Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માનુનીઓનો મોભો વધારતા મોડર્ન ડ્રેસ

ફેશન ટ્રેન્ડમાં રહેવા માગતી માનુનીઓ ઘણીવાર શું અને કેવી રીતે પહેરવ ું તે બાબતે મુંઝવણ અનુભવતી હોય છે. ઘણીવાર  તેમને ગમતી વસ્તુ તેમને શોભશે કે નહીં એવી અવઢવમાં પણ તેઓ ગમતો પોેશાક લેતાં અચકાય છે.  હમણાં મેટાલિક રંગના ડ્રેસની ફેશન પૂરબહારમાં ખીલી છે.પણ ઘણી યુવતીઓને એમ લાગે છે કે તે વધુ ચમકદાર લાગશે.

આવા રંગનો ડ્રેસ  પહેરવા કેટલીક બાબતો ધ્યાનમાં રાખો તો તેને થોડો સોબર બનાવી શકાય. તમારુ ટોપ મેટાલિક કલરનું હોય તો ટ્રાઉઝર ન્યુટ્રલ રંગમાં પહેરો.  એક્સેસરી ઓછામાં ઓછી પહેરો. પર્સ પેન્ટના રંગ જેવું લો. જ્વેલરીનું પહેરવાનું ટાળો.  પણ કાંડે લેધર બેલ્ટવાળું ઘડિયાળ પહેરી શકાય. હા, પગરખાં ઉડીને આંખે વળગે એવાં પહેરો પણ મેકઅપ ન્યુટ્રલ રાખો.

નોેકરી કરતી સ્ત્રીઓ સામાન્ય રીતે પંજાબી સુટ કે સાડી પહેરવાનું પસંદ કરે છે. પણ કોર્પોરેટ કલ્ચરમાં કામ કરતી માનુનીઓને કાંઈક નવું  પહેરવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. ફેશન ડિઝાઈનરો કહે છે કે ઓફિસનો પોશાક ખરીદવાથી પહેલા તમારા ઓફિસના વાતાવરણને ધ્યાનમાં રાખો.

જો તમારા સહકર્મચારીઓ સંકુચિત વિચારસરણી ધરાવતા હોય તો પંજાબી સુટ, ચુડીદાર કે સાડીને વળગી રહો. પણ જો વાતાવરણ થોડું  મુક્ત હોય તો પ્રિન્ટેડ ટ્રાઉઝર સાથે પ્લેન ટોપ, ફોર્મલ શર્ટ-ટ્રાઉઝર પહેરી શકાય.

પ્લાઝો ટ્રાઉઝર રેમ્પ પર તો શોભે, પણ તે કોલેજમાં ઓફિસમાં કે અન્ય સ્થળોએ પહેરી શકાય કે નહીં? આ પ્રશ્નના જવાબમાં ફેશન ડિઝાઈનરો કહે છ ેકે આ ટ્રાઉઝર એકદમ ખુલતા હોવાથી તેનું ટોપ ટક કરો. આ ટ્રાઉઝર સુંવાળા ફેબ્રિકના 'બો' વાળા ટોપ સાથે, 'ટી-શર્ટ સાથે  કે શર્ટ સાથે પહેરી શકાય. તે જેકેટ કે ઓરિએન્ટલ બ્લાઉઝ સાથે પણ સરસ લાગશે. એક્સેસરીમાં પગમાં  પમ્પસ, બેલ્ટ અને નાજુક નેકપીસ પૂરતાં થઈ રહેશે.

-જયના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Post Comments