Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બદલાતી મોસમમાં ત્વચાની દેખભાળ

વાતાવરણમાં થતાં ફેરફાર તમારા રૃટીનને પણ અસર કરી શકે છે. એ વાતથી કોઈ ફેર નથી પડતો કે તમે દુનિયાના કયા ખૂણામાં બેઠા છો, કારણ કે મોસમ બદલાય તેની અસર દરેકની ત્વચા પર પહેલાં પડે છે. એટલે તેની દેખભાળ માટે અગાઉથી જ તૈયાર રહેવું જોઈએ.

ઠંડીની મોસમમાં કોમ્પ્લેક્શનનું ડલ થઈ જવું અને સ્કિનનું શુષ્ક થવું એ સામાન્ય બાબત છે. એનું કારણ છે ત્વચાની ગ્લેન્ડ્સનું ઓછું સક્રિય હોવું. તેનાથી સ્કિનમાં શુષ્કતા તો આવે છે સાથે લાલ ચકામાં પણ થઈ જાય છે. ત્વચા ખેંચાયેલી અને કરચલીવાળી લાગે છે.

હીટરની સામે કે આગના તાપણા સામે બેસવાથી ત્વચાને વધુ નુકસાન થાય છે. શુષ્ક અને ઠંડી હવા પણ ત્વચાની ભીનાશને શોષી લે છે. આવામાં ત્વચાને સોફ્ટ રાખવા માટે નીચેની બાબતો પર ધ્યાન આપો :

* સ્નાન પહેલાં બોડી ઓઈલથી ત્વચાની માલિશ કરો. ત્વચા મુલાયમ થશે.

* સ્નાન બહુ જ ગરમ પાણીથી કરવાને બદલે હૂંફાળા પાણીથી કરો, કારણ કે બહુ જ ગરમ પાણીનો ઉપયોગ ત્વચાને વધુ શુષ્ક બનાવી દેશે.

* કેટલાક સાબુ પણ ત્વચાને શુષ્ક બનાવે છે, એટલે મોઈશ્ચરાઈઝિંગ સાબુ અને માઈલ્ડ ક્લીંઝરનો જ ઉપયોગ કરો. મલાઈમાં ચપટી હળદર મેળવી ઘરેલુ ક્લીંઝરની જેમ ઉપયોગ કરો.

* સ્નાન પછી તરત જ બોડીલેશન કે કોલ્ડક્રીમ જરૃર લગાવો.

* ઠંડી હવાની અસરથી સ્ક્રિનનો કુદરતી ભેજ જલદી પૂરો થઈ જાય છે. ત્વચામાં ભેજ ટકી રહે તે માટે એક સારી ક્વોલિટીનું મોઈશ્ચરાઈઝર ઉપયોગમાં લો. તેને દિવસમાં બે વખત સવારે અને સાંજે ક્લીઝિંગ અને ટોનિંગ પછી લગાવો.

* ત્વચા બહુ જ ડ્રાય હોય તો મોઈશ્ચરાઈઝિંગ કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરો. કોલ્ડ ક્રીમનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાનું ઓઈલ બેલેન્સ ટકી રહે છે. ક્રીમને સારી રીતે ચહેરા, ગરદન અને હાથ પર લગાવો. મસાજ જરૃર કરો. તેનાથી ફેશલ મસલ્સને આરામ મળશે. પણ એ દરમિયાન ત્વચાને વધુ સ્ટ્રેચ ન કરો.

* ડ્રાય સ્કિન પર ટોનર ન વાપરો. તે સ્કિનને વધુ શુષ્ક બનાવશે. ઓઈલી અને નોર્મલ સ્કિન પર એસ્ટ્રિંજેન્ટ લોશનનો ઉપયોગ જરૃર કરી શકો છો.

* ઓઈલી સ્કિન પર ઓઈલફ્રી મોઈશ્ચરાઈઝર અને બેલેન્સ ઓઈલવાળા ક્રીમનો ઉપયોગ કરો. તેનાથી ત્વચા ચીકાશવાળી નહીં લાગે.

* ઠંડીની મોસમમાં તડકામાં જરૃર બેસો પણ ત્વચાની સુરક્ષા માટે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવાનું ન ભૂલો.

* ઠંડીની મોસમમાં હોઠ ફાટી જવાની સમસ્યા મુખ્ય હોય છે, કારણ કે હોઠ પર ઓઈલ ગ્લેન્ડ્સ નથી હોતી એટલે તે સહેલાઈથી ફાટી જાય છે. તે ફાટે નહીં એટલા માટે તેના પર કોલ્ડ ક્રીમ, વેસેલિન અથવા લિપબામ લગાવો. લિપકલર ન લગાવો નહીં તો હોઠ વધારે શુષ્ક બની જશે. ક્રીમી લિપકલર જ લગાવો, જેમાં વિટામિન-ઈ તથા મોઈશ્ચરાઈઝિંગ હોય. તેનાથી હોઠ મુલાયમ રહેશે.

* રાતના સમયે નરિશિંગક્રીમ લગાવો. જે પણ નાઈટક્રીમ વાપરો તે વિટામિન એ,સી, ઝિંક ઓક્સાઈડ અને રસાયણયુક્ત હોય. તેનાથી ત્વચાનો નેચરલ ગ્લો જળવાઈ રહેશે અને તેના ઊતકોની ફરી જાળવણી પણ થશે.

* આંખોની ત્વચા પર ઝીણી રેખાઓ દેખાવા માંડે છે એટલે આઈ કંટૂર જેલ નિયમિત લગાવો. હળવા હાથે આંખોની આસપાસ આંગળીઓથી મસાજ પણ કરો.

* પગની એડીઓને ફાટતી રોકવા માટે ફૂટક્રીમ અને હાથોની ત્વચાને શુષ્ક થતી રોકવા માટે હેન્ડક્રીમ લગાવો.

* મહિનામાં એકવાર ફેસિયલ, પેડીક્યોરઅને મેનીક્યોર પણ કરતાં રહો.

* ઘરની બહાર નીકળતી વખતે માથા પર સ્કાર્ફ અથવા કેપ પહેરો અને હાથમાં મોજાં પહેરો. આંખો પર ગોગલ્સ પહેરો.

* અઠવાડિયામાં બે વખત એક્સફોલિયેટ કરો, જેનાથી ડેડ સેલ્સ નીકળી જશે અને સ્કિન વધારાનો ભેજ ગ્રહણ કરશે.

* ત્વચાની ગ્લેંડ્સમાં હાજર તેલ અને ભીનાશ ઠંડા વાતાવરણમાં અને ગરમી પડે ત્યારે ગાયબ થઈ જાય છે અને ત્વચા ફાઈન લાઈનો અને પ્રિમેચ્યોર એજિંગની સમસ્યાનો શિકાર બની જાય છે. તેનાથી  બચવા માટે ત્વચા પર બદામ, હની કે એપ્રિકોટયુક્ત ફેસમાસ્કનો અઠવાડિયામાં એક વખત ઉપયોગ કરો.

* મેકઅપ બેસ પણ એવો લો, જે આ મોસમમાં પ્રોટેક્શન આપે. મોઈશ્ચરાઈઝરયુક્ત ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. જો અનઈવન સ્કિનટોન હોય અને ડાર્ક સર્કલ્સ હોય, તો ફાઉન્ડેશન પહેલાં કન્સીલર સ્ટિકનો ઉપયોગ કરો.

* મેકઅપ સાથે સૂઈ ન જાઓ. તેનાથી ત્વચાનાં રોમછિદ્રો બંધ થઈ જશે. આ બેદરકારીને કારણે ખીલફોડલી થઈ શકે છે. તેથી ત્વચાને મેકઅપ રિમૂવરથી ક્લીન કરો.

* એક ગ્લાસ લીંબુ પાણી જરૃરી પીઓ. જે શરીરમાંનાં ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરશે. આવાં તત્ત્વો સ્કિન અને લોહીને બગાડે છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments