકાય છે.

સવારના ચાર વાગે

સવારના ચાર વાગે ઉઠનાર વ્યક્તિ પરંપરાગત જીવન જીવવાનું પસંદ કરે છે જે એની આધ્યાત્મિક્તાનો પરિચય કરાવે છે. અથવા તો કોઈ ખાસ કારણ હોય તો ઉઠે છે, જેમ કે અભ્યાસ કરવા માટે ઘરના અન્ય કામકાજ આટોપવા અથવા તો કોઈ આવશ્યક્તાને પુરી કરવાની લાચારી હોય તો.

સવારના પાંચ વાગે

સવારના પાંચ વાગે ઉઠનાર વ્યક્તિ ઈમાનદાર હોય છે. તેઓ પોતાના શેડયુલથી પરેશાન હોય તો પણ એને અનુસરે છે. એનો મતલબ એમ કે તેઓ એનું કામ પ્રમાણિક્તાપૂર્વક પુરું કરવાં ઈચ્છે છે.

સવારના છ વાગે

સવારના છ વાગે ઉઠનાર વ્યક્તિ અનુશાસિત હોય છે. આ એક સારી ટેવ છે કે સવારના છ વાગે ઉઠીને તમે તમારા માટે પણ સમય ફાળવી શકો છો. વહેલી સવારની નોકરી કે કોઈ ધંધાકિય કારણ ન હોવા છતાં છ વાગે ઉઠનાર વ્યક્તિ યોગ અથવા કસરત કરીને સ્વાસ્થ્ય લાભ લઈ શકે છે.

સવારના સાત વાગે

સવારના સાત વાગે ઉઠનાર વ્યક્તિ સમજુ હોય છે. એમને ખબર હોય છે કે રોજબરોજના કામોને પૂરા કરવામાં સમય લાગે છે. તેઓ  નિયમિત જીવન પસાર કરે છે. તેમજ સમયસર દરેક કામ પૂર્ણ કરવાના આગ્રહી હોય છે.

સવારના આઠ વાગે

સવારના આઠ વાગે ઉઠનાર વ્યક્તિ નિરસ તેમજ કુંઠિત હોય છે. તેઓ પરિવાર તેમજ સમાજને વધુ સમય આપી શકતા નથી.

સવારના નવ વાગે

રાતના મોળે સુધી કામ કરનાર વ્યક્તિ સવારના નવ પહેલા ઉઠી નથી શકતી. તેઓનો મોટાભાગનો સમય જોબને લઈને ફરિયાદ કરવામાં જ પસાર થતો હોય છે. શાંતિ એમને પ્રિય હોય છે પણ કમનસીબે તેઓ હાયહોયમાં જીવન પસાર કરે છે.

સવારના દસ વાગે

દસ વાગે ઉઠનાર વ્યક્તિ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી કાર્યરત હોય તો સ્વાભાવિક છે કે એમને જાગવામાં મોડું થાય. બની શકે કે તેઓમાં રચનાત્મક ક્ષમતા હોય અને જો રાત્રે સમયસર સૂવા છતાં મોળા ઉઠે છે તો એ આળસુ હોવાનો સંકેત છે.

અગિયાર વાગે ઉઠનાર

નાઈટ શિફ્ટ કરનાર વ્યક્તિ સવારના અગિયાર વાગે ઉઠે છે. અને જો નાઈટ શિફ્ટ ન હોવા છતાં અગિયાર વાગે ઉઠનારા વ્યક્તિ એના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહ હોય છે. આમ કરવાથી એમનો સમય પણ વેડફાય છે.

બાર વાગે ઉઠનાર

બાર વાગે ઉઠનાર વ્યક્તિ રાતના રાજા  હોય છે. તેઓ રાત્રે ટી.વી. શો અથવા તો ઈન્ટરનેટ સર્ફિંગ કરે છે. કેટલાક લોકોને રાત્રે મોળે સુધી પુસ્તક વાંચવાની પણ ટેવ હોય છે. તેઓને રાત્રે કામ કરવામાં જ મજા આવે છે અને એ પ્રમાણે જ પોતાની દિનચર્યાને ઢાળી દે છે.
 

એક વાગે ઉઠનાર

બપોરના એક વાગે ઉઠનાર વ્યક્તિએ એની દિનચર્યામાં સુધારો કરવો જોઈએ.

વિશેષજ્ઞાોના કહેવા પ્રમાણે કામજીઓએ સાત થી નવ કલાકની તેમજ વૃધ્ધોએ સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ. આ ઉપરાંત યુવાઓએ સવારના વહેલા ઉઠીને યોગ અથવા કસરત કરવાની ટેવ પાળવી જોઈએ.
- રિધ્ધિ કાપડિયા


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments