Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગર્ભવતી નારીએ રાખવા જેવી કેટલીક સાવધાનીઓ

પ્રશ્ન : ગર્ભવતીએ ખોરાક ઉપરાંત બીજી બાબતોમાં શી સાવધાની રાખવી જોઇએ.

ઉત્તર : ગર્ભવતીએ આળસમાં દિવસ વિતાવવો જોઇએ નહીં. તેણે ઘરનું કામ નિયમિત કરવું જોઇએ. સવારસાંજ થોડું ચાલવાનું (ફરવાનું) રાખવું. ચોથા પાંચમા મહિને ગર્ભવતીએ ભારે વસ્તુ ઉપાડવી નહીં. ખૂબ ઝડપથી દાદર ચઢવો નહીં કે કુંદવું કરવું નહી. ગર્ભવતી એ આળસુ બનીને આખો દિવસ પડયા રહેવું જોઇએ નહીં.

પ્રશ્ન : વ્યાયામ કરવો જરૃરી છે?

ઉત્તર : હાં છતાં ભારે વ્યાયમ કરવો નહિં અને છઠ્ઠો મહિનો બેસે ત્યારથી વ્યાયામ બંધ કરવો. ફરવું એ તેના માટે યોગ્ય વ્યાયામ ગણાશે. થોડો સમય કાઢીને સવારસાંજ ફરવા જવું ઠીક રહેશે.

પ્રશ્ન : તેનાથી શો ફાયદો?

ઉત્તર : ફરવા જવાથી પાચન ક્રિયાને ફાયદો થશે. છતાં એક સાવધાની એ રાખવાની છે કે તેણે કદી ઘંટી ફેરવવી નહીં જો કે હવે ઘરમાં ઘંટી ફેરવવાનું છે નહીં બધા સંચાનો લોટ ખાતા થઇ ગયા છે. છતાં છઠ્ઠો મહિનો બેસે ત્યારે નીચેથી ઉપરના માળે  ડોલથી પાણી ચઢાવવું નહીં. આનાથી અદરમાં રહેલા ગર્ભને ઘણીવાર માઠી અસર પહોંચે છે.

પ્રશ્ન : કપડાં કેવાં પહેરવા?

ઉત્તર : ગર્ભાવસ્થામાં તંગ કપડાં પહેરવા નહિં ઢીંલા કપડાને પસંદગી મળવી જોઇએ. કપડાં સાથે બીજી એક સાવધાની એ રાખવાની કે હવાદાર અને સ્વચ્છ ઓરડામાં સુવાનું રાખવું. ઉપરાંત છઠ્ઠા મહિના બાદ સ્તનના અગ્ર ભાગને ગરમ પાણીમાં જરાં મીઠું નાખીને ધોવાનું રાખવું અને તેને પછી હવામાં સૂકાવા દેવા.

પ્રશ્ન : આ સિવાય બીજી કોઇ ખાસ બાબત?

ઉત્તર : હા, ગર્ભવતી એ દર મહિને પેશાબ, બ્લડપ્રેશરની તપાસ કરાવવી અને પોતાનું વજન પણ કરાવવું. પેશાબમાં જો એલબ્યુમિનનું પ્રમાણ વધારે જણાય તો તે અંગે દાક્તરની સલાહ લેવી.

પ્રશ્ન : આ તો શારીરિક સાચવણીની વાત થઇ, માનસિક સાવધાની અંગે કશુંક કહેશો?

ઉત્તર : શારિરીક સાવધાની સાથે માનસિક સાવધાનીની પણ જરૃર છે. ગર્ભવતીએ ચિત્ત પ્રસન્ન રાખવું, હસમુખ અને સરળ રહેવું.

સારા વિચારોનું સેવન કરવું. વિચારોની અસર ગર્ભસ્થ બાળકના મન પર પડતી હોય છે. ઘરમાં ગંદા કે ભયાનક ચિત્રો રાખવા નહીં. માતીના વિચારોની  અસર ગર્ભસ્થ શિશું પર પડતી હોય છે. કહેવાય છે કે નેપોલિયન જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતા વિરરસનું સાહિત્ય વાંચતી હતી માના વિચારોની અસર ગર્ભસ્થ શિશુ પર પડતી જ રહે છે.

પ્રશ્ન : આ અવસ્થામાં સમાગમને કેટલું સ્થાન?

ઉત્તર : આ અંગે બે મત પ્રર્વતે છે.
એક મતમાં સમાગમને વજર્ય ગણવામાં આવ્યો છે આ મત અનુસાર ગર્ભાવસ્થાના નવ મહિના અને પ્રસુતિ બાદ ત્રણ મહિના સમાગમ કરવો નહીં. છતાં દરેક સમાગમ કોમળ અને સુવિધાજનક રહેવો જોઇએ.

પ્રશ્ન : તો આમાંથી કયા મતનો સ્વીકાર કરવો?

ઉત્તર : બંને મત માની શકાય તેવા નથી સ્ત્રી સમાગમ વિના બાર મહિના ચલાવી શકે પણ પુરુષ માટે તે સંભવિત ગણાશે નહીં. પત્ની સાથેનો સમાગમ નહી મળે તો પતિ બીજો કોઇ રસ્તો શોધી કાઢશે. તેનાથી સમાગમ કરવો ઉચિત ગણાય. પણ તે સ્ત્રીની ઇચ્છાને જાગૃત કરીને જ થવો જોઇએ. છઠ્ઠા મહિના સુધી સમાગમ કરવાથી કોઇ ખતરો ઉભો થતો નથી છઠ્ઠા મહિનાબાદ સમાગમ કરાય તે સુવિધાજનક હોવો જોઇએ.

- નીપા


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Post Comments