Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચુંબનની ઉત્કટતા અવધિ

અધરનો મધુર રસ ચુસી લીધા પછી પણ પ્યાસ અધૂરી

અગાઉની હિન્દી ફિલ્મોમાં ચુંબનનું દ્રશ્ય બનાવાની આવશ્યકતા જણાય ત્યારે ફિલ્મ સર્જકો બે પક્ષીઓનો ચાંચ મેળવતા કે બે ફૂલ એકમેકને મળતાં હોય એમ બતાવતાં અને 'સભ્ય' દર્શકોને હીરો-હીરોઇનનો અંતરંગ પ્રેમાલાપ સમજાઈ જતો.

પરંતુ આજની તારીખમાં મોટાભાગની ફિલ્મોમાં કિસિંગ સામાન્ય બની રહ્યું છે. ઘણાંને એમ લાગે છે કે તેમાં વાંધો પણ શો છે? આ એક કુદરતી આવેગ છે. તેમાં કાંઈ ખોટું નથી. આપણે ત્યાં સૌકાઓ પહેલા 'કામસૂત્ર' લખાયું હતું અને તેના લખનારને ઋષિ વાત્સ્યાયન કહેવાયા.  

તેમણે 'કામસૂત્ર'માં ૨૭ પ્રકારના ચુંબનના વર્ણન કર્યાં છે. પણ પછી એવો સમય  આવ્યો કે જાણે ચુંબન કરવું એ ગુનો બની ગયો હોય. પતિ-પત્ની પણ ત્યારે જ ચુંબન કરતાં જ્યારે તેઓ સમાગમ માણવા માગતા હોય. અરે...., ચુંબન જેવી આનંદદાયક ક્રિયાને શું માત્ર સમાગમની ઉત્તેજનાની તૈયારીરૃપે જ લેવાની? આ એક એવી રસિક ક્રિયા છે જે પ્રેમીજનોના મનના ભાવોને વાચા આપવાનું સબળ માધ્યમ બની રહે છે.

જોકે આધુનિક હિન્દી ફિલ્મોના કલાકારો કિસ કરવામાં કોઈ સંકોચ નથી અનુભવતાં. અનેરા આનંદની અનુભૂતિ કરાવતાં  હોઠની આ ક્રિયાને આપણે જુદી જુદી રીતે વર્ણવી શકીએ.

આપણા ઓષ્ટ અને ચહેરાના સ્નાયુઓ જ્યારે રિલેકસ્ડ હોય ત્યારે તે એકદમ સુંવાળા-કૂણા હોય છે. પણ જ્યારે તે પ્રેમીને ચુંબન કરવા તલપાપડ બને ત્યારે એકદમ ઉત્તેજિત થઈને ખેંચાઈ જાય છે.

પરંતુ જ્યારે તમે કોઈને એકપણ અક્ષર બોલ્યા વિના કાંઈ કહેવા માગતા હો ત્યારે તમારા અણિયાળા બનેલા અધર ઘણુંબધું કહી દેતાં હોય છે.

પ્રેમી યુગલ જાણે એકમેકના હોઠનો સમગ્ર મધુર રસ ચુસી લે તોય તેમને  સંતોષ ન થાય અને તેમની જીભ આવી રમત માંડે એનો અર્થ ઉત્કટતાની અવધિ થાય છે.

ચુંબન પર અભ્યાસ કરનારા સંશોધકોએ કેટલાક સ્ત્રી-પુરુષોને પૂછ્યું હતું કે કિસ કરતી વખતે તેમને શું નથી ગમતું ત્યારે મોટાભાગના મહિલા-પુરુષોનો જવાબ હતો, મોઢામાંથી આવતી દુર્ગંધ. આ સમસ્યાનો સૌથી સહેલો ઉપાય છે કિસ કરવાથી પહેલાં બ્રશ કરો. બ્રિધ ફ્રેશનર્સથી થોડીવાર માટે કામ ચાલી જાય, પણ તે સ્વચ્છ મોઢાનો વિકલ્પ ન બની શકે.

સામાન્ય રીતે ચુંબન કરવાની પહેલ પુરુષો કરતાં હોય છે. પુરુષો તેમની પ્રેમિકાને ચુંબન કરે કે પછી તેમની મનગમતી યુવતી તેમને કિસ કરે, આ સ્થિતિ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. તો પછી દર વખતે પુરુષોએ અધીરા થઈને કિસ કરવાની પહેલ કરવાને બદલે પોતાની પ્રેમિકાને  તેની શરૃઆત કરવા ઉત્તેજિત કરવી જોઈએ. આ અનુભવ માણવાનું પણ ગુમાવવા જેવું નથી.

- કેતકી


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments