Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહિયર સમીક્ષા

હું ૨૧ વર્ષની છું. છેલ્લા ચાર વર્ષથી મારી સાથે ભણતા એક યુવાનના હું પ્રેમમાં હતી. અમારી વચ્ચેનો સંબંધ સારી રીતે આગળ વધતો હતો અને એક દિવસ અમે બંને લગ્ન કરીશું એવી મને આશા પણ હતી પરંતુ એકાએક જ તેના મમ્મી-પપ્પાએ એક છોકરી સાથે તેના લગ્ન નક્કી કર્યા હોવાનું જણાવી મારી સાથે સંબંધ તોડી નાખવાનો તેનો નિર્ણય મને જણાવ્યો.  મારી તરફ શું તારી કોઈ જવાબદારી નથી? એ પ્રશ્નના ઉત્તરમાં તેણે મને કહ્યું કે તેણે મને લગ્ન કરવાનું વચન આપ્યું નહોતું. શું મારો વિશ્વાસભંગ કર્યો હોવાને કારણે હું તેના પર કોઈ પગલા ભરી શકું છું?

૧૮ વર્હું ષની છું. મને મારા ફિગરની સમસ્યા સતાવે છે. જો કે હું સ્થૂળ નથી પરંતુ મારું પેટ જરા વધારે છે. આથી હું ચૂસ્ત  કપડાં કે જીન્સ પહેરું છું ત્યારે મને શરમ આવે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવતી (નડિયાદ)

*  કેટલીક વાર પેટના સ્નાયુઓ ઢીલાં હોય છે. આથી પેટ બહાર આવી જાય છે. આ સમસ્યા વારસાગત હોઈ શકે છે. જો કે તમે તમારું પેટ ઘટાડી શકો છો. આ સમસ્યા ચિંતા કરવા જેવી નથી. તમારે થોડો વ્યાયામ કરવાની જરૃર છે. સીટ અપ્સથી પેટના સ્નાયુઓ  ચૂસ્ત બને છે. આ ઉપરાંત  પગનો અંગુઠો પકડવાની  કસરત, ઉઠ-બેસ, જેવા વ્યાયામ તેમ જ ઝડપથી ચાલવાને અને દોરડા કૂદવાથી ઘણો ફાયદો થઈ શકે છે. જો કે આ પૂર્વે તમારી કોઈ  વ્યાયામ પ્રશિક્ષક કે તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લેવાની જરૃરી છે જે તમારી મેડિકલ હીસ્ટ્રી જોઈ અનુકૂળ વ્યાયામો સૂચવી શકશે.

મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારા લગ્ન હમણાં જ થયા છે. અમારે હમણા સંતાનની ઈચ્છા નથી. પરંતુ મારી સાસુનું કહેવું છે કે લગ્ન પછી તરત જ ગર્ભનિરોધકનો વપરાશ કરવો યોગ્ય નથી. આમ કરવાથી પાછળથી ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. શું આ સાચું છે?
એક યુવતી (મુંબઈ)

* તમારી ઉંમર અને હમણા જ થયેલા લગ્નને જોતા તમે કે તમારા પતિ એકાદ-બે વર્ષ સુધી ગર્ભ નિરોધકનો ઉપયોગ કરી શકો છો. ગર્ભ ધારણ ન કરવાની વાતનો પ્રશ્ન છે તો આ એક ભ્રમ છે. તમે ગર્ભ નિરોધક ગોળી કે કન્ડોમ જેવા સાધનો વાપરી શકો છો. જો કે આ  પૂર્વે તમારે તમારા ગાયનેકોલોજીસ્ટ કે ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી જરૃરી છે. તેઓ જ તમને યોગ્ય ગર્ભ નિરોધક સાધન સૂચવી શકશે.

