Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લિપસ્ટિકનો જાદુ

બ્રાન્ડ નેમ અને ટ્રેન્ડ

લિપસ્ટિક ખરીદતી વખતે ટ્રેન્ડને નહીં, પરંતુ એ લિપસ્ટિકને પ્રાથમિકતા આપવી જોઈએ, જેને લગાવ્યા પછી તમને આનંદની અનુભૂતિ થાય, તો પણ ટ્રેન્ડને જોતા આજકાલ ન્યુટ્રલ, મોવિશ પિંક, ન્યૂડ પીચ, બેરી, હોટ રેડ, શિમરી પર્પલ શેડ્સ હિટ છે. તેમાં કલર એસેન્સની રેન્જ રૃા.૧૨૫ થી લઈને રૃા.૨૫૦ સુધીની છે. તમે મિક્સ એન્ડ મેચ ફોર્મ્યુલા અપનાવીને એટલે કે ૨ અલગઅલગ શેડ્સ ભેગા કરીને ત્રીજો શેડ લગાવી શકો છો. આ સિવાય શિમર અને લિપગ્લિટરથી હોઠને  અલગ લુક આપી શકાય છે.

''લિપ મેકઅપનો અર્થ ફક્ત ટ્રેન્ડ પ્રમાણે હોઠ પર કોઈપણ રંગની લિપસ્ટિક લગાવી લેવી એવો થતો નથી, પરંતુ હોઠની સુંદરતા વધારતા માટે કેટલીક મુખ્ય બાબતોની જાણકારી હોવી જરૃરી છે.'' એવું એક મેકઅપ આર્ટિસ્ટનું કહેવું છે.

તેમના જણાવ્યા મુજબ, લિપસ્ટિક હંમેશાં પોતાના સ્કિન ટોન એટલે કે ત્વચાના રંગને ધ્યાનમાં રાખીને લગાવવી જોઈએ.

શ્યામ મહિલાઓ પર ડાર્ક મરૃન, ડીપ રેડ અને વાઈન શેડ સારા લાગે છે અને દિવસના સમયે આ જ ગૂ્રપના રિફલેક્શન શેડ્સનો ઉપયોગ કરો. જો તમે ઈચ્છો તો દિવસના સમયે ન્યૂડ શેડ્સનો ઉપયોગ કરી શકો છો. યલો ટોન અને પર્લ ફિનિશિંગવાળા વાઈટ શેડ તમારા સ્કિન ટોન સાથે મેચ નહીં કરે, એટલા માટે તેને ન લગાવો.

ગોરી ત્વચા પર આમ તો બધા શેડ્સ સારા લાગે છે, તો પણ વધારે બ્રાઈટ શેડ્સથી બચવું જોઈએ. આના માટે દિવસના સમયે ન્યુટ્રલ, બ્રાઉન, પીચ, પિંક, બેઝ ટોન, કોરલ લિપસ્ટિક અને રાતના સમયે ઘેરા રંગો જેવા કે રેડ અને કોફી કલરની લિપસ્ટિક બેસ્ટ હોય છે.

ઘેરા રંગમાં રસ્ટ, બરગંડી,  પ્લમરિચ, વાઈન, ડીપ મરૃનવાળા ગૂ્રપના ડીપ શેડ્સ સારા લાગે છે. આ રંગની ત્વચાવાળી  મહિલાઓને યલો અને પર્લ ટોનવાળા શેડ્સથી બચવું જોઈએ.

લિપસ્ટિક લગાવતી વખતે હોઠની રચનાનું ધ્યાન રાખવું પણ જરૃરી છે. જેથી યોગ્ય મેકઅપ દ્વારા તેને યોગ્ય આકાર આપી શકાય. વધારે જાડા અથવા પાતળા હોઠ સ્ત્રીની સુંદરતા ઓછી કરી નાખે છે. એટલા માટે જો તમારા હોઠના આકારમાં કોઈ ખામી હોય, તો મેકઅપ દ્વારા તમે તમારા હોઠને આકર્ષક બનાવી શકો છો.

જો તમારા હોઠ વધારે પડતાં પાતળા હોય, તો તમે લિપલાઈનર લગાવ્યા પહેલાં કન્સીલર અથવા ફાઉન્ડેશન લગાવો. ત્યાર પછી લિપલાઈનર હોઠની કિનારીએથી થોડું બહારની તરફ લગાવો અને હોઠને શેપ આપો જેથી હોઠ પહોળા દેખાય. હવે બનાવેલી આઉટલાઈનની અંદર વ્યવસ્થિત રીતે લિપસ્ટિક લગાવો અને હોઠને ઉપસાવવા માટે લિપગ્લોસ લગાવો.

