Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટેલિગ્રામ કરી તલાક આપવીનું નવું તિક્કડમ

પરિસ્થિતિ વધુને વધુ વણસતી જાય એ પૂર્વે કોઈએ પહેલ કરવાની જરૃર છે. મન ફાવે ત્યારે તલાક આપવાની પુરુષની વૃત્તિને  વેળાસર નાથવાની જરૃર છે.

આજના  કોમ્પ્યુટર યુગમાં ટપાલ ખાસ કરીને  ટેલિગ્રામનું મહત્ત્વ ઓછું  થઈ  ગયું છે એમ માનતા લોકોએ મેરઠની એક મુલાકાત લેવાની  જરૃર છે.

એક  અંગ્રેજી  મેગેઝિન  પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે  અણમાનિતી પત્નીથી જાન છોડાવવા  માટે આજકાલ મેરઠના પુરુષોએ ટેલિગ્રામ દ્વારા તેમની પત્નીઓને  તલાક આપવાનો  નુસખો અપનાવ્યો  છે.

શરદમાં તેના માતા-પિતા  સાથે મેરઠના  પૂર્વ ફૈયાઝલી વિસ્તારમાં રહેતી હતી. ૧૭મી  મે ૨૦૦૦ના  રોજ તેના નામે આવેલા એક  ટેલિગ્રામ તેની આખી જિંદગી બદલી નાખી હતી.   તેના પતિ મોહમ્મદ શાદાબે તેને તલાક આપવા માટે  ઈસ્લામના  કાયદા  નહીં પરંતુ ટેલિગ્રામનો વિકલ્પ પસંદ કર્યો હતો. પતિ  તલાક આપશે એ વાતની શદમાને જરા પણ  ગંધ આવવા દીધા વગર એક ટેલિગ્રામ દ્વારા શળાદા બે શદમા સાથેનો છેડો એક પળમાં ફાડી દીધો હતો.   

બસ, ઘરમાં પોસ્ટમેન  ટેલિગ્રામ ક લઈને આવ્યો અને ટેલિગ્રામ વાંચીને ટપાલી શદમાને તલાક આપવામાં  હોવાની જાહેરાત કરી પોતાનું  લગ્નજીવન  બચાવવા માટે શદમાને  એક પણ તક આપવામાં આવી નહોતી. સાસુ-સસરા  ત્રાસ આપતા હોવા છતાં પતિ સમજુ હતા અને તક મળી હોત તો પોતે પોતાના લગ્ન ટકાવી શકી હોત એવો શદમાનો દાવો  છે.

આ કિસ્સો માત્ર શદમાનો જ નથી શદમા જેવી ઘણી  યુવતીઓ માટે એક નાનકડો ટેલિગ્રામ  વિલન સમાન સાબિત  થયો  છે.  મેરઠના ઘંટાઘર સ્થિત જનરલ પોસ્ટ ઓફિસના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે  દર મહિને લગભગ ૧૫ થી ૨૦ ટેલિગ્રામ છૂટાછેડાને લગતા  હોય છે.

મેરઠના  ફેમિલી કોર્ટના  પ્રખ્યાત વકીલ  મી. ચૌહાણે   આપેલી મુલાકાતમાં  જણાવ્યું હતું કે આ વિકલ્પ મોંઘો જરૃર  છે પણ સચોટ. તીર સીધું નિશાન પર જ જઈને વાગે છે. ચૌહાણ સાહેબ ૧૯૮૦થી ટેલિગ્રાફિક  તલાકના  કેસો હાથમાં લે છે.

આ પધ્ધતિથી  છૂટાછેડા લેનાર ક્લાયન્ટોમાંથી ૯૦ ટકા લોકો તેમ જ નીચલા મધ્યમ વર્ગના હોવાનું તેઓ  જણાવે છે. ટેલિગ્રાફિક તલાક માટે રૃા. દસ હજારથી રૃા. ૧૫ હજાર જેટલો ખર્ચો   કરવાની  તૈયારી રાખવી પડે છે. વકીલની ફી રૃા. ૬૦૦૦ જેટલી હોય છે. તેમ જ ટેલિગ્રામનો ખર્ચો  અસીલે ભોગવવો પડે છે.

વકીલ ચૌહાણે જણાવ્યા પ્રમાણે આ તારમાં ચોક્કસ પ્રકારની ભાષા વાપરવી પડતી હોવાથી તેમ જ તાર મોકલનારે ''મેં તને  (પત્નીનું નામ) તલાક આપ્યાં  છે એ વાક્ય ત્રણ વાર લખવું પડે  છે. આ ઉપરાંત આ ટેલિગ્રામમાં તાર મોકલારની સહી  હોય છે. ત્યાર પછી સર્ટિફાઈડ કોપી અને કોેર્ટ ઓર્ડર પણ  હોય છે.

શરીયતના  સ્વીકૃત ધોરણ (ઈસ્લામિક કાયદા) અનુસાર  તલાક લેનારે ત્રણ મહિનાના ગાળા દરમિયાન ત્રણ વાર 'મેને  તુમ્હે તલાક દિયા '' બોલવાનું  હોય છે. આ સમય ગાળા દરમિયાન દંપતીને તેમનું લગ્નજીવન બચાવવાની તક મળી  શકે  છે.

આ પધ્ધતિ સોંઘી હોવા છતાં પણ આજે ટેલિગ્રામની પધ્ધતિનો ઉપયોગ વધી રહ્યો છે. કારણ કે આ પધ્ધતિની મદદથી  તલાક લેનારે તેની પત્નીનો  કરવો પડતો નથી. પરંતુ ટેલિગ્રામ  લાક માટેનો પુરાવો સાબિત થાય છે. આ ઉપરાંત કેટલીકવાર સ્ત્રી ઈસ્લામના કાયદા અનુસાર આપવામાં આવેલા   તલાક માન્ય રાખતી નથી આથી ટેલિગ્રામ  પુરુષનો પુરાવો વધુ મજબૂત બનાવે  છે.

તેમ જ પત્ની કે  તેના કુટુંબીજનો સેક્શન ૪૯૮ (એ) હેઠળ કેસ કરવાનો  નિર્ણય કરે તો પુરુષની  બાજુ વધુ  મજબૂત બને છે. શદમાના કિસ્સામાં તેના માતા-પિતાએ શાદાબ વિરુધ્ધ કેસ કર્યો ત્યારે  શદમાને તલાક આપ્યા હોવાના  ટેલિગ્રામ  મોકલ્યો હોવાનું કહી શાદાબ અને તેના કુટુંબીજજનો કાયદાની પકડમાંથી છટકી ગયા હતા.

વકીલ  ચૌહાણના  જણાવ્યા પ્રમાણે ટેલિગ્રામનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જાય છે. અમંગળ બન્યુ હશે અથવા કોઈ  અરજન્ટ સંદેશો હોવાની શંકા જાગે છે. આથી તરત જ તાર વાંચવાની  કુતુહલ વૃત્તિ જાગે છે.  

રજીસ્ટર્ડ પત્ર વાંચ્યા વિના પાછો મોકલી શકાય છે. ફેક્સ અધિકૃત હોવાની શંકા  છે. જ્યારે ટેલિગ્રામ  સર્ટિફાઈડ કોપી સાથે આવે છે. તેમ જ પસ્ટ ઓફિસમાંથી તેની સર્ટિફાઈડ કોપી મેળવી શકાય છે અને આ પ્રમાણે  કોર્ટમાં સ્વીકાર્ય છે. પુરુષોને  આ પધ્ધતિ  ફાવી ગઈ છે. આ પધ્ધતિ તેમને બિનજામીનપાત્ર દહેજના કાયદાથી  રક્ષણ આપે  છે.

એટલું જ નહીં પરંતુ ત્રણ મહિના  સુધીના 'ઈદ્ત' ગાળા પછી  ભરણ પોષણ આપવાની  જવાબદારીમાંથી છટકબારી પૂરી પાડે છે. શદમા જેવી  અભણ અને ગરીબ યુવતીઓને આ કારણે  ઘણું સહન કરવું પડે છે. તેઓ અને તેમના સંતાનો નિરાશ્રિત બ ની જાય છે. કોઈપણ આવકને  અભાવે  તેમને માટે સંસારની   ગાડી  હાંકવાનું કામ મુશ્કેલ  બની જાય છે.

લોકદળના લઘુમતિ કમિશનના ભૂતપૂર્વ નેશનલ  સેક્રેટરી શાહીન પરવેઝના જણાવ્યા  પ્રમાણે   તલાક એ  સ્ત્રીઓએ માટે કલંક સમાન ગણાય છે અને હવે ટેલિગ્રામ  મારફતે આપવામાં આવતા તલાકને કારણે  હવે  તલાક આપતી વખતે પત્નીની હાજરીની પણ આવશ્યક્તા નથી. શાહેર  કાઝી ઝૈનુલ રશિદીન કહે છે, ''ટેલિગ્રામમાં તલાકનામા નીચે પુરુષની  સહી હોવાથી તેને માન્ય રાખવું ફરજિયાત હોવા છતાં પણ મોટાભાગના લોકો આ માન્ય રાખવાનો વિરોધ કરે છે.

અનવર   સલીમ નામના  એક વિદ્યાર્થીએ  જણાવ્યા  પ્રમાણે  શરીયતમાં કહ્યું  છે કે તમારે તમારી પત્ની સાથે અણબનાવ હોય તોે બંને કુટુંબના સભ્યોએ એકઠા મળી આ સમસ્યાનું  નિરાકરણ લાવવા પ્રયાસ  કરવા  જોઈએ.  ટેલિગ્રામનો આશરો લઈ તલાક આપવાનું પગલું બકવાસ છે.

ઉત્તર  પ્રદેશ ફલાહ-એ-ઔમ સોસાયટીનૌ સેક્રેટરી રશીદ ઉદ્દીન અહમદના જણાવ્યા  પ્રમાણે શરીયતનું  જ્ઞાાન ધરાવતો કોઈપણ  મુસ્લિમ તેની પત્નીને તલાક  આપવા માટે આ વિકલ્પ પસંદ કરશે નહીં. તલાક સહેલાઈથી મળી શકે છે એ લોકોનો ભ્રમ  છે. હકીકતમાં તલાક મેળવવાનું કામ  ધારીએ છીએ. એટલું આસાન નથી. શરીયતમાતં  ત્રણ મહિના દસ દિવસનો સમય આપવામાં આવ્યો  છે. તેમ જ કુટુંબના  સભ્યોને સાક્ષી  તરીકે રાખવામાં  આવ્યા પછી જ  તલાક  થાય છે. આ કારણે  ઘરની વાત  ઘરમાં જ રહે છે અને યુવતીને નવું જીવન શરૃ કરવાની  તક મળે છે.

પરંતુ   મી. ચૌહાણના  અને તેમના જેવા વકીલોને  ટેલિગ્રામ પધ્ધતિને કારણે ઘી-કેળા થઈ ગયા છે. મી. ચૌહાણના  મહિનામાં ૫૦ ટેલિગ્રામ મોકલતા  હોવાનું   જણાવે  છે.  નવાઈની વાત તો એ છે કે ટૂંક સમયમાં જ ચૌહાણન પુત્રી પરણવાની  છે. પરંતુ તેમને પોતાના આ કાર્યનો કોઈ પસ્તાવો  નથી. લોકોનું  ઘર ભાંગી રહ્યા હોવાનો ડંખ તેમના મનને કોતરતો નથી. પોતાનો આ વ્યવસાય  છે અને ક્લાયન્ટને  પૂર્ણ સંતોષ થાય એવી સેવા પૂરી પાડવાનો  પોતાનો  ધર્મ છે એમ તેઓ કહે છે.

સાથે સાથે અભણ મુસ્લિમ  મહિલાઓની  હાલાત કરૃણાજનક હોવાનું પણ તેઓ કબૂલે છે. મહિલાઓ  અશિક્ષિત છે અને તેમને પગની જૂતી ગણવામાં આવે છે. એ વાતની  કબૂલાત પણ કરતા તેઓ અચકાતા નથી. એક વડીલ તરીકે તેમની સલાહ છે કે આ પરિસ્થિતિ સુધારવા માટે મુસ્લિમના પર્સનલ કાયદાને બદલવાની જરૃર  છે.

પરિસ્થિતિ વધુને વધુ વણસતી જાય એ પૂર્વે કોઈએ પહેલ કરવાની જરૃર છે. મન ફાવે ત્યારે તલાક આપવાની પુરુષની વૃત્તિને  વેળાસર નાથવાની જરૃર છે. બિલાડીને  ગળે ઘંટ બાંધવાનો સમય પાકી  ગયો છે અને આ ઘંટ  બાંધવા કોઈને કોઈ માઈના લાલે આગળ આવવું જ પડશે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments