Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પતિને વશમાં કરવાનું વલણ

જીવનના કેનવાસ પર સંબંધોના જે રંગો છે તે જીવનની દરેક પળ પર પોતાની છાપ છોડતાં જાય છે. સંબંધોમાં રંગ ક્યારેક ઘેરા હોય છે તો ક્યારેક આછા. દરેક સંબંધનો પોતાનો ખાસ રંગ હોય છે, પણ એક સંબંધ એવો હોય છે, જેમાં દરેક સંબંધોનો મિક્સ રંગ હોય છે. એ સંબંધ છે જીવનસાથીનો. આ બંધન આપણને દુનિયાભારની સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ આપે છે.

તેમ છતાં જીવન તો જીવન છે. તે ક્યાં એક સમાન હોય છે? ઘણીવાર જીવનના માર્ગે એવા ઘણા વળાંક આવે છે, જ્યાં સંબંધોની ઉષ્ણા ઓછી થવા લાગે છે. એવું લાગે છે કે જીવનસાથી હવે પહેલાં જેવો રહ્યો નથી. શું તમે પણ જીવનના આ વળાંકે ઊભા છો?  શું તમને પણ એવું લાગી રહ્યું છે કે તમારો લાઈફ પાર્ટનર બદલાઈ ગયો છે?

તમે પણ ચોક્કસ એવું જ ઈચ્છતાં હશો કે બધું પહેલાં જેવું સારું થઈ જાય. આ સંબંધોમાં ફરી પહેલાં જેવી ઉષ્મા આવી જાય. જો તમે તમારા જીવનસાથીને ફરી એકવાર પહેલાંની જેમ તમારા પ્રેમની જાળમાં ફસાવા માંગો છો, તો અહીં આપેલી કેટલીક ટિપ્સ અપનાવો અને પછી જુઓ કે આ અંતર કેટલી ઝડપથી દૂર થઈ જાય છે.

સહુથી પહેલાં કારણ શોધવાનો પ્રયાસ કરો  જો તેનું કારણ તેમનું 'કુટુંબ' હોય તો સહુથી પહેલાં મમ્મીનું દિલ જીતવાનો પ્રયાસ કરો. આ કોઈ બહુ અઘરું કામ નથી. તેમને  ક્યારે   શું જોઈએ, બસ એટલું  ધ્યાન રાખો. ક્યારેક તેમની સાથે ફરવા પણ જાઓ, પણ આ બધું દિલથી કરો. બસ, મમ્મીનાં આશીર્વાદ મળ્યાં નહીં કે દીકરો આપોઆપ તમારી નજીક આવી જશે.

જો મૂડનો સવાલ હોય અને આખો દિવસ અકળાયેલા હોય તો તક મળતાં જ એક જોક્સ સંભળાવી દો. જો જોક્સ અસરકારક હોય તો તાણ પળવારમાં રીલિઝ થઈ જશે.

રાત ગમે તે રીતે વીતી હોય, ઓફિસ જવા માટે સવારે તેઓ તૈયાર થતાં હોય તો પાછળથી જઈને તેમને ભેટી લો અને પ્રેમથી જલદી પાછા આવવા વિનંતી કરો. આ પ્રેમભર્યા આલિંગનની કમાલ દરેક અંતરને દૂર કરી નાખશે.

એવું પણ કહેવાય છે કે દરેક પુરુષને પેટના રસ્તે જીતી શકાય છે. જો 'તેમનું' દિલ જીતવું હોય તો એ જાણી લો કે તેમને ખાવામાં શું શું ભાવે છે? એવી તક શોધતાં રહો કે જ્યારે તમે તેમની પસંદગીનું ભોજન બનાવી તેમને ચકિત કરી દો. તેના બદલામાં તમે ઈચ્છો તો સો ગુના માફ કરાવી શકો.

પુરુષ પોતાના 'અહં' પર પ્રહાર ક્યારેય સહન કરી શકતો નથી. આ તેની મોટી કમજોરી હોય છે. વળી એ પણ એટલું જ સાચું છે કે નારીની દરેક ખુશીની મંજિલ તેના જીવનસાથીની ખુશી હોય છે. તો પછી આ વાતની અનુભૂતિ તમે તેમને પણ કરાવો અને બરાબર યાદ કરાવતા રહો કે તેમના જેવો કોઈ બીજો નથી.

જીવનસાથીને જ્યારે એવું લાગે કે તેનો 'પાર્ટનર' તેની ઈચ્છાઓનું માન રાખે છે, તો એવા સંજોગોમાં જીવનસાથી પર તમારી પ્યારભરી પકડ ક્યારેય ઢીલી ન થવા દો. દા.ત. જો તમે દરરોજ તમારી સગવડ મુજબ ડ્રેસની પસંદગી કરો છો, તો ક્યારેક તેમની પસંદગીનું પણ ધ્યાન રાખો.

સાડી કરતાં વધુ તમને સલવાર-સૂટ પસંદ છે, પણ તેમને સાડી પસંદ છે તો જ્યારે તમે તેમની સાથે ફરવા જાઓ તો તેમની મનગમતી ગુલાબી કે સ્કાય બ્લ્યૂ સાડી પહેરો. તેઓ ચોક્કસ મનોમન તમને દાદ આપ્યા વિના નહીં રહે.

જો તેમને બર્થડે અથવા મેરિજ એનિવર્સરી ભૂલી જવાની ટેવ હોય તો અકળાઈ જવાની જરૃર નથી. તેમનો જન્મદિવસ આવે ત્યારે કંઈક આવું કરો :

છાપાંની વચ્ચે એક સુંદર ગ્રીટિંગ કાર્ડ નાખીને છાપું પકડાવો. તેમની ઓફિસમાં એક બુકે મોકલાવો અથવા તે દિવસે વોર્ડરોબમાં એક શર્ટ નવું મૂકો, જે તેને ખરીદવાની ઘણા દિવસથી ઈચ્છા હતી. આવું કરવાથી કદાચ તેમને ગમશે અને બીજીવાર તેમનો જન્મદિવસ ચોક્કસ યાદ રાખશે.

હકીકત તો એ છે કે પ્રેમમાં  સત્ય જ સંબંધોમાં પાયાને મજબૂત બનાવે છે, દેખાડો નહીં, પરંતુ ક્યારેક જીવનશૈલી અને કેટલાક ખોટા ભ્રમને લીધે પરસ્પરના સંબંધો કમજોર થવા લાગે છે. આ કમજોરી ઊભી ન થવા દો અને વિકાસ પણ થવા ન દો. બસ,   આ નુસખા અપનાવો અને ભરી દો તમારા શુષ્ક જીવનમાં રંગબેરંગી રંગો.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Post Comments