જો તમારા હોઠ જાડા હોય, તો તેને પાતળા અને સુંદર દેખાડવા માટે હોઠની બહારની કિનારી પર કન્સીલર લગાવો, પછી લિપસ્ટિકના શેડ્સ કરતાં થોડી ડાર્ક કલરની પેન્સિલથી નેચરલ આઉટલાઈન કરીને તેનાથી થોડાં અંદરના ભાગમાં બીજી નવી લાઈન બનાવો. ત્યાર પછી મેટ લિપસ્ટિક લગાવો. પરંતુ લિપગ્લોસ ન લગાવો.

જો તમે ઈચ્છતા હો કે તમારા હોઠ થોડાં ઉપસેલા દેખાય, તો ડાર્ક કલરના લિપલાઈનરથી થોડી  પહોળી આઉટલાઈન બનાવીને હોઠની અંદર આછા રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરો અને હોઠની વચ્ચે લિપલાઈનરથી પાતળી લાઈન પણ કરો.

જો તમારા ઉપરના હોઠની આઉટલાઈન સ્પષ્ટ ન હોય અને તમારા હોઠની વચ્ચેનો 'વી' પણ સ્પષ્ટ ન હોય, તો લિપલાઈનરથી હોઠની વચ્ચેથી શરૃઆત કરીને 'વી'ને સ્પષ્ટ આકાર આપો અને નીચેના હોઠના  આકાર પ્રમાણે ઉપરના હોઠને યોગ્ય આકાર આપો. એ પછી મેટ લિપસ્ટિક લગાવો.

લિપસ્ટિક લગાવતી વખતે તમારી ઉંમરનું ધ્યાન જરૃરથી રાખો, જેથી તમે સુંદર દેખાવાના બદલે હાંસીપાત્ર ન બનો. ટીનેજર્સ લાઈટર ન્યૂડ ટોન, પિંક બેઝ્ડ નેચરલ શેડ્સ લગાવવા જોઈએ. લિપસ્ટિકના બદલે ફક્ત લિપગ્લોસ અથવા લિપબામ પણ લગાવી શકો છો.

સ્કિન ટોન પ્રમાણે બ્રાઈટ શેડ્સનો ઉપયોગ કરો.  ચેરી, રેડ, મરૃન, ડીપ બેરી અને કોરલ શેડ્સ તેમના માટે એકદમ યોગ્ય છે.

મોટી ઉંમરની મહિલાઓના ચહેરા પર કરચલીઓ હોવાથી  અને હોઠ સંકોચાયેલા હોવાથી   લિપલાઈન વ્યવસ્થિત રીતે દેખાતી નથી, એટલા માટે તેને સરખી રીતે લિપલાઈનર વડે આકાર આપીને સેમિ મેટ લિપસ્ટિક લગાવવી જોઈએ.

લિપસ્ટિક લગાવતી વખતે ધ્યાન રાખો કે દિવસે લાઈટ અને ન્યુટ્રલ શેડ્સ સારા લાગે છે, જ્યારે રાતના સમયે ડાર્ક અને બ્રાઈટ શેડ્સ. આ રીતે શિયાળાની ઋતુમાં મોઈશ્ચરાઈઝર બેઝ્ડ લિપસ્ટિક અથવા સોફ્ટ ક્રીમિ લિપસ્ટિકનો ઉપયોગ કરો, જ્યારે ઉનાળામાં મેટ અથવા સેમિ મેટ લિપસ્ટિક પરફેક્ટ છે.

* હોઠની સુંદરતા અને સુરક્ષા માટે તેના પર લગાવેલી લિપસ્ટિક કાઢવી પણ જરૃરી છે. સૂતાં પહેલાં લિપસ્ટિક જરૃર કાઢી લેવી.

* હોઠને ઘસીને ક્યારેય લિપસ્ટિક કાઢવી નહીં, પરંતુ લિપસ્ટિક ઉતારવા માટે ક્લીંઝીંગ મિલ્ક અથવા સોફ્ટ હર્બલ ક્લીંઝરનો ઉપયોગ કરો. ત્યારપછી હોઠની કુદરતી સ્નિગ્ધતા જાળવી રાખવા માટે રાત્રે સૂતાં પહેલાં હળવા હાથે ગ્લિસરીન અથવા ઘી જરૃર લગાવો.  
- નયના


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

 

Post Comments