Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહિયર સમીક્ષા

હું દસમા ધોરણમાં ભણતી યુવતી છું. મારી સાથે ભણતા એક યુવકના પ્રેમમાં છું. હું એને ઘણો પ્રેમ કરું છું. પરંતુ તે મને પ્રેમ કરે છે કે નહીં એ હું જાણતી નથી. હું તેના વગર રહી શકું તેમ નથી. અમે ઘણી જગ્યાએ સાથે ફરવા પણ જઈએ છીએ. પણ તે મારી સહેલીને પ્રેમ કરે છે. મારે શું કરવું એ સલાહ આપવા વિનંતી.
એક યુવતી (કોસંબા)

* તમે સહિયર સમીક્ષા ધ્યાનથી વાંચતા હશો તો તમે આ પ્રકારના પ્રશ્નોના જવાબો જરૃર વાંચ્યા હશે. અમે અવારનવાર આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ આપતા જ રહીએ છીએ. ખેર એક તો તમારી ઉંમર પ્રેમ માટે હજુ ઘણી નાની છે. આ ઉંમરમાં પ્રેમ કરતા વિજાતિય આકર્ષણ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. મુગ્ધાવસ્થાનો પ્રેમ ભાગ્યે જ સફળ થાય છે. હમણાં તો તમારે ભણવામાં ધ્યાન આપવાની જરૃર છે. બીજું એ યુવક તમને પ્રેમ કરતો નથી તે તમારી સખીના પ્રેમમાં છે.

આમ આ એકપક્ષીય પ્રેમ છે અને એકપક્ષીય પ્રેમની સફળતા પણ શક્ય નથી. આથી મારી સલાહ તો એ જ છે કે એ યુવકને ભૂલી તમે તમારા અભ્યાસમાં ધ્યાન પરોવો. પ્રેમ અને લગ્ન માટે હજુ ઘણા વર્ષો તમારી પાસે છે.

હું સહિયર પૂર્તિમાં આવતી 'સહિયર સમીક્ષા'નો નિયમિત વાચક છું. મારે આ વિભાગમાં પ્રશ્નો પૂછવા છે. પરંતુ મારી પાસે આનું સરનામું નથી તો મને આ સરનામું આપવા વિનંતી.
એક ભાઈ (ભાવનગર)

* આ પૂર્વે પણ અમે જણાવી ગયા છીએ કે સહિયર સમીક્ષાના પત્રો ગુજરાત સમાચારની મુંબઈ ઓફિસના સરનામે મોકલવા. તમારી મુશ્કેલી દૂર કરવા અમારી મુંબઈ ઓફિસનું સરનામું લખીએ છીએ જે નોંધી રાખવા વિનંતી. સહિયર સમીક્ષા ભ/ર્. ગુજરાત સમાચાર,
૩૩૮-૩૪૦, શાહ એન્ડ નાહર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, લોઅરપરેલ, મુંબઈ- ૪૦૦૦૧૩.

મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારા હાથ પર સફેદ ડાઘ છે જે કારણે મારા લગ્નમાં મુશ્કેલી આવે છે. આ ડાઘ દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.
એક યુવતી (રાજકોટ)

* તમારી સમસ્યા કોસ્મેટિક અથવા તો કોઈ બીમારીનું લક્ષણ છે. તમારે આ માટે કોઈ ત્વચા રોગ નિષ્ણાતની સલાહ લેવાની જરૃર છે. તમારો આ ડાઘ કોસ્મેટિક સમસ્યા હશે તો પરમેનન્ટ કલરિંગથી દૂર થવાની શક્યતા છે. જોકે આ પ્રયોગ કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવો. કોઈ બીમારીને કારણે ડાઘ પડયો હોય તો કદાચ ઉપચારથી ઠીક થઈ શકે છે. સૌપ્રથમ મનમાં બંધાયેલી લઘુતાગ્રંથિ દૂર કરી નાખો અને કોઈ સારા નિષ્ણાતની સલાહ લો.

હું એક યુવકને અસીમ પ્રેમ કરતી હતી. પરંતુ તેણે મારો વિશ્વાસઘાત કર્યો છે. એની સાથે મારે શારીરિક સંબંધ હતો. એ કારણે હું ગર્ભવતી બની હતી. પરંતુ તેણે મને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી. પરંતુ હવે તે બીજી યુવતી સાથે લગ્ન કરી આરામથી જીવન ગાળી રહ્યો છે. પરંતુ હું ડિપ્રેશનનો શિકાર બની ગઈ છું. એના સિવાય મને બીજા કોઈ વિચારો જ આવતા નથી. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જણાવવા વિનંતી.
એક યુવતી (અમરાવતી)

* આ પરિસ્થિતિમાં ડિપ્રેશનનો શિકાર થવું સામાન્ય છે. તમારે આ બધું ભૂલાવી દેવું જરૃરી છે. આ માટે તમે તમારા મનને કોઈ રચનાત્મક કાર્યમાં વાળો. પ્રવૃત્તિઓમાં તમારી જાતને મગ્ન રાખો. નવા મિત્રો બનાવી તેમની સાથે સમય પસાર કરો.

એ વ્યક્તિનું તમારા જીવનમાં કોઈ અસ્તિત્વ જ નથી એમ સમજો. એ વ્યક્તિ તમારા પ્રેમને લાયક નથી. આવી વ્યક્તિ પાછળ જીવન વેડફો નહીં. ભવિષ્યમાં તમને આનાથી પણ સારો જીવનસાથી મળશે. સમય દરેક રોગની દવા છે. સમય વિતતા જ બધું વ્યવસ્થિત થઈ જશે. ધીરજ ધરો એ વ્યક્તિના વિચાર કરવાનું જ છોડી દો.

મારી અને મારા પ્રેમીની ઉંમર ૧૭ વર્ષની છે. તે મને પ્રેમ કરે છે. પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ તીખો છે. મારી એક પણ વાત માનવા તે તૈયાર નથી. ઘણીવાર તો ગુસ્સામાં તે મને મારે પણ છે. મારે તેની સાથેના સંબંધો તોડવા છે. મારી સખીઓ પણ મને આજ સલાહ આપે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (મુંબઈ)

* તમારી સહેલીઓની સલાહ સાચી છે. એ યુવક સાથેના તમામ સંપર્કો કાપી નાખો. આમ પણ તમારી ઉંમર ઘણી નાની છે. સાચ્ચો પ્રેમ પારખવાની શક્તિ તમારામાં નથી. હમણાં તો પ્રેમનું ચક્કર છોડી ભણવામાં ધ્યાન આપો. પ્રેમ માટે આખી ઉંમર પડી છે.
- નયના


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar


 

Post Comments