હું ૨૫ વર્ષની છું. મને છેલ્લાં મહિનાથી લ્યુકોરિયાની બીમારી છે. મારું માસિક પણ અનિયમિત થઈ ગયું છે. માત્ર એકાદ-બે દિવસ સુધી જ રહે છે અને એમાં પણ દુર્ગંધ આવે છે. ડૉક્ટરને દેખાડયું તેમની સલાહ મુજબ પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટ પણ કરાવી બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે. હવે મારે શું કરવું?
- એક યુવતી (સુરત)

* અનિયમિત અને દુર્ગંધવાળા માસિકનું કારણ પેલ્વિક ઈન્ફેક્શન હોઈ શકે છે. આ જાણવા માટે બીજી કેટલીક ટેસ્ટ જરૃરી છે. તમે  પરિણીત હો તો તમારા પતિના ઈન્ફેક્શનની તપાસ જરૃરી છે. તમારે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈ બીજા ટેસ્ટ કરાવવા જરૃરી છે. કોઈ  સારા અને  નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરો.

હું ૨૧ વર્ષની છું. છેલ્લા ચાર વર્ષથી મારી સાથે ભણતા એક યુવાનના હું પ્રેમમાં હતી. અમારી વચ્ચેનો સંબંધ સારી રીતે આગળ વધતો હતો અને એક દિવસ અમે બંને લગ્ન કરીશું એવી મને આશા પણ હતી પરંતુ એકાએક જ તેના મમ્મી-પપ્પાએ એક છોકરી સાથે તેના લગ્ન નક્કી કર્યા હોવાનું જણાવી મારી સાથે સંબંધ તોડી નાખવાનો તેનો નિર્ણય મને જણાવ્યો.  મારી તરફ શું તારી કોઈ જવાબદારી નથી? એ પ્રશ્નના ઉત્તરમાં તેણે મને કહ્યું કે તેણે મને લગ્ન કરવાનું વચન આપ્યું નહોતું. શું મારો વિશ્વાસભંગ કર્યો હોવાને કારણે હું તેના પર કોઈ પગલા ભરી શકું છું?

* કોઈ પર તમે લગ્ન કરવાનું દબાણ કરી શકો નહીં. આ માટે કાયદો પણ તમને સાથ આપશે નહીં. તમારી  પાસે આ છોકરાને ભૂલવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. તે તમારી લાગણી સાથે રમ્યો  છે અને તમારો ગેરલાભ ઉઠાવી તમને એની જિંદગીમાંથી દૂધમાં પડેલી માખીની જેમ બહાર ફેંકી દીધા છે. આથી આ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી તમારી જિંદગીમાં આગળ વધો. ભવિષ્યમાં તમને એનાથી પણ સારો  અને સમજુ  જીવનસાથી મળશે. પરંતુ હવેથી ચેતતા રહેજો.

હું બે સંતાનની માતા છું. અમારા લગ્ન અમારા માતા-પિતાએ ગોઠવ્યા હતા. મને અને મારા પતિને એકબીજા સાથે બનતું નથી. અમારી વચ્ચે જરા પણ મનમેળ નથી. છૂટાછેડા લઈએ તો અમારા બાળકો અલગ થઈ જશે અને તેમનું ભવિષ્ય જોખમાશે. એવો કોઈ રસ્તો છે જેથી અમે કાયદેસર છૂટા પડીએ પરંતુ બાળકો સાથે એક છત હેઠળ રહી શકીએ?
- એક મહિલા (અમદાવાદ)

* દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા શક્ય નથી. તમારે એક વિકલ્પ પસંદ કરવો જ પડશે. તમારા છૂટાછેડા ન થાય ત્યાં સુધી તમે કાયદેસર એકબીજા સાથે બંધાયેલા જ રહેશો.  આથી તમારા સંતાનોના ભવિષ્યનો ખ્યાલ કરી તમારે સંપીને રહેવું જ પડશે. બંનેએ થોડી બાંધછોડ કરી એકબીજાને સમજવાનો પ્રયાસ કરવો પડશે. અથવા તો નોકરી કે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો જેથી શારીરિક રીતે તમે એકબીજાથી દૂર રહી શકો.

- નયના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments