Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલેજિયન યુવતીઓનો અનોખો ફેશન ફંડા

ફેશનપરસ્ત યુવતીઓ માટે સર્જનાત્મકતામાં  ઉમેરો કરતી ઓનલાઈન ટીપ્સ

સુંદરતા નીખરવા માટેના કોઈ નિયમો હોતા નથી.સોંદર્ય માટે કોઈ પરિસીમા બંધાયેલી નથી.જેમ સંગીત અને કળાને દેશના સીમાડા નડતા નથી તેવી રીતે જ નવાનક્કોર બ્યુટી ફંડા અનુસરવા માટે આપણી યુવાસહિયરોને પણ કોઈ નિયમો બંધનો નડતા નથી.મેકઅપ દ્વારા જગતને સર્જનાત્મકતાનો વેગળો પરિચય થતો હોય છે.

ઈન્ટરનેટ યુગમાં ઇન્સટાગ્રામ,યુટયુબ અને  પ્રિન્ટારેસ્ટ અવનવી મેકઅપ સ્ટાઈલની સર્જનના જન્મ્સ્થળો છે.અહીંથી જ અનોખી બ્યુટી ટીપ્સ સમગ્ર જગતમાં ફેલાતી રહે છે.અને જ્યાંસુધી બીજી કોઈ સર્જનાત્મક નવીનતા ઓનસ્ક્રીન ન આવે ત્યાંસુધી તેનો પુષ્કળ ઉપયોગ સુંદરતા નિખારવામાં થાય છે.સોશિયલ મીડિયા તેના દ્વારા ફેલાતા કેટલાક ચિત્ર વિચિત્ર નુસ્ખાઓથી બધા જ પરિચિત છે.પરંતુ તે દ્વારા તેને અચરનારની બોલ્ડનેસની પરીક્ષા થઇ જતી હોય છે.આજે અહી ઓનલાઈન દેખાતી કેટલીક લહેરી,અનુઠી અને બોલ્ડ બ્યુટી ત્રેન્દ્સની વવત શેઅર કરીએ.

લોલીપોપ્સ લીપ્સ -

લોલીપોપ્સ લીપ્સ નો ક્રેઝી જુવાળ ઓનલાઈન વર્તાઈ રહ્યો છે.પરંપરાગત રીતે લગાવતી લીપ્સટીકમાં હોઠ ની ધારને કેન્દ્રમાં રખાય છે અને તેની અંદર લીપ્સ્ટીક લગાડવામાં આવે છે. જયારે લોલીપોપ્સ લીપ્સ ટ્રેન્ડમાં હોઠોની ધારની બહાર સુધી લીપ્સ્ટીકનો ગાઢો રંગ લગાવવામાં આવે છે અને તેને થોડો શાઈની ચીપચીપો ઓપ અપાય છે જેથી લોલીપોપ ખાવાને કારણે હોઠ જેવા ચિકણા,ભીના અને ચીકાશવાળા દેખાય તેવો ભાસ થાય છે.

લહેરિયા હોઠ-

લહેરિયા સાડી સાથે લહેરિયા હોઠ કેવા લાગશે? ફોલો કરો નવો સુંદર ટ્રેન્ડ.

સામાન્યરીતે હોઠોની ધારને લીપસ્ટીકના રંગ વડે લાઈન દોરી શાર્પ આકાર આપવામાં આવી અંદરની બાજુ મનગમતો લીપ કલર લગાડવામાં આવતો હોય છે.

પરંતુ લહેરિયા હોઠ અનોખું સર્જન છે જે ધ્યાનાકર્ષક બની રહેશે.અહી મેકઅપ આર્ટીસ્ટ હોઠોની ધારને સીધી રંગવાને બદલે ધાર ફરતે લીપબ્રશની મદદ વડે સુંદર અસમાન કાંગરી બનાવે છે અને તે કન્ગરીની અંદરની બાજુએ ભડકતા રંગવાળી લીપ્સ્ટીક લગાવવામાં આવે છે.ઉપરથી લિપગ્લોસ લગાવી હોઠોને સહેજ ચળકતા બનાવી જીવંત આભાસ ઉભો કરાય છે.

લહેરદાર આયબ્રો -   

આંખો પર શોભતી 'એ' શેપ, એરો શેપ,રાઉન્ડ કરવ્હ્ડ ભમ્મરો નો જમાનો ટુંક સમયમાં ખતમ થઇ જશે અને લહેરદાર અસામાન ઓપ અપાયેલી ભમ્મરો માનુનીઓનો ચહેરો શોભાવતી હશે એ દિવસો હવે દૂર નથી.નવાં ઓનલાઈન આયબ્રો ટ્રેન્ડમાં લહેરિયા સમાન વળાંકો બનાવવા માટે મેકઅપ ગ્લ્યુંના ઉપયોગ દ્વારા ભમ્મ્રના વાળને અમુક જગ્યાએથી કલાત્મક રીતે ચિપકાવી દઈ  તેની ઉપર કન્સીલરવડે પાવડર લગાવી તેટલી જગ્યાની ભમ્મ્રને છુપાવી દેવાય છે .ત્યારબાદ બ્લેક પેન્સિલથી ગાઢી રંગાયેલી આયબ્રોનો લહેરિયા લૂક ટ્રેન્ડ યુવા જગતમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે.

ફેધર આયબ્રો-

વાળ ને ફેધરકટ કરાવવાનો ક્રેઝ જુનો થઇ ગયો.હવે નેટસેવ્હી જનરેશન ફેધર કટ આયબ્રોનો બિન્દાસ ટ્રેન્ડ અનુસરી રહી છે.ફેધરકટ આયબ્રો કોતરણી કળાની દાદ માગી લે છે.ફેધરબ્રો તરીકે ઓળખાતી આ મેકઅપ કલાકારીમાં ભમ્મરોને બરાબર વચ્ચેથી સફાઈદાર રીતે કોતરી ઉપર અને નીચેની તરફ વિરુદ્ધ દિશામાં સેટ કરી દેવાય છે.

દૂર થી જોઇએ તો આંખ પર નાનકડું નાજુક પીંછુ ચીપકાવ્યું હોય એવો ભાસ થાય છે.ઇન્સ્ટાગ્રામ પર એક રમુજ તરીકે અપલોડ કરાયેલ આવી કોતરણીવાળી ભમ્મરે તરખાટ મચાવી દઈ ફેધરબ્રો ટ્રેન્ડની જમાવટ કરી દીધી છે.

સેલ્ફી નેઈલ આર્ટ -

સોશિઅલ નેટર્વકિંગ સાઈટ પર કેટલાય પ્રકારનું નેઈલ આર્ટ ધૂમ મચાવી રહ્યું છે.યોગ્ય પ્રશિક્ષણ પામેલા કલાકારો પોતાની અદ્બુત રીતે નાખ રંગવાની કળા ઓનલાઈન પેશ કરતા રહે છે.જો કે આ બધું રોજીંદા જીવનમાં રોજ એપ્લાય કરવું થોડું અઘરું છે.સેલ્ફી નેઈલ આર્ટમાં નખ પર આંખો,ભમ્મર,નાક,વાળ વગેરે થી ઓપતો વિવિધ ભાવયુક્ત ચહેરો ચિતરવામાં આવે છે. આ સેલ્ફી નેઈલ આર્ટ બોલ્ડ અને દમદાર અને ફેશ્પરસ્ત માનુનીઓમાં પ્રસંગોપાત ખાસ્સો લોકપ્રિય થઇ રહ્યો છે.

- હેમા ભટ્ટ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments