Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોંઘવારીમાં સોંઘા-સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થો

વધતી જતી મોંઘવારીના  સમયમાં સામાન્ય આવક ધરાવતાં  લોકો માટે પૌષ્ટિક આહાર દોહ્યલું બની રહ્યું છે. ગૃહિણીઓ બે ટંક થાળીમાં પીરસવા શાકભાજી માંડ ખરીદી શકતી હોય એવી સ્થિતિમાં મોંઘા ફળો કે સુકા મેવા ખરીદવાનું તો તેઓ વિચારી સુધ્ધાં નથી શકતી. આવી  સ્થિતિમાં  કેટલાંક પૌષ્ટિક છતાં  સોંઘા પદાર્થો તેના પરિવારજનોનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૃપ પુરવાર થાય છે.  જેમ કે....

સોયાબીન :   એક સમયમાં માત્ર ઢોરોના આહાર તરીકે ઓળખાતા  કે વૈકલ્પિક પાક તરીકે ઉગાડવામાં આવતા સોયાબીનને આહાર નિષ્ણાતોએ માનવીના સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ ગણાવ્યા છે. તેઓ  કહે છે કે સોયાબીનમાં પ્રચૂર  પ્રમાણમાં  પ્રોટીન હોય છે. આ ઉપરાંત તેમાં ફાઈબર (રેષા), વિવિધ જાતના વિટામીન,  પોટેશ્યમ જેવું ખનીજ તત્ત્વ અને ખાસ તો વિટામીન 'કે' ભરપૂર   માત્રામાં હોય છે.

આહાર નિષ્ણાતો વધુમાં જણાવે છે કે તેમાં સંપૂર્ણ પ્રોટીન (બધા મૂળભૂત એમિનોએસિડ)  હોવાથી શાકાહારીઓ માટે સોયાબીન ઉત્તમ પુરવાર થાય છે. વળી તે ચરબી અને કોલેસ્ટરોલનું  પ્રમાણ  ઘટાડે છે.

સોયાબીનમાં ભલે  કેલ્શિયમનું પ્રમાણ વધુ નથી હોતું. આમ છતાં તેમાં રહેલું આઈસોફ્લેવોનસ હાડકાંને ખનીજ તત્ત્વો પૂરાં પાડી તેને મજબૂત બનાવે છે. પરિણામે ઓસ્ટિઓપોરોસિસ થવાનું જોખમ ઘટે છે. વળી આઈસોફ્લેવોનસ રક્તવાહિનીઓને સખત બનતી અટકાવીને તેની લવચીકતામાં વૃધ્ધિ કરે છે.

જ્યારે સોયાબીનમાં રહેલું  સેપોનીન્સ રક્તમાં કોલેસ્ટરોલનું  સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. (સેપોનીન્સ  કોલેસ્ટરોલને આંતરડામાં જ બાંધી રાખીને તેને રક્તમાં શોષાતું  અટકાવે છે) એક સંશોધન મુજબ સોયાબીન કોલેસ્ટરોલ ઘટાડનારો ખાદ્ય પદાર્થ છે. વળી તે રોગપ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ  કરે છે.

આ ઉપરાંત  સોયાબીનમાં રહેલું  આઈસોફ્લેવોનસ હોર્મોન સાથે સંકળાયેલા કેન્સર (જેમ કે સ્તન, પ્રોસ્ટેટ અને મોટા આંતરડા)ને ખાળવામાં મદદ કરે છે.

સોયાબીનના આટલાં ફાયદા જાણ્યા પછી જો અઠવાડિયામાં  બે  વખત પણ તેનું  સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ  પુરવાર થાય છે. ચાહે તમે તે સોયા મિલ્ક તરીકે લો, સોયાના લોટનો વપરાશ કરો કે સોયાબીનનું શાક બનાવો.

પપૈયું :  આખું વર્ષ સરળતાથી મળતું પપૈયુ પૌષ્ટિક પદાર્થો અને એન્ટિ-ઓક્સીડન્ટ્સનો ખજાનો છે. તે પેટ સાફ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેવી જ રીતે ત્વચા અને વાળનો શ્રેષ્ઠ ખોરાક છે.

નિષ્ણાતો કહે છે કે પપૈયામાં રહેલું વિટામીન 'એ' અને પેપીન મૃત ત્વચાને  દૂર  કરે છે, પરિણામે  ત્વચા  કાંતિવાન બને છે. તેનાથી ત્વચાની ભીનાશ જળવાઈ રહેતી હોવાથી ચામડી  શુષ્ક થતી અટકે છે.

પપૈયાને છુંદીને તેમાં થોડાં ટીપાં મધ નાખીને ચહેરા  તેમ જ ગરદન પર લગાવો. ૨૦ મિનિટ પછી ટાઢા પાણીથી ચહેરો-ગરદન ધોઈ લો. ત્વચા ચમકી ઉઠશે.

મઝાની વાત એ છે કે ફાટેલી એડી પર પપૈયુ છુંદીને લગાવવાથી એડીની ત્વચા સુંવાળી બને છે.

પરિવારજનોને સ્વસ્થ રાખવા આવા સોંઘા ઉપાય અજમાવી ગૃહિણી સંતોષનો ઓડકાર ખાઈ શકે છે.

- કેતકી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Post Comments